________________
રાસમાળા
દિલ્હીના રાજપ્રતિનિધિ (સુબા) ચામુંડરાજની સહાયતાથી તેણે મુસલમાની પૂરેપૂરી હાર કરી. ત્યાર પછી બે વર્ષે (ઇ. સ. ૧૧૯૩), ફરીને લડાઈ થઈ તે વેળાએ દેવે હાથબદલે કર્યો. બન્ને સેના સરસ્વતીના કિનારા ઉપર મળી અને ઘણી વાર સુધી લડાઈ ચાલી તેમાં શત્રુની કુશળ વ્યુહરચનાથી રજપૂત ટક્કર ઝીલી શકે નહિ એવા થઈ ગયા હતા તેવામાં, સૂર્ય અસ્ત પામવા આવ્યો તે વેળાએ, બાર હજાર વીણું કુહાડેલા કવચધારી અશ્વારે સહિત મહમ્મદ ગોરિયે જાતે હલ્લે કર્યો તેથી હિન્દુની સેનાને કચ્ચરઘાણ વળી ગયે. ચામુંડ મરાયો, અને ચૌહાણુની વિશાળ સેના “એક વાર ડગમગી એટલે હેટી ઈમારતની પેઠે, એકદમ ધસી પડીને પિતાના જ ખંડેરમાં સમાઈ ગઈ.” શુરવીર પૃથ્વીરાજને પકડી પાડીને ત્યાં જ પૂરો કર્યો. પછી મહમૂદ ગેરી જાતે અજમેર ગયા અને ત્યાં ઘાતકી રીતે કર્લ કરવાનું કામ ચલાવ્યું, ત્યાર પછી ગજનવી પાછાં જતાં રસ્તામાં દેશ લુંટતે અને નાશ કરતે ચાલ્યો. હિન્દુસ્થાનમાં પિતાના પ્રતિનિધિ તરીકે મલેક કુતુબુદ્દીનને પછવાડે મૂકતો ગયો, તેણે મિરતને કિલ્લે અને ગિનિપુર રાજનગર એ બે લઈ લીધાં. પછી જતે દિવસે પિતાના ધણુના મરણ પછી ગાદી ઉપર બેશીને દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કરી.
બીજે વર્ષે (ઈ. સ. ૧૧૯૪માં) મહમૂદ ગેરિયે હિન્દુસ્થાનમાં પાછાં આવીને યમુના નદીના કિનારા ઉપર જયચંદને હરાવીને કનેજ અને કાશી લીધાં; અને ત્યાંનાં એક હજાર દેવાલયોમાંથી મૂર્તિઓ ભાગી નાંખીને નિમાજ પડવાની મજીદ કરી દીધી. રાઠોડ રાજાએ, હિન્દુને પસંદ પડે એવું, પવિત્ર નદીમાં બૂડી જઈને, મરણ પ્રાપ્ત કરી લીધું. અભુત કનેજ શહેર હિન્દુએનું કહેવાતું બંધ થઈ ગયું, પણ તેમાં ચાલતાં ઘણું વર્ષ થયાં નહિ એટલામાં તે દુર્દેવ થયેલા રાજાના પત્રાએ રાઠેડને વાવટે તેના ઉપર ફરીને ચડાવ્યો અને ત્યાર પછી ત્યાંથી લઈ જઈને મરૂ દેશમાં જોધપુરના કિલ્લા ઉપર રે. ત્યાં તેણે નિર્ભયપણે કુતુબુદ્દીનના રાજ્યને નાશ થતે જોયે. | મુસલમાનના હલ્લાને પ્રહાર ખમવાને હવે ગુજરાતનો વારો આવ્યો. “ઈ. સ. ૧૧૮૪ માં કુતુબુદ્દીન પિતાનું લશકર લઈને ગુજરાત પ્રાન્તની
રાજધાની નેહરવાલા (અણહિલવાડ) ઉપર ચડ્યો, તેમાં ભીમદેવને હરા“વીને પિતાના ધણીને પ્રથમ તેણે વીતાડયું હતું તેનું પૂરેપૂરું વૈર લીધું. તે
૧ રાજી અને સંતરામ; જુઓ પૃષ્ઠ ૭૨ ની ટીપ ર. ઉ.
૨ ધપુરનો કિલ્લો તે પછીથી બંધાય છે, પણ એ વંશની હાલ રાધાની જોધપુર હોવાથી એમ લખાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com