________________
૩૩૪
રાસમાળા
પ્રમાણે ભીમદેવ બીજા પછી છ દિવસ સુધી તેની પાદુકા ગાદિયે મૂકીને કારભારિયોએ રાજ્ય ચલાવ્યું ત્યાર પછી ત્રિભુવનપાલ ગાદિયે બેઠે તેણે ૨ માસ અને ૧૨ દિવસ રાજ્ય કર્યું.
આ સમયનાં લખાણમાં મુખ્ય કીર્તિકૌમુદી, સુરત્સવ, સુકૃતસંકીર્તન, અને ચતુર્વિશતિ પ્રબંધ અંતર્ગત વસ્તુપાલપ્રબંધ, વસ્તુપાલ તેજપાલચરિત, પ્રબંધચિન્તામણિ આદિ છે.
કીર્તિકામુદીને કર્તા, સોમેશ્વર, ચૌલુક્ય વંશપરંપરાને પુરોહિત હતો તેણે સુરત્સવ કાવ્ય રચ્યું છે તેમાં બીજા ભીમદેવના સમયમાં થઈ ગયેલી રાજ્યની અવસ્થાની લાગણી તેને થવાથી આ કાવ્ય તેણે રચ્યું હોય એમ સમજાય છે. સુરથના અમાત્યો, તેના શત્રુઓની સાથે મળી જવાથી તેનું રાજ્ય જતું રહ્યું, એટલે તે, અરણ્યમાં જઈને વયે છે ત્યાં તેને એક મુનિનો સમાગમ થતાં, તે મુનિ તેને ભવાનીની આરાધના કરવાની સલાહ આપતાં ચંડીપાઠ અથવા સપ્તશતીમાં જે પરાક્રમ વર્ણવેલું છે તે કહી સંભભળાવે છે એટલે સુરથ તપશ્ચર્યા કરે છે તેથી ભવાની પ્રસન્ન થાય છે અને તેને તેનું રાજ્ય પાછું મળશે એવો આશીર્વાદ આપે છે તેવામાં તેના જે સ્વામિભક્ત માણસ હતા તેઓ તેના કૃત અધિકારિયો આદિને નાશ કરીને સુરથને ખોળવા નીકળે છે, અને તે હાથ લાગતાં, તેને મહેટી ધામધુમથી તેની રાજધાનીમાં પાછા આણને તેની રાજ્ય ઉપર સ્થાપના કરે છે.
સુરથ પ્રમાણે બીજા ભીમદેવની સ્થિતિ થઈ છે. તેને તેના અમાત્યો અને માંડલિક રાજાઓએ બહુ પજવણુ કરી છે. જયંતસિંહ અણહિલવા ડનો કબજે કરી બેઠે, પણ છેવટે તેને ખસેડવામાં આવ્યો, અને ભીમદેવની સત્તા પાછી ચાલતી રહી.
કુમારપાળના પ્રકરણમાં આપણું જોવામાં આવ્યું કે, તેની માશીને પુત્ર અર્ણરાજ જે વાઘેલમાં મંડલિક રાજા તરીકે રહીને કુમારપાળને રાજભક્ત થઈ રહ્યો હતો તેને પુત્ર લવણપ્રસાદ પરાક્રમી નીવડશે એવું ભવિષ્ય કથવામાં આવ્યું હતું તે લવણપ્રસાદ ભીમદેવની પાસે રાજ્યકારભારમાં સારે ભાગ લેતા હતા. ધોળકા, ધંધુકા આદિ પ્રદેશ તેના મંડળમાં જેડાયો હતો અને તેના પુત્ર વીરધવળે પણ પિતાના પિતાની પડખે રહીને જે ભાગમાં અવ્યવસ્થા ચાલતી હતી તે ભાગમાં વ્યવસ્થા સ્થાપી દીધી હતી. ગુર્જરધરાની રાજયલર્મિયે ભીમદેવને સ્વમમાં દેખા દઈને વિરધવલને પિતાને યુવરાજ સ્થાપવાની સૂચના આપેલી હતી. આ સમયમાં લવણુપ્રસાદ અને વરધવલનું પૂર્ણ ચલણ થઈ ગયેલું જોવામાં આવે છે તેના સમયના છેલ્લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com