________________
અજયપાળ-આળ મૂળરાજ-બીજ ભીમદેવ ૩૨૭ પિતાના યોદ્ધાઓને ઉત્તેજન આપવા લાગ્યો. સાભ્રમતી નદી ગૂજરાતમાં
હે છે તે બે કાંઠે લોહીથી વહેવા લાગી. અને તેના પ્રવાહમાં હાથિયો, ઘેડા, ને માણસ તણુવા લાગ્યાં. ફરીને વળી લડાઈનાં વાદિત્ર વાગવા લાગ્યાં; અર્ધા પ્રહર સુધી તુમુલ યુદ્ધ મચ્યું; હવામાં ભમરાની પેઠે બાણ હમહમાટ કરવા લાગ્યા; ચૌહાણના ઘણું દ્ધા મરાયા; ચાલુક્યની ઘણી હારે હાથિયેની પેઠે રણમાં પડી.
આ પ્રમાણે પૃથ્વીરાજે પોતાના પિતાનું વેર વાળ્યું. દેવે હાથમાં પ્યાલા લઈને મંત્ર ભણ્યા; હિસ્ત્ર પ્રાણિયોએ તેમની ભૂખ તૃપ્ત કરી; યોદ્ધાઓનાં શરીર લાલચોળ પુષ્પવાનું ઝાડના વન જેવા દેખાવા લાગ્યાં. પૃથ્વીરાજે કાપીને પિતાને ઘેડે મારી મૂક; તેની ખરીની પડઘીથી પૃથ્વી ધ્રુજવા લાગી, જેમ પીપળાનાં પાંદડાં પવનથી દૂજી જાય તેમ શત્રુની હાર ડગમગવા લાગી; બાણથી આકાશ એવું તે છવાઈ ગયું કે પક્ષિયોને ઉડવાને પણ માર્ગ મળવા માંડ્યો નહિ; ભયંકર યુદ્ધ મચ્યું. યોદ્ધાએના એક બીજા ઉપર ઘા પડવા લાગ્યા, તે જાણે લહારની એરણ ઉપર ઘાણ પડતા હોય એમ દીસવા લાગ્યું; આ યુદ્ધમાં જે સામત પડ્યા તે જ જીવ્યા. છેવટે ચાલુક્યની સેના સ્વર્ગમાં જવાને માર્ગ છેડીને પાછી નાહી. દેવ અને દાનવો બોલી ઉઠ્યાઃ “જે ક્ષત્રિય સૂર્યને માર્ગ ભેદીને સ્વર્ગમાં પ્રવેશ કરે છે તેને ધન્ય છે.” ઘેડા ખોંખારવા લાગ્યા, તરવારે ખડખડવા લાગી; સુભટો રાજાના સેગન દઈને એક બીજાને શર ચડાવા લાગ્યા. વામને જ્યારે ત્રણ ડગલાં ભર્યાં ત્યારે એક જગત જિત્યા, પણ યોદ્ધાઓ માત્ર એક જ ડગલું આગળ ભરવાથી ત્રણે જગતમાં વીરેની સાથે સદ્ર જેમ રમે છે તેમ તેઓ નાચવા લાગ્યા. જેમ ચાલુક્યની સેનાની હાર ફૂટવા લાગી તેમ ચૌહાણની હાર બળિષ્ટ થવા લાગી; ઘણુએક દ્ધા ઘવાઈને પડ્યા ખરા, તથાપિ ધ્રુવના તારાની પેઠે સેના અચળ થઈ રહી. જેમ ઘડી ઠોકવાની ઝાલર ઉપર મગરીને માર પડે તેમ તેમના ઉપર ઘાને વર્ષાદ વરસી રહ્યો, તથાપિ તેમની હારે ડગમગી નહિ તે જોઈ ચૌહાણ બોલી ઉડ્યો કે આજે હું મારી ઇચ્છા પૂર્ણ કરીશ, અને ગૂજરાતની ધરતીને રંડાપ આપીશ. ભીમને તેણે કહ્યું: “હવે તું બચવાને નથી; સ્વર્ગમાં જ્યાં
સેમ બેઠે છે ત્યાં હું આજે તને મોકલીશ.” કહે પોતાના રાજાની પછવાડે રહીને તેને હિમત આપી. સામ્મર રાજાએ ભીમના ઉપર ઘા કર્યા; જ્યાં પુનર્જન્મનું બંધન હતું તેના ઉપર તરવાર ફરી વળી. સ્વર્ગમાં દેવતા જયજયના પોકાર કરી રહ્યા. ભીમદેવ પડ્યો. જેવો ધપકારો થયો કે શંભુએ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat