________________
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન
૩૫૧ અને ખૂણાના દરેક બુરજની વચ્ચે ચચ્ચાર સમરસ હાથણિ અથવા વપ્ર છે. કિલ્લાની ભીંતને છેડે થોડે છેટે કેતરકામની આડી પદિયોથી ઠેઠ સુધી શણગારી છે ને ઉપલી બાજુએ અર્ધગોળાકાર કાંગરા મૂકેલા છે તે ભાગ જે પ્રકાર ઉપર ચેકીવાળાને ફરવાનું હોય છે તેને એથે કરવાનું કામ સારે છે. દરવાજાઓમાં કોતરકામ એટલું બધું છે કે તેને બરાબર ચિતાર માત્ર છેટોગ્રાફીના હુન્નરથી જ લઈ શકાય. કિલ્લાની માંહ દક્ષિણ બાજુના દરવાજાની છેક સામે, પણ પાસે, એક ગોળાકાર અથવા બહુ બાજુને કુંડ છે, તેને વ્યાસ આશરે ત્રણસે વારને છે, તેની આસપાસ પગથિયાંને ઘાટ છે અને નિયમિત અંતરે ખડિયાટ છે. ત્યાં આગળ થઈને ઢેર અથવા પયડાંવાળી ગાડી તલાવના પાણુ સુધી જઈ શકે છે. દરેક ખડિયાટને બે મંડપ વડે શણગારેલો છે અને તે મંડપ ઉપર શંકુ રૂ૫ છત્ર છે. એ તળાવની પાસે એક વાવ છે તેનું વર્ણન અમે હવે પછી કરીશું. આ કિલ્લાને ચાર દરવાજા છે તે જૂદા જૂદા ખંડેરના આકારમાં હજી લગણ રહેલા છે. અને એ માંહેલા બે દરવાજાને ખૂણાની હાથણુ સહિત જે ભીત સાંધી લે છે તે બધી આખે આખી છે. આ પ્રમાણે જે સમરસ જગ્યા બતાવવામાં આવી તે કિલ્લાની અસલ સ્થિતિના ક્ષેત્રફળને સુમારે ચોથો ભાગ છે, તેની આસપાસ એક હલકી જાતને કિલ્લો ફરીને કરી લેવામાં આવ્યો છે અને ગોળાકાર હાથણિયો ચણને તેને મજબૂતી આપી છે, તથા વચ્ચે કમાનદાર દરવાજા કયા છે. આ ભાગમાં હાલનું શહર વસેલું છે, તે કાળી ઠાકોરના તાબામાં છે; પણ અસલના કિલ્લામાં જે ઈમારતે હતી તે તમામને નાશ થયો છે, અને તે ઠેકાણે છેક જંગલ બની ગયું છે. આ ઠેકાણે અમારે જણાવવાને ભૂલી જવું જોઇયે નહિ કે પ્રાચીન કાળના ઘણા ભાગ છે તેમાં “માં શ્રી ” એવા લેખ છે, તે ઉપરથી ધારણ થાય છે કે ઉદયન મંત્રીના ઉપરીપણું નીચે તે બાંધવામાં આવ્યા હશે.
અમે લખ્યું છે કે ડભઈઆકારમાં અને વિસ્તારમાં ઝિંઝુવાડાને મળતું છે. તેને આકાર કિંજુવાડા કરતાં ઓછો નિયમિત છે, તેની બે બાજુઓ મળે છે ત્યાં આગળ સાંકડો ખૂણે થાય છે, અને બીજી બાજુએના કરતાં લંબાઈમાં વધી જાય છે. પહેલાઈવાળી બાજુએ આશરે આઠમેં અને લંબાઈવાળી લાંબી એક હજાર વાર લંબાઈની છે. ઝંઝુવાડાના કિલ્લા કરતાં આ કિલ્લે નીચે છે અને તેના ત્રણ દરવાજા પણ ઝિજુવાડાના દરવાજા જેવા નથી, તેય પણ એ કનિષ્ઠતા ચોથા દરવાજાથી વળી ગઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com