________________
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૦૩ અજયપાળને નેહાને ભાઈ બીજે ભીમદેવ વળી ભોળો ભીમ કહે
કુરાનમાં લખ્યા પ્રમાણે, સંકરાના લોકો પોતાના દેશને અર્થે લડ્યા છે, તેથી તેમને કેટલાક લખનારાએ ગાજી ગણ્યા છે. તેમ છતાં, તેઓએ જ્યારે કજિયો ઉભો કરીને બંડ મચાવ્યું ત્યારે રાજનીતિને અનુસરીને શાહબુદ્દીનને આ પ્રમાણે કરવું પડ્યું.
ઉપરનું બંડ બેસાડી દીધા પછી (હિ. સ. ૫૭૪ ઈ. સ. ૧૧૭૮) તે ઉચ્ચ અને મુલ્તાન થઈને થરપારકરની વાટેથી અણહિલવાડ (નરવાલ) ચડી આવ્યા. તે વેળાએ ત્યાંને રાજા ભીમદેવ બાળક હતે. (તબકતીનાસરી). ફરિતા લખે છે કે, રાજા ભીમદેવ જે ભીમદેવના વંશને તે તેની પાસે ગજરાતની હકુમત હતી. (આ લડાઈ સન ૧૧૭૮માં થઈ છે, અને એ વખતે બાળ મૂળરાજ ગુજરાતને રાજા હતો. તેથી તેની કુમકે રહીને ભીમદેવે તેનું રાજ્ય નીભાવેલું જણાય છે. અને તે મરણ પામ્યા પછી ઈ. સ. ૧૧૭૯માં તે પંડે ગાદિયે બેઠેલો જણાય છે.) તેણે સુલતાનને છેક હરાવી દીધું. ઘણું મુસલમાન માલ્યા ગયા. અને તે ઘણું મુશ્કેલીથી પાછો ગજની ગયે. અને હિ. સ. પ૭૫માં પેશાવર ગયો. ખુલાસે તવારીખને લખનાર આ બનાવ હિ. સ. ૧૭૭માં બન્યાનું લખે છે. અને તે પણ જણાવે છે કે ગુજરાત લેવાને ઇરાદો કરીને મુલ્તાન અને ઉચ્ચ થઈને થરપારકરની વાટે તે આવ્યો તેની સામે ભીમે લશ્કર તૈયાર કરીને મહેટી લડાઈ કરી. આ વેળાએ સુલતાનનું લશ્કર છેટેથી આવેલું અને રસ્તાની તકલીફ ભેગવેલી તથા પાણી અને અનાજની તંગી વેઠેલી અને આ તરફ ભીમદેવનું લશ્કર તાજું અને બેપરવાહ હોવાથી સુલતાનના લશ્કરને તલવારે અને નેજાની અણીથી તથા બંદુકની ગળિયાના ઘાથી જખમી કરી નાંખ્યું, અને રાજા ભીમદેવ અચાનક જિત પામ્યો. સુલતાનનાં ઘણું માણસો તરવારના ઘાથી મરાયાં અને પોતે નાશીને નાના પ્રકારનાં સંકટ વેઠી ગજની તરફ પાછો વળી ગયો.
જ્યારે સુલતાન મહમૂદ ગજનવી દેવપટ્ટણ ઉપર ચડી આવ્યું હતું ત્યારે જાનાગઢનો , રાજા મંડલિક જે પિતાના ધર્મને રક્ષણહાર હતું તે અણહિલવાડના ૧ લા ભીમની સાથે તેની પેઠે લાગ્યો હતો. એમ સેરઠી તવારીખ લખનાર રણછોડજી દીવાને જે હકીકત લખી છે તે આ મહમદ શામ(શાહબુદ્દીન શેરી)ના વખતને લાગુ પડે છે એમ સર બેલી પોતાના ગુજરાતના ઈતિહાસમાં લખે છે. અમને પણ એમ લાગે છે કે તે વેળાએ અણહિલપુરને રાજા ભીમ (૧લે ભીમ) હતો અને આ વેળાએ પણ ભીમદેવ (બીજે ભીમ) રાજા હોવાથી નામના સરખાપણુને લીધે રણછોડજી દીવાને મહમદગેરીની વાત મહમૂદ ગજનવીને લાગુ કરી દીધી હોય. રણછોડજી દીવાન લખે છે કે
મુસલમાની પછવાડે હિન્દુઓ વિજળીના જેવો ચમકાટ અને ચપળતા રાખીને અને વાયુના જેવો વેગ ધારણ કરી બુઢિયા વાનરેની પેઠે ફૂટકારા મારી અને બાળમૃગેની પેઠે ફાળ ભરી મુસલમાની પાછળ દેડી પકડી પાડ્યા; તેમાંના કેટલાએકને હિન્દુઓની કટારેથી મારી પાડ્યા. અને કેટલાએકને રજપૂતાની ગદાના પ્રહારવડે ભોંય ઉપર સૂવાડી દીધા. અને રાજાના ભાગ્યનો સૂર્ય ઉચ્ચ સ્થિતિ પેહોયે; એટલે શાહ મહમદ બીકને
મારો છટકી ગયા. અને પિતાને જીવ બચાવ્યો. પણ તેને લશ્કરમાંનાં ઘણું સ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com