________________
૩૨૬
રાસમાળા
બાણ આકાશમાં ઉડી રહ્યાં. બંને બાજુએથી અશ્વારની અડમાડા થઈ ગઈ, અને સામસામે તરવાર ચાલી.
ભીમે પિતાની સેનાની એવી વ્યુહરચના કરી હતી કે, તે ભેદીને શત્રુનાથી નગર જઈ પહોંચાય નહિ; તેમ જ ચૌહાણની હાર પણ તૂટે એવી નહતી. યુદ્ધ ચાલ્યું; કેટલાકના સાથી ભેંચા નીકળી ગયા; કેટલાકનાં તરવારથી ડગલાં નીકળી ગયાં, “મારે! મારે!” ના પિકાર ચાલી રહ્યા; કેટલાક માની પેઠે બાથમબાથા આવી પડ્યા; કેટલાકના શરીરમાં થઈને બાણ આરપાર નીકળી ચાલ્યાં. શિવ અને કાળી આનંદ પામ્યાં; કાળિયે લોહીલોહાણ થયેલાએનું લોહી પીધું; અને શિવે રૂંઢમાળામાં માથાં પરાવવા માંડ્યાં. ઉચ્છિષ્ટ માંસને બદલે ગિદ્ધ પક્ષિયો મનુષ્યમાં તેડી ખાવા લાગ્યા; જેમ મહેટા નગરના ધેરી માર્ગ ભીડથી ખીચોખીચ ભરાઈ જાય છે તેમ સ્વર્ગને માર્ગ ત્યાં જનારાઓથી ખીચખીચ થઈ રહ્યો. દ્ધાઓ લૂંટ કરી દેવું આપી રણમુક્ત થયા,
મેઘમાંથી જેમ વિજળી ઝબુકે તેમ કન્હની તરવાર ઝબુકા લઈ રહી. એક બાજુએ કન્હ ચૌહાણ અને બીજી બાજુએ સારંગ મકવાણો બંને જણે ખરા શરવીર સિંહની પેઠે લડ્યા. તેઓએ તરવારે ચલાવિયે. સારંગે રણ વાળ્યું અને કહની જિત થઈ. હાથીની પેઠે ગર્જના કરી રહેલા શુરવીરેની વચમાં મકવાણુ રાજા પડ્યો. પૃથ્વીરાજના સુભટએ કિકિયારી કરી; શત્રુ તેથી ત્રાસી ગયા; ગિ તપશ્ચર્યા કરીને થાકી જાય છે ત્યારે તેઓને જે સ્થાન મળે છે તે સ્થાન એક ક્ષણ વારમાં શરવીરોએ મેળવ્યું. જેમ પરછાયાની દરકાર કરવામાં આવતી નથી તેમ માલમતાને તુચ્છ ગણુને તેઓ લડાઈમાં તૂટી પડ્યા. તેઓએ ખરેખરી તરવાર ચલાવી; અને એક બીજાના ઉપર આવી ગયા. તેઓ એક મુક્તિ જ ઈચ્છતા હતા; જીવતરને માત્ર સ્વમવત સમજતા હતા. “આજ રાત્રે આપણે મરવું, કાલે સવારે શું નીપજશે તેની કોને ખબર છે ?” પવનથી આગ પ્રસરે તેમ જુસ્સાથી લડાઈ ચાલી.
યોદ્ધાઓએ જાણ્યું કે આપણું કીર્તિ રહેશે; તરવારની ધારથી કપાઈ જતું શરીર રૂપી પાંજરું હવે આત્મારૂપી હંસને ફરીને પૂરી મૂકનારું નથી. જયારે હંસ ઊડી જશે ત્યારે પાંજરું કશા કામનું નથી. લડાઈ અતિશય જુસ્સાથી ચાલી. માણસનાં મસ્તક ઉપર તરવાર ચાલવા લાગી. કેટલાંક કવચ અને કેટલાંક પલાણ કપાઈ ગયાં. ભીરૂઓને ઘા વાગતાં તેઓ અરે! અરે! ના પિકાર મારવા લાગ્યા; પણ તેઓની બૂમે નોબતના નાદ આગળ દબાઈ જતી હતી. પૃથ્વીરાજ શાબાશ! શાબાશ! કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com