________________
૩૨૦
રાસમાળા
પિંડદાન દેતી વેળાએ સોગન ખાધા છે કે, મારે મારા પિતાનું વૈર લેવું. “હ ભીમને કેદ કરીશ ત્યારે એની પાસે હું સંમેશ માગીશ; હું યોગિની “વીર, અને વૈતાલને આનંદ પામવા સરખું કરીશ.” એમ કહી પછી પૃથ્વીરાજ સૂત. સૂર્ય ઉદય થતાં યોદ્ધાઓ એકઠા થયા. રાજાએ કહ ચૌહાણને તેડાવ્યો; તે દરબારમાં આવી પહોંચ્યો એટલે સભા હાથ જોડી ઉભી થઈ કેમકે કહને “નરવ્યાઘ”નું પદ મળ્યું હતું. તે સાંકળેલા અને રાત્રદિવસ આંખે પાટે બાંધેલા વજશરીરના સિંહના જેવો હતો. પછી જામ યાદવ આબે, બલીભદ્ર આવ્ય; જેની સેવા ઘણું રાજા કરતા હતા એવો કરંભ દેવ પણ આવે; ચંદ પુંડીર આવ્યા; અતતાય ચૌહાણ, જે ભીમપાંડવના જેવો હતો તે આવ્યો; લડાઈની વેળાએ અગ્નિ જેવો લંગરીરાય આવે; પારકા દેશને વિજય કરી લેનાર ગેવિંદરાવ ગેલેત આવ્યા; ન્હાના મોટા સર્વે સામે આવ્યા, અને રાજસભામાં બેઠા. કૃપાળુ દુર્ગાદેવી જેને પ્રસન્ન હતી એ વરદાયી ચંદ પણ આવ્યા. પછી સર્વેને પૃથ્વીરાજ કહેવા લાગે “મારા પિતાનું વેર લેવું છે, માટે ચાલે; આપણે સેના તૈયાર કરે, ગુજરાતના “રાજા સાથે યુદ્ધ મચાવિયે અને ચાલુક્યનું મૂળ કહાડી નાંખિયે. સોમેશ્વરને “જિતને ભીમે પિતાના દહાડા પૂરા ભર્યા છે. સ્ત્રીના ગર્ભમાંથી શોધી “શેાધીને પણ મારે ચાલુક્ય વંશને નાશ કરે છે. ગમે તેવા ઘાડા અર“શ્યમાં તે ભરાઈ પેઠે હશે તે પણ તે મારે તેડી પાડવું છે. જે હું એ પ્રકારે ના “કરૂં તે બ્રાહ્મણોએ મારું નામ પૃથ્વીરાજ ખોટું પાડ્યું છે એમ જાણવું.” પૃથ્વીરાજનું કહેલું સર્વે સામંતએ માન્ય કર્યું અને “મુહૂર્ત જોઈને નીકળિયે
તે આપણું કામને જય થાય” એમ કહીને જેશી મહારાજને તેડું મોકલ્યું. મહારાજ આવ્યા, અને મુહૂર્ત જોઈને બોલ્યા “જે આ ચોઘડિયામાં “નીકળે તે નિઃસંશય જય થાય.” જગતિ જોશી, રાજાને હિંમત આપીને બોલ્યા: “આ ચેઘડિયું ઘણું જ શુભ છે; મહારાજને જય થશે, “અને વૈર વાળી શકાશે, એવું લગ્ન આવ્યું છે. આ પળે આપના મનમાં જે કરવાનું ઈછયું હશે તે પૂર્ણ થશે. શત્રુના ગ્રહ વાંકા છે, જે તે દેવ હેય તે પણ બચે નહિ. માટે ભીમને આપ બાંધશો અને ગુજરાત “જિતશો, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આ સારે યોગ છતાં, કાર્ય પૂર્ણ “થાય નહિ તે જોતિષ શાસ્ત્ર શીખવવાનું કામ મારે હવે પછી કદિ કરવું નહિ.” જગતિનું આવું બોલવું સાંભળીને પૃથ્વીરાજ બહુ રાજી થયો.
પૃથ્વીરાજે પોતાની સેના એકઠી કરી; અને નિશ્ચય કરેલ ચોઘડિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com