________________
૩૬૨
રાસમાળા , અને દાદાનું નામ લખેલું છે; અને તે જ દેવાલયમાં એક બીજો લેખ છે તેમાં વિરધવલના નામને મહામંડલેશ્વર અને રાણાનું પદ જોડીને લખેલું છે.
મેરૂતુંગ લખે છે કે, મદનરાણી પિતાના કુંવર વીરધવલને લઈને પિતાના ધણીનું ઘર છોડી તેની મરણ પામેલી બહેનના વર દેવરાજ પટ્ટકિલને ઘેર જઇને રહી; પણ વીરવળ જ્યારે પાકી વયનો થયો ત્યારે પોતાના બાપને ઘેર પાછા આવ્યું. સાંગણ, ચામુંડ, અને રાજ એવાં તેના એરમાઈ ભાઈનાં નામ લખવામાં આવેલાં છે અને તેઓ “કસબા અને દેશ “( રાષ્ટ્રકૂટ)ના ધણી હતા એમ લખ્યું છે. વીરધવળ વિષે એમ લખવામાં આવ્યું છે કે તેને તેના બાપ પાસેથી ઘણે દેશ મળ્યો હતે, તેમાં તેણે પિતાની જિતથી વધારો કર્યો. “દિજ ચાહડ સચીવ તેને પ્રધાન હતા; અને તેજપાળ તથા વસ્તુપાળ કરીને બે ભાઈને પણ તેણે રાખ્યા હતા.
- વીરવળ વાઘેલાને પોતાના ક્રમાનુયાયિની પેઠે રાજપદવિ મળી ન હતી પણ ભીમના મરણ પછી ગુજરાતના પટાવામાં તે મહા સત્તાવાન થઈ પડ્યો હતો, એમાં સંશય નથી. વિરધવળની વેળામાં થોડીક રાજ
૧ પ્રબંધચિન્તામણિમાં વિશેષ એમ છે કે, લવણપ્રસાની આશા લઈને તે ગઈ હતી. તેને રૂપવતી જોઈને દેવરાજે પોતાની ગૃહિણ કરી. આ વાત જ્યારે લવણું પ્રસાદે જાણી ત્યારે તે ત્યાં જઈને તેને મારી નાંખવા રાત્રે તેના ઘરમાં સંતાઈ પડે. એટલામાં ભજનની થાળ આવી એટલે દેવરાજ બે કે વરધવલને બોલાવો, એના વિના હું જમીશ નહિ. તે આવ્યો તેને પોતાની થાળમાં ભેગે જમવા બેસાડ્યો. આ પ્રમાણે પિતાના કુંવર ઉપર દેવરાજનું હેત જોયું તેથી લવણુપ્રસાદ કેપ ઉતરી ગ અને પતિ પ્રત્યક્ષ થયું. તેને યમ રૂપ જોઈને દેવરાજ ત્રાસી ગયો અને તેનું હાં કાળુ મેંસ જેવું થઈ ગયું, તે ઉપરથી લવણુપ્રસાદ બેલ્યો કે હીશો માં, હું તમને મારવા આવ્યો હતો પણ આ વરધવલ ઉપર તમારું વાત્સલ્ય મારી આંખે મેં સાક્ષાત જોયું તેથી હવે હું તમને મારનાર નથી. દેવરાજે તેને આદરકાર કરે છતાં તે જે આવ્યો હતો તે ચાલ્યો ગયો.
२ वीरधवलस्यापरमातृकाः राष्ट्रकूटान्वयाः सांगणचामुंडराजादयो वीरव्रतेन भुवનતિગતતા: આ પાઠ અમારી પાસેની જૂની પ્રતિમાં છે. તેને અર્થ એમ થાય છે કે “વીરધવલના ઓરમાઈ ભાઈ જે રાષ્ટ્રકૂટ (રાઠેડ) વંશની તેની બીજી માના “પેટના સાંગણ, ચામુંડ રાજ આદિને લઈને પિતાના વીરત્રત કરીને ભુવનતલમાં પ્રસિદ્ધ થયા છે. પછી વરધવલ ક્ષત્રિય, જેને કાંઇક સમજણ આવી એટલે આવા વૃત્તાન્તથી લજજા પામીને દેવરાજનું ઘર છોડી દઈને પિતાના જ પિતાને સેવવા ગયા. તે સત્વ, ઔદાર્ય, ગાશ્મીર્ય, સ્થિરતા, નય, વિનય, દયા, દાન અને દાક્ષિણ્ય આદિ ગુણશાળી હતો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com