________________
૩૧૬
રાસમાળા
પતિની પછવાડે તૈયાર થાય તેમ તે તૈયાર થયો. કેપ રૂપ પૃથ્વીરાજને તેણે દિલ્હીમાં રાખે અને સામને પિતાની સાથે લીધા –ખીચીરાવપ્રસંગ, જામ યાદવ, દેવરાજ, શત્રુઓને સંહાર કરનાર ભાણ ભાટી, ઉદીગબાહુ, બલિભદ્ર; અને કયમાશ પણ સોમની સાથે ચઢયા. નાહી ધેઇને, ઇષ્ટદેવની માળા ફેરવી તથા પુણ્યદાન કરીને, સવારના અજવાળાથી કમળ જેમ વિકાસીને પ્રસન્ન દેખાય તેમ ઉઘાડે કમળનેત્રે પ્રસન્ન દીસત સેના ચલાવવાને તૈયાર થયે. (કન્હ) ચૌહાણુ પણ સાથે ચઢ્યો, અને જયસિંહદેવ જે લડાઈમાં પર્વતના જેવો અચળ હવે તે પણ સંગાથે ચાલ્યો. પૃથ્વી ડોલવા લાગી, શેષનાગ પણ ભારથી ગભરાવા લાગે. ચાલુક્ય પાસે આવી પહોંચ્યા એવા સમાચાર સામ્બર રાજાએ સાંભળ્યા; એટલે તેણે યુદ્ધનાં વારિત્ર વજડાવ્યાં. તેમની સેના અને શત્રુનાં હદય ભૂલાં થઈ ગયાં.
બન્ને સેના યુદ્ધમાં જોડાઈ–મ યુદ્ધનો ઉત્સુક હતું, અને ભીમ તો યુદ્ધમાં કદિ પાછો જ હો ન હતે. પવનથી જેમ નવાં તંબાકુનાં પાંદડાં ખડખડે તેમ યોદ્ધાની ઢાલ ખખડવા લાગી. કહે યુદ્ધને પ્રારંભ કર્યો; નાબતે ગડગડી; તરવારો ખડખડી; ભયંકર મારામારી ચાલી; ત્રણ પ્રહર સુધી કહ ઉપર બાણ અને બીજા અને વર્ષાદ વરસી રહ્યો. છેવટે ભીમની સેના પાછાં ડગલાં ભરીને નાઠી; એવું બળ કહે બતાવ્યું, અને તેની તરવાર વિજળીની પેઠે ઝબુકા લેઈ રહી. ખરા પણવાળાઓને તેણે પકડ્યા અને પવન જેમ ઝાડને પટકી પાડે છે તેમ તેઓને તેણે ભૂમિ ઉપર પટકી પાડ્યા; ઘણું ઘેડા, અશ્વાર વિનાના કરી નાંખ્યા; અને યમરાજના દૂતની ભૂખ મટાડીને લીમની સેના આછી કરી નાંખી. હાથમાં ખપ્પર લઈ આનંદથી નાચતી દેવિ ત્યાં આવી અને તેઓની નોબત ગડગડવા લાગી; અને માંસભક્ષણ કરનારાઓને આહાર મળવાથી તૃપ્તિ થઈ.
સેમેશ્વર ચૌહાણ અને ભીમે ભયંકર યુદ્ધ મચાવ્યું, પૃથ્વી ઉપર ત્રાસ વરતાઈ ગયો, અને જાણે પર્વતની સાથે પર્વત ટીચાતા હોય એમ દીસવા લાગ્યું, મડદા ઉપર મડદાં પડવા લાગ્યાં, લોહીની નદિયે રહેવા લાગી, અને પૃથ્વી જેમ વર્ષાદથી રસબસ થઈ જાય તેમ લોહીથી તર થઈ ગઈ યુદ્ધના મદથી ઉશ્કેરાઈને દ્ધાઓ સરસ પાણીવાળા શસ્ત્રાવડે લડવા લાગ્યા. પ્રાણની સાથે પ્રાણ મળી ગયા, એકે અપ્સરા વર વિનાની રહી નહિ. બન્ને પક્ષના ઘણુ ઘાયલ થયા, પણ કઈવે રણક્ષેત્ર છોડયું નહિ, અથવા પીઠ બતાવી નાઠું નહિયાદવ જામ જાણે હવણું પૃથ્વીને નાશ કરી નાંખશે, એમ પિતાના મિત્રની જમણી બાજુએ ગાજી ઉઠ્યો; તેના સામે ખેંગાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com