________________
૩૪૮
રાસમાળા
તાના ભાઈબંધ થયેલા પુરૂષને રાજ્યસન ઉપર બીરાજેલો જોઈને આભે. બની ગયો, પણ તે તરત જ નમ્રતાપૂર્વક બોલવા લાગ્યો એટલે રાજાને ખડખડીને હસવું આવ્યું અને તેને સત્કાર કરીને વિદાય કર્યો. આવા ખેલ કરવાને ઘણો ખર્ચ થાય છે અને તે માત્ર ધનવાન માણસે જ કરાવી શકે છે. બીજી એક વેળાએ, એક વ્યાપારિયે શિવના દેવળમાં નાટક કરાવ્યું હતું તે વેળાએ પણ જયસિંહ રાજા જેવાને જઈ પહોંચ્યો હતો, અને એમ લખેલું છે કે, માળવા ઉપર ચડાઈ કરવાને સેના તૈયાર કરવામાં એ વ્યાપારી પાસેથી આશરે કેટલી રકમ કઢાવવી પડશે તેની તે ગણતરી કરતો હતો.
મેરૂતુંગ, અથવા દ્વયાશ્રયને કર્તા એ બેમાંથી કોઈ પણ પોતે જે સમયનું લખ્યું છે તે સમયની રહેવાની કે પ્રસિદ્ધ ઈમારતો વિષે કશું વર્ણન આપ્યું નથી. પણ નીચે લખેલું રાજધાનીનું વર્ણન છે તે કુમારપાળચરિત્ર ઉપરથી ઉતારી લીધેલું છે
અણહિલપુર બાર ગાઉ ઘેરાવામાં હતું, તેમાં ઘણું દેવાલય અને પાઠશાળાઓ હતી; ચેરાસી ચોક હતા; ચેરાસી ચૌટાં (બજાર) હતાં, તે સાથે સનારૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. નાત પ્રમાણે જેમ ઘરના “ઇલાયદા જથ્થા હતા તેમ હાથીદાંત, રેશમ, મણિ, હીરા, મોતી ઇત્યાદિ “જૂદી જૂદી વ્યાપારની વસ્તુઓનાં જુદાં જુદાં ચૌટાં હતાં; એક નાણાવટીનું “ચાટું હતું; સુવાસિત અને લેપ કરવાના પદાર્થોનું એક હતું; એક વૈદ્યનું “હતું; એક કારીગર લેકેનું હતું; એક સોનિયાનું હતું અને બીજું રૂપાનાં “કામ કરનારાઓનું હતું; નાવિક, ભાટ અને વહિવંચા એ સર્વનાં રહેઠાણું “જુદાં જુદાં હતાં. નગરમાં અરડે વર્ણ સુખે વસતી હતી; મહેલની આસપાસ “આયુધાગાર, હાથીથાન, ઘોડાર, તથા હિસાબી અને બીજા ખાતાના અધિ“કારિયોની કચેરિયા જથ્થાબંધ આવી રહી હતી. દરેક જાતના માલને માટે “જુદી જુદી વખારે હતી. ત્યાં નગરમાં, આવતા જતા તથા વેચાણના “માલ ઉપર જકાત ઉઘરાવવામાં આવતી, જેમકે, તેજાના, મેવા, વસાણાં,
કપૂર, ધાતુ અને દેશની તથા પરદેશની દરેક મૂલ્યવાન વસ્તુ. તે સર્વ “વ્યાપારનું ઠેકાણું હતું. નિત્યની જકાત એક લાખ ટકા થતી હતી. જે તમે “પાણું માગે તે દૂધ લાવીને આપે. ત્યાં જેનનાં ઘણું દેરાસર હતાં અને “તલાવને કિનારે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવું હતું. ચંપા, નાળિયેરિયા, જામ“ફળી, ચંદનનાં ઝાડ અને આંબા ઈત્યાદિ તથા તેમાં નાના પ્રકારની વેલ અને “અમૃત સરખા પાણીના ઝરા આવી રહેલા એવી વાડિયામાં નગરવાસી લેકે “ફરતા અને આનંદ પામતા. અહિયાં વેદશાસ્ત્રની ચર્ચા થતી તેથી શ્રોતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com