________________
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન
૩૪૯ જનેને બેધ મળતું. જેને સાધુઓની પણ અહિયાં અછત ન હતી; તેમ જ કહેવા પ્રમાણે પાળનારા અને વ્યાપારમાં કુશળ એવા વ્યાપારિની પણ “અછત ન હતી; વ્યાકરણ શીખવાની ત્યાં ઘણું નિશાળે હતી. અણહિલ“વાડ એ મનુષ્યને સાગર હતા, જે તમારાથી સાગરનું પાણી માપી શકાય
તે તમારે તેની વસતીની ગણતરી કરવાની મહેનત કરવી. ત્યાંની સેના “ અસંખ્ય હતી અને ત્યાં બૅટધારી હાથિયોની અછત ન હતી.' ' લખતાં ખેદ ઉપજે છે કે, આટલા બધા દબદબાની નિશાની સરખી પણ રહી નથી; અણહિલવાડનું ખંડેર હવણના પાટણ શહેરના કિલ્લાની માંહની અને બહારની બાજુએ સપાટ પ્રદેશમાં પડેલું છે, પણ તે વલભીપુરના ખંડેરની પેઠે માત્ર ખોદાણ ઉપરથી શોધી કઢાય છે. વનરાજની રાજધાનીનાં ખંડેર બાબેલનના જેવી ઇંટને બદલે કરેલા આરસપાહા
નાં બની રહ્યાં છે. સે વશા તે આરાસુરના ડુંગરાની આસમાની રંગની જે સરહદ આ રેતાળ ઉજજડતાના દેખાવની ક્ષિતિજ ઉપર જોવામાં આવે છે તે ડુંગર ઉપરથી એ આરસપહાણને બધે નહિ તે કેટલાક ભાગ પણ આપ્યો હશે. પહેલા ભીમદેવની રાણિયે જે વાવ બાંધી હતી તેને ભાગ હજી લગણ રહેલો છે, અને એથી જરા છે. સિદ્ધરાજના શોભાયમાન કુંડની જગા જણાય છે, તેની વચ્ચેના ટેકરા ઉપર મુસલમાનની અષ્ટ કર્યું કબર છે. બાકી રહેલી જગા ઉપર છ સંકડાના કાળે અને મુસલમાનોના જુભે તેમની સત્તા ચલાવેલી છે. જેને “કમ્બાઈસિસ અથવા કાળે વંચાવી “રાખ્યાં હતાં, તેને લાભ હવણું સ્વાહા કરી જાય છે,” અને અણહિલવાડની બિચારી ઠંડી પડેલી રાખ તેના અસભ્ય મરાઠા ધણું, જેવા તેના મહિમાથી અજ્ઞાન છે તેવા જ પિતાની અપ્રતિષ્ઠાથી પણ અજ્ઞાન છે તેઓ તુચ્છ ન મેળવવાને માટે વેચી દે છે.
ખરેખરા હિન્દુ સમયની રહેવાની ઈમારતે વિષે, તેમના પછી થનારા વંશજોએ જે ઢબની બાંધણું ચલાવી છે તે ઢબ ઉપર આધાર રાખીને, અમે સામાન્ય વિચાર બાંધી શકિયે છિયે.
જેવી રીતે ખેડુતની ઝુંપડીને નાશ થઈ ગયો છે તેવી જ રીતે રાજાના મહેલને પણ સમૂળગો નાશ થઈ ગયો છે, પણ સાર્વજનિક ઈમારતોની શોભા વિષે તે હાલમાં રહેલા ખંડેરનું ઉઘાડું પ્રમાણ છે; તેથી કૂવા, તળાવ, કીર્તિસ્તંભ, દેવાલય અને અણહિલપુરના રાજાઓના કિલ્લા એ સર્વ આખેઆખાં કેવાં હશે તેના ચિતાર અમે થોડી મહેનત અને સંપૂર્ણ ખાતરીથી મનમાં ધારી શકિયે છિયે.
૧ ટાંડકત વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ઠ ૧૫૬-૮ ઉપરથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com