________________
અજયપાળ-બાળ મૂળરાજ-ખીજો ભીમદેવ
૩૨૧
નેખત વગડાવી. તે નગર બ્હાર સેના લઈ ચાલ્યા; અને જ્યાં વિશાળ
ઝાડ હતાં અને બળવાન જગ્યા હતી ત્યાં મેલાણુ કહ્યું.
દેવદૈત્યાએ જયજયના નાદ કા ! સવાર થઈ એટલે સામ્બરમાં સર્વે દિશાએથી સેના આવી એકઠી મળી, અને ચૌહાણની ચોગરદમ આવીને પડી. લડાઈનાં ગીત ગવાવા લાગ્યાં; પાંચ પ્રકારનાં વાદિત્રના નાદ થવા લાગ્યા. પૃથ્વીરાજ સેના લઇને ગૂજરાતને નાશ કર્વા ચઢયો. ભીમના હેરકાએ જઈને તેને સમાચાર કહ્યા કે યુદ્ઘશીલ ચૌહાણ ચેાસઠ હજાર યેાહા લઇને ચઢયા છે, અને સમુદ્રનાં મેાજાંની પેઠે એની સેના ધસતી આવે છે. વળી પૃથ્વીરાજે જે બાધા રાખેલી તથા કન્હા તથા ગાવિંદરાયે મહાદેવના ઉપર જળ મૂકીને પ્રતિજ્ઞા લીધી હતી તે સર્વે સમાચાર નિવેદન કન્યા અને મેલ્યા: “ અહા મહારાજ ! આપણે પણ ત્યારે “એએને તરવારથી મળવાને તૈયારી કરવા માંડિયે’’
ભીમ ઘણા ક્રોધાયમાન થયેા, તેનું અંગ થી કંપવા લાગ્યું, તેની આંખા લાલચેાળ ગઈ થઈ, અને તેણે રાજમંત્રિયાને મેાલાવીને લડાઈને માટે તૈયાર થવાની આજ્ઞા આપી. પ્રગણે પ્રગણે આજ્ઞા હેાંચી. ઘણા રાજાએ ચઢી આવ્યા; બે હજાર માણસ તેજી ઘેાડા ઉપર ચઢીને ધનુષ્યબાણુ અને શસ્ત્રઅસ્ત્ર સજીને આવ્યા; કચ્છમાંથી ત્રણ હજાર અશ્વાર પાખરિયા ધાડાથી આવ્યા; સારઠમાંથી પંદરસ આવ્યા; કદિ નિશાન ચૂકે નહિ એવા કાકરેજથી કાળી આવ્યા. સદા યુદ્ધના ઉત્સુક અને કદિ લડાઈમાં પીઠ દે નહિ એવા આલાવાડથી ઝાલા આવ્યા; જેનું ચડવું સાંભળીને આખા દેશ નાશી જાય એવે કાવાને નાયક મુચકુંદ પણ આવ્યા; રાત્રિદિવસ જેના શત્રુને જંપ વળે નહિ એવા કાઠિયાવાડનેા કાઠી રાજા આવ્યા; ખીજાં પ્રગણાંમાંથી ન્હાની મ્હાટી અગણિત ગુજરાતની સેના એકઠી થઈ.
સામ્ભરના હેરકે પૃથ્વીરાજને કહ્યું: “સમુદ્રની પેઠે ગર્જના કરતી “ચાલુક્યની સેના તૈયાર થઈ છે. ગણી શકાય નહિ એટલા એક લાખ લડવૈયા ‘છે; એક હજાર હાથી છે, તે હું મારી નજરે જોઇને આવ્યા.” તે સાંભળી પૃથ્વીરાજ ખેલ્યે: “જો ભીમ લડાઈમાં મારા સામેા આવે છે તે ઉન્હાળામાં વાયુના આશ્રયથી વન ખાળી મૂકે છે તેમ હું તેને અને તેના વંશના નાશ કરીશ અને હું ભીમને ચીરી નાંખીને તેનાં આંતરડાંમાંથી મારા પિતાને “ કાહાડી લઈશ. જો એમ કરૂં તેા જ મારૂં નામ પૃથ્વીરાજ ખરૂં.”
* પુચ્છના જામ રાયધણજિયે આ લશ્કર મેલ્યું હતું. ૨. ઉ.
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com