________________
૩૪
રાસમાળા
માંથી ઉઠાડવાને રાજનાખત વાગે છે, અને શંખનાદ થાય છે. તે ઉઠે છે, અને ધાડાને કસરત કરાવવા જાય છે. તેના મહેલ એક કિલ્લામાં હાય છે તે દરખારગઢ કહેવાય છે, તેમાં બીજાં પણ રાજગૃહ હાય છે. કીર્ત્તિસ્તંભથી તેને શાલા મળે છે. એક દરવાજો જે ઘટિકા અથવા ધડી હેવાય છે તેના રસ્તા શહરમાં પડે છે અને તેના મુખ આગળ મ્હાટા માર્ગમાં ત્રિપાલ્ય અથવા ત્રણ દરવાજાને ધારા હેાય છે. દિવસે રાજા દરબાર (કચેરી) ભરે છે; ચાપદાર દરબારને નાકે ઉભા રહે છે, અને આવનારા લેાકેાને અંદર દાખલ થવાની હ! કે ના કહે છે; યુવરાજ, રાજાની પાસે જ હાય છે, અને મંડલેશ્વરા અને સામંતે તેની આસપાસ બેસે છે. મંત્રીરાજ અથવા પ્રધાન ખીજા કારભારિયા સહિત ત્યાં હાય છે, તે કરકસરની રૂડી રીતે સલાહ આપે છે, અને લખી રાખેલાં પ્રમાણ અને જેની અવગણના કરાય નહિ એવા આગળ ખનેલા દાખલા રજુ કરી દેવાને સદા તૈયાર હાય છે. કામકાજ ચાલી રહ્યા પછી પંડિતા અથવા વિદ્વાન પુરૂષાને ખેાલાવવામાં આવે છે, પછી સર્વને આનંદ નહિ ઉપજાવનારી તેની વિદ્યા અને વ્યાકરણની દામ્બિક વાતા ચાલે છે; અથવા નહિ તા કાઈ કરતા બંદીજનને અથવા ચિતારાને દરબારમાં દાખલ કરવામાં આવે છે એટલે અસલના વારાની રામ અને વિભીષણની વાતા ચાલે છે, અથવા કાઈ વિશેષ તાજી વાસનાવાળી પરદેશી સુંદરી વિષે વર્ણન કરતાં તેના સર્વ પ્રકારના સુંદરપણાની ખરાખરી કાઈ કરી શકે એમ નથી એવી તેની વાત ચાલે છે; દરબારમાં વારાંગનાને દાખલ કરવામાં આવતી નથી એમ નથી. તે માર્મિક વચનની ભરેલી અને જેની બહુ પ્રશંસા થયેલી એવી જગમાં પ્રાપ્ત કરી લેવાની ચતુરાઈમાં તે જે વખણાયલી એવી વારાંગના, જ્યારે વિદ્વાના હાર ખાઈ જાય ત્યારે, પેાતાના રસિક ઉત્તરની તીક્ષ્ણ ધાર વડે પ્રશ્નની ગેાથાં ખવરાવતી ગુંચવણુને કાપી નાંખવાને સદા તૈયાર હાય છે. કેમકે, देशाटनं पंडितमित्रता च, वारांगना राजसभाप्रवेशः । अनेकशास्त्राणि विलोकितानि चातुर्यमूलानि भवन्ति पंचः ॥ ભાવાર્થ—દેશાટન, પંડિતની મિત્રાઈ, વારાંગના, રાજસભામાં જવર અવર, અને અનેક શાસ્ત્રનું અવલાકન કરવું, એ પાંચ ચતુરાઈનાં મૂળ છે. રાજા મ્હાર નીકળે છે ત્યારે હાથી ઉપર બેસે છે અથવા સુખાસનમાં ખીરાજે છે. ઉત્સવને દિવસે તેને જવાના રસ્તા ઉપરની દુકાને શૃંગારવામાં આવે છે. સંધ્યાકાળે દેવની પૂજા થયા પછી અને આરતી ઉતરી રહ્યા પછી તે ચંદ્રશાળામાં જાય છે, ત્યાં ભેાજનની સામગ્રી તૈયાર કરી રાખી હાય છે, તેમાં દારૂ અને માંસ પણ હોય છે, કેમકે સામંતસિંહ બહુ ક્રેથી ચકચૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com