________________
૩૨
રાસમાળા
પેાતાનાં નેત્ર ઉઘાડ્યાં. અપ્સરાએ જોવાને આગળ ધસી આવી; વિજયી પૃથ્વીરાજના ઉપર સ્વર્ગમાંથી પુષ્પને વર્ષીદ થયે! અને ભીમદેવ વિમાનમાં બેસીને દેવલાકમાં ગયા.
આનંદ ભરમાં પાંચે વાદિત્રના નાદ થવા લાગ્યા; ભાટચારણ પૃથ્વીરાજનાં વખાણુ ગાવા લાગ્યા; તેને રાષ ઉતરી ગયે!; તેણે ધાયલ થયેલાને ઉચકાવ્યા. એ પ્રમાણે પૃથ્વીરાજે પાતાના પિતાનું વૈર લીધું. રાત્રિ પડી; અને તે જ જગ્યાએ ચેાદ્ધા વાસેા રહ્યા. છ સામંતે બહુ સખ્ત ધવાયા હતા તેઓની સારવાર કરી. સવાર થઈ કમળ ખીલવા લાગ્યાં; સૂર્યોદયથી ચન્દ્ર અને તારા ઝાંખા પડવા લાગ્યા; દેવાલયના દરવાજા ઉઘડ્યા; ચેર, ચકાર અને કુટિલ ચતુરા તેમની મેળે સંતાઈ પેઠાં. પૂજાના સ્થાનમાં શેખ નાદ થવા લાગ્યા. પુથિકા પંથે ચાલવા લાગ્યા; સર્વ ઝાડ ઉપર પક્ષિયા કલાલ કરવા લાગ્યાં. સામંતા પૃથ્વીરાજને પાયે પડ્યા; ધણા એક યેહાએ દેવલાક પામ્યા; ભીમ રાજા મારથો ગયા; પૃથ્વીરાજની કીર્ત્તિ પ્રસરી; ભૂમિભાર એક્રેા થયે!; પંદરસે ધાડા માડ્યા ગયા; પાંચસે હાથી, અને પાંચ હજાર પાળા પડ્યા.
ચંદ્ર બારેટ પૃથ્વીરાજનાં અને સુભટેનાં વખાણુ ગાવા લાગ્યા કે: “આ જીવતર સ્વપ્રવત્ છે; જે નજરે દેખિયે છિયે તેના નાશ થવાને છે; માટે જે સામંત પેાતાના ધણીને સ્વામિભક્ત છે તેને ધન્ય છે; અને “જે કવેળાએ સ્વર્ગને આપનારા પંથ લે છે તેને પણ ધન્ય છે.”
પૃથ્વીરાજે જયપત્ર લખાવ્યું અને પછી પાતે દિલ્હી ભણી ચાલતે થયેા; સાંજની વેળાએ પેાતાના યાદ્દા સહિત તે નગરમાં પે. એ પ્રમાણે તેણે પેાતાના પિતાનું વૈર લીધું.
ઉપર પ્રમાણે ચંદ મારેટ વષઁન લખે છે. પણ બીજા ઇતિહાસ ઉપરથી જણાય છે કે મુસલમાનેાની સાથે લડતાં પૃથ્વીરાજ ચૌહાણુની હાર થને તે માર્યો ગયા ત્યારે ભીમ જીવતા હતા તથા ત્યાર પછી તેના જિતનારા મુસલમાનની સાથે લડતાં તેને પણ પૃથ્વીરાજના જેવા જ પરિણામ થયા હતા.
મા
મહમ્મદ શાહમુદ્દીન ગારિયે ગૂજરાત લેવાને મિથ્યા પ્રયત્ન કર્યો ત્યાર પછી આઠ વર્ષે (૪૦ સ૦ ૧૧૮ માં), દગાથી પાતે લાહેારના ધણી થઈ પડ્યો, અને સુલતાન ખુશરૂ મલેકને તથા કુટુંબને કેદ કરીને જ્યુરજીસ્તાન માકલી દીધાં. પછી કેટલાક દિવસ વિત્યે તે સર્વને મારી નાંખ્યા એટલે મહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com