________________
અણુહિલપુરના રાજ્યનું પશ્ચાદવલેાકન
૩૧૩
ખીજા પ્રકારે પણ તેની છિન્નભિન્ન સ્થિતિ થઈ ગઈ છે, માત્ર ગંભારન માખરાના ભાગ રહેલા છે.
પ્રત્યેક બાજુએ કીર્ત્તિસ્તમ્સ છે, તે માંઢેલા એક તે ધણા ખરા મણીશુદ્ધ છે. એ અતિ શૈાભાયમાન સ્તમ્ભના મથાળા ઉપર કારણીનું કામ આવી રહ્યું છે. દરિયાઈ અદ્ભુત પ્રાણીના મસ્તકની નાગતિયે બનાવેલી છે તે તેઓની ઊંચાઈના એ તૃતીયાંશ ભાગ જેટલી સ્તમ્ભથી આગળ નીક ળતી છે. નાગતિયા આગળથી નાજુક કારીગરીની કમાન ચાલે છે તેને તારણ હે છે, તેના મધ્ય ભાગ સાથે ઉપરના સીધા ભાગને સ્પર્શ થાય છે. આ કીર્ત્તિસ્તમ્ભ સુમારે પાંત્રીસ પીઢ ઉંચાઈના છે; તે ભોંયથી તે શિખર સુધી બહુ જ સંસ્કૃત કારણીથી ભરપૂર છે.
જે મુખ્ય દેરાનું વર્ણન કરવામાં આવ્યું, તે સરસ્વતીની સામે એક વિશાળ ચેાકની વચ્ચેવચ છે. ત્રણ દ્દારમંડપની સામે ત્રણ મ્હાટા દરવાજા છે ત્યાંથી બહાર નીસરાય છે; મેાખરા આગળના જે છે તે એક ધાબા અને ધાટ આગળ પડે છે, તે ધાટનાં પગથિયાંની હારેા નદીમાં છેક આધે સુધી ચાલેલી છે. ચાકની આસપાસ કેટલાંક શિખરવાળાં ન્હાનાં દેરાં આવ્યાં છે તે કિલ્લાનું કામ સારે છે. તે માંહેલાં ત્રણ ગંભારના પાછ્યા ભાગના મધ્ય સ્થાને છે તે હજી લગણ રહેલાં છે અને તેના ભાગ ફેરવીને મુસ લમાની મસ્જીદ્દ કરી દીધી છે.
માઢેરાનું દેવાલય જરા કાંઈ જૂદા નમુનાનું છે, તે એક માળની ઊંચાઈનું છે, તેને એક ગંભાર છે તેને લગતા એક રંગમંડપ આવેલા છે, અને એક દ્વારમંડપ નાંખા છે. એ દેવાલયનું શિખર પડી ગયું છે, અને ઘુંમટ હવે રહ્યા નથી; પણ બાકીને ભાગ ધણા ખરા આખેા છે, તેમ પશુ ધારદાર હથિયારથી જેમ લાકડાંમાં ઘા પાડી શકાય તેવા ધા કેટલાક સ્તમ્ભાને પડેલા છે, તેને માટે સુસલમાના એમ કહે છે કે અમારા વેંશની તરવારની એ નિશાનિયેા છે. વધારેમાં વધારે લખાઈ સુમારે એકસે ને પચાસ પીઢ છે, અને પહેાળાઈ પચાસ પીટ છે. દેવાલયને આગલે લાગે અને બન્ને બાજુએ સિદ્ધપુરના જેવા કીર્ત્તિસ્તંભાની નિશાનિયેા છે.
દેવાલયના આગલા ભાગમાં કીર્ત્તિસ્તંભ છે ત્યાં આગળથી પગથિ યાંના ધાટ ચાલે છે, તે મે રોાભાયમાન સ્તંભ વચ્ચે થઈને કુંડ સુધી ગયેલા છે. આ કુંડનું ક્ષેત્રફળ, દેવાલય કરતાં લગભગ ચાર ગણું વધારે છે. પગથિયાંને એકસરખા અને સરખા દેખાવ જાય નહિ એટલા માટે ન્હાની દેરડીએ, ચેકડીએ, અને શિખરવાળાં જરાક મ્હોટાં દેરાં ત્રણે
12
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com