________________
૩૫૬
રાસમાળા
પગથિયાં આવે છે તે ઉપરથી ઉતરતાં ત્રીજા મંડપના ઘુંમટ નીચે અવાય છે અને તે એક ઉપર એક એવા ત્રણે થાંભલાની હાર ઉપર દેખાય છે, આ પ્રમાણે એક પ્રસ્તાર ઉપરથી બીજા પ્રસ્તાર ઉપર નીચે ઉતરાય છે. તેમ ઘુમટની નીચેના થાંભલાની હારે એક બીજા ઉપર વધતી જાય છે અને છેવટે જ્યાં પાણી હોય છે તે ભાગ આગળ જવાય છે. ત્યાંથી ઉપર નજર કરતાં ઊંચે કેટલાક માળ દેખાય છે અને દરેક માળે છજાં હોય છે. તે છેવટે સર્વની ઉપર છેલ્લા ઘુમટ આવેલું હોય છે, અને તે આખી વાવને અતિ શોભાયમાન ભાગ દેખાય છે. વાવની લંબાઈ કઈ કઈ વાર એસી વાર હોય છે અને બધે છેવટમાં ગોળ કૂવો હોય છે.
આવી જાતિની વામાં ઘણી વખાણવા જોગ અણહિલપુર આગળની રાણીની વાવ છે, પણ ખંડેર થઈ ગઈ છે. ગુજરાત, અને સોરઠના ઘણું ભાગમાં બીજી વાવ છે તે જૂદી જૂદી સ્થિતિમાં રહેલી છે. એક બીજી જાણવા જેવી વાવ અમદાવાદ શહેરની પાસે છે, તે ક્યારે બંધાઈ હશે તે જાણવામાં નથી, તથાપિ તેની બાંધણ ઉપરથી જણાય છે કે, જે સમયે સિદ્ધરાજના કુળના રાજ્ય કરતા હતા તે સમયની છે. તે “માતા ભવાનીની વાવ” કહેવાય છે. અને પાંડેએ બંધાવી છે એવું લેકે કહે છે. ઝિંઝુવાડાના કિલ્લામાં એક વાવ છે તે વિષે તે સૂચવવામાં આવ્યું છે; વઢવાણુના કિલ્લાની માંહલીમગ અને બાહલી મગ હિન્દુની વાવ છે; અને બીજાં ઠેકાણુએ પણ લખતાં પાર આવે નહિ એટલી બધી છે.
કુંડ, કૂવા, વાવ, અને તલાવ એ સર્વનું વર્ણન અમે કરવું તે બંધાવાને એક સામાન્ય હેતુ એવો છે કે, “મેરનાં મૃત્યુલેકનાં માનવી, પશુ, પક્ષી “આદિ રાશી લાખ જીવ તરશે મરતા હોય તે તેને ઉપયોગ કરે.” આવાં જળાશય, જ્યાં પાણીની તંગાશ હેય છે ત્યાં કરાવેલાં જોવામાં આવે છે. જેમ કે રાણકદેવિયે દૂષણ દઈને કહ્યું છે કે “મારું પાટણ દેશ પાણી વિના
१ जलयोनि नव लक्षाणि જળજંતુ ૯,૦૦,૦૦૦ स्थावरा लक्ष विंशतिः સ્થાવર ૨૦,૦૦,૦૦૦ क्रमयो रुद्र संख्याकाः કમિ-કીડા ૧૧,૦૦,૦૦૦ पक्षिणां दश लक्षकम् પક્ષી ૧૦,૦૦,૦૦૦
त्रिंशलक्षं पशूनां च પશુ ૩૦,૦૦,૦૦૦ .::. . चतुर्लक्षं तुं मानुषम् મનુષ્ય જાતિ. ૪,૦૦,૦૦૦
૮૪,૦૦,૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com