________________
રાસમાળા
૩૫૮ આવે છે; જે તલાવની આસપાસ મહાદેવની સ્થાપના કરેલી હોય છે તેમને તે તલાવ સમર્પણ થાય છે; અને શિવાર્પણ થવાથી તેનું પાણું પવિત્ર ગણાય છે. મેરૂતુંગે લખ્યું છે તે પ્રમાણે કાશીના રાજા સિદ્ધરાજના સાન્ડિવિશ્રહિકને અણહિલપુરનાં દેવાલયની બાંધણી, કૂવા અને બીજા જળાશય વિષે પૂછપરછ કર્યા પછી, અણહિલપુરના સહસ્ત્રલિંગ તળાવનું પાણી શિવનિર્માલ્ય છે તેથી ઉપયોગમાં લેવાને યોગ્ય નથી એમ કહીને તેનો તિરસ્કાર કરવા માંડ્યો, ત્યારે તેના ઉત્તરમાં સાત્વિવિગ્રહિકે પૂછ્યું:-“કાશીના “લોક પાણી ક્યાંથી લાવે છે ?” ત્યારે તેને ઉત્તર આપવામાં આવ્યું, કે “ગંગામાંથી.” એટલે તે ફરીને એલ્યો -શિવાર્પણ કરવામાં દોષ હેય તે જે “પવિત્ર નદી મહાદેવના મસ્તકમાંથી નીકળે છે તેને પણ નક્કી દેષ લાગ્યા “વિના રહે નહિં. આ જળાશયો ખેતીવાડીના ઉપયોગને અર્થે બનાવેલાં નથી એ વાત તેઓની બાંધણીથી સારી રીતે જણાઈ આવે છે, તેમ જ જે જગ્યામાં તેઓ બાંધવામાં આવેલાં હોય છે તે ઉપરથી તેઓના બંધાવનારાઓને હેતુ જણાઈ આવે છે.
અણહિલપુરના રાજાઓની બચી રહેલી નિશાનિયે મહેલી કેટલીક આવા પ્રકારની છે. તેઓને મહેકામાં મહેટે અને અતિ અચળ કીર્તિસ્તંભ એ જ વાતમાં રહેલો છે કે, આગસ્તસના ગર્વને વેગળે બેસારીને તેઓએ તેમને ઉજજડ દેશ આબાદ કરો, અને ત્યાંની ધરતીને દૂધથી અને મધથી વહેતી મૂકીને તેઓ ગયા. આ વિરોધતા ઘણું આશ્ચર્યકારક છે; તેય પણ વચ્ચે જે ક્રમ ચાલ્યો તેને પત્તો લગાડવાનું કામ ગમે તેવું વિકટ હો, તથાપિ સામાન્ય પરિણામ થયેલ છે તે વિષે શક લઈ જવાય એમ નથી. અણહિલવાડમાં વનરાજની સત્તા નીચે ચાવડા વંશની પ્રથમ
૧ શિવને કાંઈ અર્પણ કરવામાં આવે તેવું અને તે અર્પણ કરનારથી પાછું લેવાય નહિ, અથવા લૈકિક કામમાં વપરાય નહિ.
૨ Augustus રેમ્યુલસ અગસ્તસ રોમની પશ્ચિમ શાહનશાહતને છેલ્લે પાદશાહ. ઈ. સ. ૪૭૬ માં ગાદિયે બેઠે, પણ થોડા જ સમયમાં હેલીના રાજા
આસરે ઈટલી૫ર ચડાઈ કરી અને તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂકો. પછીથી તેને છ હજાર સોનારનું વર્ષાશન કરી આપવામાં આવ્યું તે ઉપર નિર્વાહ ચલાવીને તેણે પોતાનું જીવતર પૂર્ણ કર્યું અને એની જ સાથે રેમના રાજ્યની પશ્ચિમ શાહનશાહતને પણ અન્ન આવ્યો.
રેમન રાજ્યના બીજા પાદશાહ આગસ્ટસ આકવિયસ સિઝરના નામ ઉપરથી તેની પાછળ થયેલા બધા પાદશાહ આગસ્ટસ કહેવાયા. તેમના સમયમાં રામન રાજ્ય બહુ ચડતી દશામાં આવ્યું હતું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com