________________
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન
૩૫૫ સંગ્રામનું વારિત્ર જે શંખ, તેના આકારનું બાંધેલું લેકમાં કહેવાય છે. સામાન્ય ઘાટ, અથવા પગથિયાંની હાર સર્વ બાજુએ આવેલી છે; અને તેમાં નાના ન્હાનાં શિખરવાળી દેરિયોથી (તે માંહેલાં ઘણુંક તે હવણું નાશ પામ્યાં છે) શોભાવવામાં આવેલું છે. તેની સંખ્યા વર્ષના જેટલા દિવસ છે તેટલી ધારવામાં આવી છે, તેથી તે ખરું જોતાં ત્રણ કરતાં વધારે હશે. એ તલાવની એક બાજુના દેવાલયમાં મૂર્તિ બેસારવાની બેઠકે છે અને બીજી બાજુનાં દેરાંમાં જળાધારિયે છે તે ઉપરથી એવી ધારણ કરવામાં આવે છે કે પહેલા પ્રકારનાં કીકણને સારૂ હશે, અને બીજે દેવલ મહાદેવને સારૂ હશે. આસપાસના પ્રદેશનું પાણી એકઠું થાય છે તે પ્રથમ તે એક અષ્ટકૅણ કુંડમાં ભેગું થાય છે તેમાં સર્વ કચરે કરે છે. કુંડ પથ્થરને ચણું લીધેલ છે, તેની દરેક બાજુ, કેરી કહાડેલી પ્રતિમાઓથી શોભાવેલી છે. પણ ત્યાં થઈને એક ચણું લીધેલી નીકને રસ્તે ઘરનાળામાં થઈને તલાવમાં જાય છે. તેમાં ત્રણ નળ કર્યા છે, તેના ઉપર ધાબું ચણી લીધું છે તે ધાબા ઉપર બેઠક કરી છે તેને ઘુંમટ વાળી લીધો છે. આ ઈમારતની મરામત મરાઠાઓની વેળાએ કરવામાં આવી હતી, અને તેની એક બાજુ બાંધી લેવામાં આવી હતી. ત્યાં માતા બહુચરાજીનું સ્થાનક કર્યું છે. આસપાસ ઘાટ છે તેમાં ઘણી જગ્યાએ ઠેઠ પાણી સુધી ખડિયાટ બાંધ્યા છે. એમાંથી એક ખયિાટની એક બાજુએ વધારે મહેસું દેરું છે તેને શિખરવાળા બે ગંભાર અને એક સભામંડપ છે અને તલાવની બીજી બાજુ તેના સરખી બાકી રહી ત્યાં ધાબાવાળી સ્તંભપંકિત છે.
આ સમયના કૂવા જે દેશના જુદા જુદા ભાગમાં છે તે બે પ્રકારના છે. કેટલાક સામાન્ય બાંધણીના ગોળ કૂવા છે, પણ તેમાં જરૂખાવાળી બેઠકે છે; બીજા છે તે વાવ(સંસ્કૃતમાં વાપિકા)ને નામે ઓળખાય છે, તે ચિત્રપમ, અને ભવ્ય તેમ જ તરેહવાર જાતિના છે. જમીનની સપાટી ઉપર એક બીજાથી નિયમિત અંતરે, હારબંધ એકલા ચાર અથવા પાંચ મંડપ દેખાય છે, તે બહારથી બહુધા સમરસ હોય છે, પણ કોઈ કોઈ વાર ઘણે ઠેકાણે અંદરથી અષ્ટકોણ આકાર બની જાય છે; તેઓના ઉપરનાં ધાબાં થાંભલા ઉપર રહે છે અને હિન્દુ સમયની બાંધણિયામાં તો ઘુમટાકાર કરી દીધેલાં છે. સર્વનાથી છેલ્લા મેખરાના મંડપમાં થઈને વાવમાં ઉતરવાનું હોય છે, ત્યાં આગળથી પગથિયાં ચાલે છે તે ઉપરથી ઉતરતાં, બીજા મંડપનો ઘુમટ જે બે થાંભલાની હાર ઉપર રહેલે જણાય છે તેની નીચે અવાય છે અને અહિં આગળ મહેટ પ્રસ્તાર હેય છે. ત્યાંથી નીચે પાછાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat