________________
અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૧ પૃથ્વી ઉપર અગ્નિના ભડકા સરખો થઈને આવ્યો; પ્રતિષ્ઠાની ઘાટીમાં બન્ને જણું સપડાઈ ગયા, અને જેમ બે ઉન્મત્ત સાંઢ લડે તેમ બન્ને જણ લડ્યા. તેઓએ હાથિયોને મારી પાડ્યા, તે કાળા પર્વતમાંથી જેમ લેહીનાં હેળિયાં વહેતાં હોય એવા દીસવા લાગ્યા. દેવ અને દૈત્ય તથા પાતાલના નાગ તેઓને જોઈને આનંદ પામવા લાગ્યા. અને આકાશમાંથી ફૂલને વર્ષાદ વરસવા લાગ્યો.
ડાબી બાજુએ ધળા હાથી ઉપર બેશીને બલિભદ્ર લડવા લાગ્યો, તેના ઘેડા પણ ધેળા હતા, ઘટમાળા અને ઘટના નાદ ભારે થતા હતા.
સોમેશ્વર જાતે આગળ ધપ્યો; અને જ્યારે મુચકુન્દ પિતાની ઊંધમાંથી જાગી ઉઠ્યો ત્યારે તેની જેવી આંખો થઈ હતી તેવી આંખે થયેલી એવો ગુજરાતને ધણું તેણે જોયે. બહસ્પતિ અને શુક્રની લડાઈમાં મંત્ર ઉછળતા હોય તેમ બન્ને રાજાઓની વચ્ચે બાણ ઊડવા લાગ્યાં. દેશના રક્ષક બન્ને રાજા હતા; બન્ને છત્રપતિ હતા; બન્નેએ કવચ ધારણ કરેલાં હતાં; બન્નેના. મુખ આગળ રાજડંકા થતા હતા; બન્ને ઘણા પદવાન્ હતા; બન્ને જણું. હિન્દુઓનાં સીમાચિહ્નરૂપ હતા; અને બન્ને જણા ક્ષત્રિય પુત્રો હતા. જેમાસાની
૧ કણે કંસને મારી નાંખ્યો ત્યારે કેસને સસરે જરાસંધ કરીને હતે તેણે કણને મથુરાંમાંથી કહાડી મૂકવાને ઘણું પ્રયત્ન કર્યો પણ તેમાં તેનું કાંઈ વળ્યું નહિ, ત્યારે તે પોતાની સાથે કાળયવનને લઈ આવ્યો. તેણે કરણને નસાડ્યા અને તે સેરઠ મહેલા ગિરનાર ઉપર નાશી ગયા ત્યાં તેમની પછવાડે ધા. ત્યાં મુચકુન્દ રાજા ઊંઘતો હતો. તેણે ષિઓને સારૂ અસાધારણ પ્રયત્ન કરીને તેઓને પ્રસન્ન કરયા હતા. પછી વિશ્રામ લેવાને તે સતે હસે તેને હષિઓએ એવું વરદાન આપ્યું હતું કે તારી ઊંધમાંથી કઈ તને ખલેલ પહોંચાડીને જગાડશે નહિ. જે જગાડશે તે તે તારી આંખની જવાળાથી બળીને ખાખ થઈ જશે. કણે ત્યાં આવીને સુચકુન્દના શરીર ઉપર પીતામ્બર ઓરડ્યું. પછી કાળયવન ત્યાં આવ્યો તેણે પેલા સૂતેલા રાજાને કોણ જાણે એક લાત મારી અને તેના શરીર ઉપર પીતામ્બર ખેંચી લીધું; તેથી મુકુન્દ જાગી ઉઠળ્યો અને આંખ ઉઘાડીને કાળયવનના સામું જોયું કે તે બળીને ભરમાં થઈ ગયા. ત્યાર પછી કૃષ્ણ મુચકુન્દને એવું વરદાન આપ્યું કે તું ફરીને એક વાર જન્મ ધારણ કરીને મારી સારી સેવા બજાવીશ, અને પછી તું મુક્ત થઈશ. પ્રેમસાગરના બાવનમા અધ્યાયમાં આ વાત છે. ગુજરાતમાં એમ માનવામાં આવે છે કે જુનાગઢમાં નરસિંહ મહેતો કવિ થઈ ગયો તે જ એ મુચકુન્દને અવતાર. નરસિંહ હેતે વડનગરે નાગર હતો. અને મહાદેવની ભક્તિ છોડીને શ્રીકૃષ્ણની ભક્તિ કરનાર તે એ સત્તાવાન નાતને પ્રથમ પુરૂષ જ હતો. એને માટે એને ઘણું દુ:ખ સેસવા પડ્યાં છે. તે પાંચસે વર્ષ ઉપર થઈ ગયે કહેવાય છે અને તેની કવિતા ગુજરાતી ભાષામાં ઘણી લોકપ્રિય થઈ પડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com