________________
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન
૩૩૭ આ બન્ને ગ્રંથને મુખ્ય આધાર અમે લીધે છે, પરંતુ તેમાં લખેલી વાત ખુલાસાથી સમજાવવાને અને તેને સંબધ બતાવવાને, જૂના લેખો, તામ્રપટ, મુસલમાન ઇતિહાસકારોએ લખેલું વર્ણન, ચંદ બારેટને રાસ, તથા ભાટચારણની હેડાની વાત અને દંતકથાઓ પણ દાખલ કરી છે.
વઢવાણ અને પાલણપુરના જૈન સાધુઓના ગ્રંથની રચનાની ઢબ જેવી મળતી આવવી જોઈએ તેવી મળતી આવે છે. ધર્મપ્રકરણ કરતાં રાજપ્રકરણને તેઓ ઉતરતી પંક્તિનું ગણે એમાં નવાઈ નથી; પણ એ બને વિષયમાં સંબંધપૂર્વક લખવાનો પ્રયત્ન કરવાને બદલે તેઓ માત્ર વાત લખીને સંતોષ પામ્યા છે. તેઓએ લખેલું સંક્ષિપ્ત વર્ણન બધુંય ખોડીલું છે, તથાપિ અમારે આ ઠેકાણે લખવું જોઈએ કે તે અસત્ય નથી; કેમકે ઘણું કરીને જેટલા દાખલાને મુકાબલે કરવાને બની આવ્યું છે તે દરેકમાં તેઓનું લખાણ અને સૂચના બીજા પ્રત્યેના પ્રમાણથી ખરૂં કર્યું છે અને તેને ખુલાસે થઈ ગયેલ છે, તેમ જ વળી, જેમ વધારે શોધ થતે જશે તેમ આથી પણ વધારે મળતાપણું સિદ્ધ થતું જશે, એવી કલ્પના કરવી અઘટિત નથી. દયાશ્રયમાં હેમચન્દ્રને રચેલે કેટલો ભાગ હશે એ જાણવાને બની આવે, અને લેશાજય અને લક્ષ્મીતિલકના હાથથી ફેરફાર થયા વિનાને તેમને કેટલો ભાગ હાલના પુસ્તકમાં હશે, એ જણાય તે મુખ્ય રાજ્યો માંહેલાં બે રાજ્ય વિષે તે જ વેળા થયેલા ગ્રંથકારના અભિપ્રાય આપણું જાણવામાં આવે. પણ આવો પત્તો લાગવો અશક્ય છે; માટે આ જેનેનાં લખેલાં વર્ણન જે સમયે લખવામાં આવેલાં તે જ સમયના નેંધી રાખેલા રાસ તરીકે માની લેવાં જોઈએ. આવા પ્રકારની એ વર્ણનની તુલના કરિયે તો પણ તેઓ મૂલ્યવાન નથી એમ નથી. એ વર્ણન વડે, બીજાં સાહિત્યને ખુલાસો થાય છે અને સંબંધ બેસે છે એટલું જ નહિ પણ ઘણી વાર તો તેઓને પત્તો બેસારવાનાં સાધન થઈ પડે છે; અને અગર જો તેમાં આવેલી વાત બીજી કેટલીક વાત સાથે જેટલી મળતી આવે તેટલી પૂરેપૂરી માનવામાં આવે તે પણ જે સમયે તે લખવામાં આવ્યું તે સમયે ચાલતા વિચાર અને મનેભાવનું વલણ, રાજકારભાર, અને રીતભાત એ વિષેની સામટી સૂચના પૂરી પાડે છે, એની ના કહેવાય એમ નથી. તેમ જ અમને લાગે છે કે, મુસલમાની જિત થતાં પહેલાંના સંકડામાં મધ્યકાલીન હિન્દુસ્થાન વિષે કેટલું જુજ જાણવામાં આવેલું છે, અને તે સમયનું જે કાંઈ રહેલું હોય તે હવણના હિન્દુ લોકે વિષે ખરી માહિતગારી મેળવવાને કેટલું બધું ઉપયોગનું છે તે વિષે વિચાર જે કરશે તેની નજરમાં એ વર્ણનનું ખરું મૂલ છે તે કરતાં ઓછું કરી નાંખવામાં આવશે નહિ. ૨૨
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat