________________
૩૧૮
રાસમાળા
કાળી અને તેાાનની રાત્રિએ પર્વતા ઉપર દવ મળતા દેખાય છે તેમ રક્ષેત્ર દેખાતું હતું. રણવાત્રિ વડે મહાદેવ પોતાના ધ્યાનમાંથી જાગી ઉઠ્યા; અને નાચતા કૂદતા બહુ આનંદ પામીને પેાતાની રૂંઢમાળામાં માથાં પરાવાને તૈયાર થયા. નારદ પણ આનંદિત થયા. અપ્સરાએ પણ વિમાનમાં ખેશીને આકાશમાં એક બીજા સાથે કજિયા કરવા લાગી. યક્ષ અને ગાંધર્વ પણ આ ચમત્કારિક દેખાવ જોઈને ગાભરા બની ગયા, અને તેમણે જાણ્યું કે હવે દુનિયાના લય થવાની વેળા આવી. જે યેદ્દાએ આ રયાત્રામાં પડ્યા તે વૈકુંઠ પામ્યા. સામેશ્વર ચૌહાણ, ખરા યાદ્દો, રણસંગ્રામમાં પડ્યો. તેના સામતાએ જાણ્યું કે શૌર્યથી લડતાં, લેીલેાહાણુ થઇને તે ખરેખરા પડ્યો. અને તેની પછવાડે તેઆમાંના કેટલાક આ જગતમાંથી મુક્ત થવાને પડ્યા. ભારતમાં જેવું રણક્ષેત્ર થઈ પડયું હતું તેવું આ ધનધાર રણક્ષેત્ર થઈ પડયું. સામેશ, સામેશ પાસે જઈ પ્હોંચ્યા અને તેનું શરીર જે તત્ત્વાનું બન્યું હતું તે તત્ત્વામાંન્સી ગયું. ભીમે હાથ ચાલતા બંધ કયો. જયજયના અવાજ પૃથ્વી ઉપર ગાજી રહ્યા અને દેવતાએ હાય ! હાય !” ના પાકાર મારવા લાગ્યા, કેમકે સેામેશ્વરે સ્વર્ગે સંપાદન કરી લઈને તેઓને વિધ કર્યું. પૃથ્વીરાજે લડાઈના સમાચાર જાણ્યા; એટલે પેાતાની બાકી રહેલી સેના તેણે પાછી ખેાલાવી લીધી; પોતાના બાપને સારૂ તેણે સેાળ દીવા કલ્યા; બાર દિવસ અને રાત્રિ તે ભોંય સૂઈ રહ્યો; તે આખા દિવસમાં માત્ર એક જ વાર ખાધું ના ખાધું કરવા લાગ્યા; પેાતાની સ્ત્રિયેાના સંસર્ગથી દૂર રહેવા લાગ્યા. બ્રાહ્મણેાને દાનદક્ષિણા એવી આપી કે એના જેવી ખીજા કાએ તેના આખા જીવતરમાં થઈ ને આપી હાય અથવા હવે પછી તે આપે તેના કરતાં પણ વધી ગઈ. ઊંચી જાતના એઢા એરાડીને શિંગડાં તથા સેાનાના શૃંગાર પેહેરાવીને આઠ હજાર ગાયાનું દાન કર્યું. બાકીનાં સેાળ દાન પણ તેણે આપ્યાં. પછી પેાતાના બાપનું વૈર વાલ્યા વિના પાધડી બાંધવી નહિ એવા તેણે નિશ્ચય કરવો. ચાલુક્ય ભીમને મારીને એનાં આંતરડાંમાંથી “મારા પિતાને મ્હાડી લઈશ. જે પેાતાના પિતાનું વૈર વાળતા નથી તેને “ધિક્કાર છે,” એવું તે વારે વારે ખેાલવા લાગ્યા. ક્રોધે કરીને તેની આંખાર
૧ આ વગેરે ખીજી પાછળ ગયેલી કેટલીક વાતના ખુલાસા આ પુસ્તકની સમાપ્તિના પ્રકરણમાંથી મળરો.
૨ હિંગ જોનનું નાટક રોકસપિયરે રચ્યું છે તેના ૪ થા અંકના બીજા મવેરામાં લખ્યું છે કેઃ–વાર્ડ બિગાટ અને લાડ સાલિસબરી જેની આંખ। નવા મટેલા -અગ્નિના જેવી લાલચેાળ થઈ ગઈ હતી તેઓને મેં દીઠા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com