________________
અજયપાળ-બાળ મૂળરાજ-બીજો ભીમદેવ
૩૧૫.
“રે એવી ગુફાઓમાં ઉન્હાળામાં, શિયાળામાં, અને ચેામાસામાં મહા ઉગ્ર “તપ અને કષ્ટ કરવાથી તપસ્વી લેાકેાને મુક્તિ મળે છે તે જ મુક્તિ શૌર્યથી “એક ક્ષણમાં મળે છે.” આ પ્રમાણે ભીમે પેાતાના યેદ્દાઓને પાણી ચઢાવ્યું. અને એસ્થેાઃ–જેમ ચંદ્રની સાથે રાહુ લડે છે તેમ ચૌહાણની સાથે આપણે . યુદ્ધ મચાવીશું; જીવતરની આશા છેાડીને આપણે લડીશું તેા ધરતી હાથમાં “આવશે; સતી નિર્ભયપણે અક્ષત નાંખે છે તે પ્રમાણે જે પાતાના જીવ ઝોકાવે છે “તેને ધરતી મળે છે.” જેમ નદીમાં આવી મળનારાં વ્હેળિયાં આદિથી નદી ભરપૂર થાય છે, તેમ અહિં તહિથી સેના એકઠી કરી. યાદ્દાઓ તેમ જ હાથી અને ઘેાડા પણ તેમાં બહુ હતા; ધાડા તે જાણે પાંખા વડે ઉડતા હૈાયની એવા દીસવા લાગ્યા. હાથિયાની ચીસ તે જાણે પાણીના ધોંધાટ, અથવા, ચેામાસામાં પવનથી વાદળાં એકઠાં થવે ગર્જના થાય તેના જેવી હતી. સારા . યાદ્દાઓ આનંદભરેલા જણાતા હતા, અને સૂર્ય આથમતી વેળાએ સમુદ્ર રળિયામણેા દેખાય છે તેવા તે રળિયામણા દેખાતા હતા; તેએના મનમાં માલમતા કે ધર વિષેના વિચાર હતા જ નહિ, પણ બ્રહ્મના ઉપર તેઓનું લક્ષ લાગી રહ્યું હતું. ક્ષિતિજમાંથી જેમ વાદળ ચઢી આવે છે, તેમ ચારે બાજુએથી ભયંકર સેના ધશી આવવા લાગી. ભીમને માથે છત્ર ધારણ થયું, તે યુદ્ધના ઝરાનું પાણી પીવાને તરશ્યા થયા. ભયંકર દેખાવના ભીલે સેનાને માખરે થયા. તેઓ હાથમાં કામઠાં લઈને કાજળના જેવા કાળા દેખાતા ચાલ્યા. તેમની પછવાડે હાથિયાની હાર ચાલી, તેમની ચીસથી જંગલ અને પર્વત ગાજી રહ્યા, તેમ જ તેઓના ઘંટના નાદ થવા લાગ્યા, અને તેમની સાંકળાના ખણખણાટ થઈ રહ્યા, જેમ ડુંગરા તે ડુંગરા ચાલતા હાય તેમ તેઓ દીસવા લાગ્યા. રસ્તે ચાલતાં તેઓએ ઝાડ તેાડી પાડ્યાં, સારસની હારની પેઠે તેના દાંત ચકચકવા લાગ્યા, અને તેમના ચાલવાથી પૃથ્વી ધમધમી જવા લાગી. પછી ઢાલા બાંધીને પાળા કતારબંધ ચાલ્યા. યાહા જોઇને માણસાને શક ઉપજવા લાગ્યા કે આ દરિયા તે નથી ઉભરાઈ આવતે ! સ્વર્ગ, મૃત્યુ, અને પાતાળ કંપવા લાગ્યાં; આવેા સેનાના બખે દીસવા લાગ્યા.
સામેશ્વરના દેશમાં સૈના આવી પ્હોંચી, ત્યારે ત્યાંના રહેવાશયા ધરબાર છેાડીને નાશી ગયા; અને પછી દેશમાં લૂંટ ચાલી. પેાતાની પ્રજાને ભૂમાટેા સાંભળીને સેામ ધેડે ચઢ્યો, અને સતી જેમ પેાતાના
હિન્દુના પુરાણમાં એમ છે કે ચંદ્રને રાહુની સાથે લડવું પડે છે તેમાં રાહુ ચંદ્રને ગ્રહી લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
www.umaragyanbhandar.com