________________
૩૩૮
રાસમાળા
ચંદ બારેટને રાસ જેવો ભભકદાર વર્ણન ભરેલો અને રમુજ પમાડે એવો છે તે જ પ્રમાણે તે વિષે કાંઈક વિશેષ વિચારથી અભિપ્રાય આપવાની અગત્ય છે. ભાટ અને ચારણો રાસ લખનારા થઈ ગયા તેમાં ચંદ બારોટ કીર્તિમાં પ્રથમ ગણાય છે, અને એના રાસમાં ખામિ છે તે પ્રમાણે ખુબિયો પણ છે. એને વિચારશીલ વર્ણનકર્તા ગણી શકાય નહિ, પણ એ ચૌહાણને દસોંદી હતા તેથી કસુંબાની કેફથી ઉશ્કેરાયેલે ના ગણિયે તે પણ ઓછામાં ઓછે અને પિતાના પક્ષના મમતથી ઉશ્કેરાયેલો અને યુદ્ધની કેફથી કેફી થયેલે ગણવો જોઈએ. એને રાસ એવો અશુદ્ધ છે કે કઈ કઈ ઠેકાણે સમજાઈ શકાતું નથી, અને જ્યાં ભાવાર્થ સમજાય એ છે ત્યાં પણ ચંદનું મૂળ લખેલું કેવું હશે તે, પછવાડેથી થઈ ગયેલા બહુ ફેરફાર આગળ ઓળખી કહાડવું ઘણું કઠિન છે––તે એટલું બધું કે આખા પુસ્તકના ખરાપણુ વિષે ઠેકાણે ઠેકાણે ઘણું કરીને સંશય ઉત્પન્ન થયા વિના રહેતો નથી. આગળ આપણું જોવામાં આવ્યું કે ચંદના લખવા પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણુના હાથથી બીજે ભીમદેવ માર્યો ગયો છે, પણ ખરું જોતાં પૃથ્વીરાજ મરણ પામે ત્યાર પછી પણ તે કેટલાંક વર્ષ સુધી જીવતે હતો. તેમ જ બીજે ઠેકાણે ગૃજરાત માંહેલી જાતિનાં કુટુંબોનાં નામ જે બનાવવાના સંબંધમાં લખેલાં છે તે બનાવે, બીજા બધા લખનારાઓના અભિપ્રાય પ્રમાણે, ચંદે લખેલી જાતિયના સ્થાપનારા
જીવતા હતા તેની પહેલાં સેંકડા ઉપર બની ગયેલા છે. ચંદ બારેટના રાસના ખરાપણ વિષે શંકા આપ્યા વિના કદાપિ ભીમના મરણ વિષેના ફેરફારવાળા લખાણને ખુલાસે થઈ શકે છે, તે એવી ધારણ કરવાથી કે ચંદે પિતાના રાજાની કીર્તિ વધવાની આતુરતાથી એવું લખ્યું હશે; તેમ જ બીજા પ્રકારની જે ફેરફારી છે તે માંહેલી કેટલીકને સાચી ઠરાવવાને એમ કહી શકાય છે કે જે વેળાને અનુસરીને ચંદ લખે છે તે વેળાએ, તેણે લખેલી જાતિયો હૈયાતીમાં નહિ હોય પરંતુ તેના સમયમાં હશે; તથાપિ, પીરમના ગોહિલનાં પરાક્રમનાં ગીત ચંદ બારેટ ગાય છે અને એ બારેટના વારાના સમય પછી લગભગ એક સંકડા સુધી હિલે પીરમને કબજે લીધેલું જોવામાં આવતા નથી, ત્યારે આવા દાખલા સંબંધી શે ખુલાસો કરવો ? અમને લાગે છે કે આ રાસ જે ચંદ બારોટના નામથી ઓળખાય છે તે બધાય તેને લખેલો નહિ હોય, એવું માન્ય કર્યા વિના સિદ્ધિ નથી; અને જ્યારે આવી વાત ઉઘાડી પડે છે ત્યારે ખરૂં કિયું અને ઉમેરે કિ અથવા ઉમેરે થયો તે કઈ વેળાએ થયો એ જૂદું પાડવું બહુ કઠિણ થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com