________________
અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૨૩ તેઓ પાટણ દેશને નાશ કરતા, પૃથ્વી ઉપર ખરતા તારા પડે તેમ, શત્રુ ઉપર તૂટી પડવા ચાલ્યા. સર્વ મળીને ચેસઠ હજાર ગણતરીમાં હતા; શેષ નાગ પણ તેના ભારથી અકળાઈ ગયે. પૃથ્વીરાજને ચંમર ઢળાતું હતું, રાજ છત્ર તેના સગા (કાકા) કન્યને માથે ધરાયું હતું; કહને વ્યુહરચક ઠરાવીને સેનાને અગ્ર ભાગે રાખ્યો; તેની પછવાડે પૃથ્વીરાજ જાતે રહ્યો; તેની પછવાડે નિર્ડર રાય રહ્યો; અને તેની પછવાડે પરમાર રહ્યા. જેમ જેશી જનેતરી ઉકેલતા આગળ જાય છે તેમ મેલાણે મેલાણ આગળ ચાલતા ગયા તેમ તેઓ તેમના જીવતરને ભાવ પછવાડે મૂક્તા ગયા. ચોહાણ શરવીર, જેના હાથ દેવના હાથ જેવા, અને જે શત્રુને ત્રાસ તે આગળ ચાલ્યા.
ભીમદેવના દેશમાં ભય વ્યાપી ગયો, અને જંગલ તથા ન્હાનાં ગામડાંમાંથી, શિકારનાં પક્ષિયો ટોળે મળીને ઊડી જાય તેમ લોક નાશી જવા લાગ્યા; ગરદ ઉડવાથી માર્ગ છવાઈ ગયા; નદીના પૂરની પેઠે સેના આગળ ચાલી; ઘડા ધીમે ધીમે ચાલતાં સારસ જેવા દીસવા લાગ્યા, અને દોડમાં ચલાવતાં હરિગુની પેઠે છલંગે મારતા ચાલ્યા; ભાલા, તરવાર, બરછિયો સૂર્યથી ઝગઝગવા લાગી. વર વાળવાને પ્રસંગ મેળવવા સારું પૃથ્વીરાજે ચંદ બારોટને ભીમની પાસે મોકલ્યો. ચંદ પિતાની સાથે જાળ, નીસરણું, કેદાળી, દી, અંકુશ અને ત્રિશલ લઈને ગુજરાતની રાજધાનીમાં જઈ પહોંચે. અને ભોળા ભીમના દરબારમાં ગયે; લેકે ચમત્કાર જેવાને એકઠા થયા. ચંદે ભીમને કહ્યું કે સાક્ષર રાજા આવી પહોંચ્યો છે. ત્યારે ભીમ બોલ્યા: ઓ ભાટ ! આ વસ્તુઓ તું શા માટે લાવ્યો છે તે ઝટપટ કહી દે.” ચંદે ઉત્તર આપ્યો કે, પૃથ્વીરાજ કહે છેઃ “જો તમે પાણીમાં પેસશે તે આ જાળ વતે તમને ઝાલીશું; આકાશમાં જશે તે આ નીસરણીથી; પાતાળમાં જશે તો કદાળીથી; અંધારામાં પેશી જશે તે
આ દીવાથી શોધી ઝાલીશું; આ અંકુશ વડે તમને વશ કરી લઈશું, ને “આ ત્રિશૂલ વતે તમને પૂરા કરીશું. જે જે દેશમાં સૂર્ય ઉગતો હશે તે તે દેશમાં તમે જશે તે તે તે દેશમાં પૃથ્વીરાજ તમારી પછવાડે પડશે.”
આવું સાંભળી ભીમ બેઃ ભીમ જે બહીવરાવે તેના ભૂકા કુહાડી નાંખ્યું અને યુદ્ધમાં જેનાથી સર્વ માણસ ડરી જાય એવો ભયંકર “છું માટે ચડ્યું ચડ્યું બેલ નહિ, પણ નમ્ર થા અને આગળ શું નીપજ્યું હતું તે દિવસ સંભાર.”
ચંદ બેલ્યો: “ઉંદર કદાપિ કોઈ વાર બિલાડી ઉપર જિત મેળવે ? ગીધ “પક્ષી કદાપિ પવિત્ર હંસના માથા ઉપર થનથનાટ કરે? હરિણુ કદાપિ લડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com