________________
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવેલેકન
૩૩૯ ઉપર લખેલા ચિતાર આપનારાઓના હાથથી અણહિલવાડને ચિતાર જે આપણને મળે છે, તેમાં મુખ્ય ચિતાર રાજા વિષેને છે. તેની એથે વેતામ્બરધારી જૈન સાધુઓ અથવા બ્રાહ્મણે આવી રહ્યા છે; સાકશન ફરશી વડે રક્ષાયેલા અને અનૌરસ ઉલિયમના નાઈટ જેવા, ચેમણે પહેરેલા રજપૂત જાતિના યોદ્ધાઓ વિંટળાઈ વળેલા છે, અથવા યુદ્ધમાં તેમના સરખા જ શરા, અને સલાહ આપવામાં વિશેષ ડાહ્યા, વ્યવહારમાં સરલ પણ ક્ષત્રીના સરખું એટલું બધું જુસ્સા ભરેલું લોહી જેઓની રગેમાંથી ફરતું નહિ એવા વાણિયા મંત્રીશ્વર આવી રહ્યા છે. વળી શુરવીર મંડળની એક બાજુએ અર્ધપર્ધા પિતાની મેળે શૂરવીર એવા બંદીજને અને ગાંધ ઉભા રહ્યા છે, અને તેથી જરા છેટે, બેલવામાં જ માત્ર જુસ્સાથી ભરેલા, એવા સલાહસંપવાળા ખેડુતે પૃથ્વીની ઉપજની ભેટ સહિત ટોળે વળી રહ્યા છે; તેમની પછવાડે, જેઓના જોરજુલમને લીધે વિશ્વાસ કરેલો, તે પણ જેઓની ધાસ્તી પેટમાં પડતી, અને જેમના વિના ચાલે નહિ એવા તેઓના રક્ષક, અને તેના તે જ તેમને લૂટનારા, રંગે કાળા મેશ જેવા, અને ડુંગર તથા કાતરના મૂળ રહેવાશી એવા કામઠિયાવાળાની હાર આવી રહી છે.
રાજાના પિંડને ચિતાર દબદબા ભરે છે; લાલ ચટક જેવું રાજછત્ર તેના ઉપર ધારણ થઈ રહ્યું છે, તેના મસ્તકની પછવાડે મૂર્તિમાન સૂર્ય સેનામાં ચકચકી રહ્યા છે, તેને કંઠે વિલાસમય મેતિને શોભી રહ્યો છે; અને તેના બાજુબંધ ચળકતા હીરાના આવી રહ્યા છે; આવું છતાં પણ તેને આકાર નિપુરૂષ જે દેખાતો નથી, તેના પિડદાર ભુજને ભાલે અને તરવાર એ બન્ને સારાં શોભતાં આવે છે; તેની આંખ યુદ્ધના અંગારાથી લાલ ચટક બની રહી છે; મહેલનાં ઘડિયાંને સહવાસ તેને જેવો પડી રહેલ છે તે પ્રમાણે યુદ્ધનાદ તેને થઈ રહેલે છે; તે રાણીબો , ક્ષત્રીને પુત્ર, અભિષેક થયેલ રાજા, અને ઢાલવાળો માણસ છે.
સુંદરીને ચિતાર જેવાને બીજા પડદા ઉપર નજર કરિયે તે તે સ્વયંવરમંડપમાં પિતાના મનમાનતા શરા પુરૂષને પસંદ કરતી, કામની સાથે રતિ શોભે તેમ, તેની સાથે શોભતી, આપણું જોવામાં આવે છે. પછીથી જોઈયે તો તે માનવંતી માતા થયેલી, અને પિતાના યુવાન પુત્રનું રાજ ચલાવતી, અથવા તેની પાકી વયની વેળાએ રાજકાજમાં તેને સલાહ આપતી, અને ધર્મનાં અને દયાનાં કામ તેની પાસે કરાવતી જણાય છે; અથવા ફરીને પાછી જોઈયે તે શી દુઃખની વાત તેને દેખાવ કેવળ જૂદો જ બની ગયેલો દેખાય છે. હાવરાપણાથી વિલક્ષણ રીતે ધંધાયેલી આંખ થયેલી અને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat