________________
અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ૩૧૯ લાલચોળ થઈ ગઈ અને તે ખરેખર કેપ્યો. તેણે વૈર લેવાની પોતાની ઈચ્છા પૂરી પાડવા સારૂ સેના તૈયાર કરી, પણ ગાદીને અભિષેક થયા પછી લડાઈ કરવા જવાને તેણે નિશ્ચય કર્યો. તેણે જે બ્રાહ્મણે રાજાઓની રીતભાત,ધર્મની રીતભાત, હેમહવનાદિ બીજી ક્રિયાઓના જાણ હતા, તથા બ્રહ્મની પડે, પાપ નિવારણ કરવાનું જાણતા હતા, તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણ હતા તેઓને બોલાવ્યા. સેમેશને માટે સારી રીતે પ્રાયશ્ચિત કરવાની અને બલિ આપવાની ભભકાભરેલી ક્રિયાઓ ચાલવા લાગી. બીજા દેશમાં જઇને લડાઈ કરવા જતાં જય પ્રાપ્ત થાય એટલા માટે રાજાએ દાન કર્યાં. આ આદર સહિત તેણે હજાર હજાર મહોરો અને હજાર હજાર રૂપિયા આપ્યા. નિગમબોધ આગળ જ્યાં યુધિષ્ઠિરને અભિષેક થયો હતો ત્યાં પૃથ્વીરાજને રાજ્યાભિષેક થયે. સ્ત્રિયો પવિત્ર ગીત ગાવા લાગી. તે મૃગાક્ષિોને ગળે ફૂલના હાર સહી રહ્યા હતા, તેઓનાં મુખ ચન્દ્રના જેવાં કાતિમાન હતાં, તેઓના અવાજ કેયલના જેવા હતા. “જય! જય! પૃથ્વીરાજ !” એવો અવાજ ગાજી રહ્યો. અને ઈન્દ્રને સ્વર્ગપુરીમાં અભિષેક થતો હોય એમ દીસવા લાગ્યું. ઈચ્છનીનું વસ્ત્ર તેના વસ્ત્ર સાથે ગઠાયું; તેઓ બન્ને ઇન્દ્ર અને ઈન્દ્રાણી જેવાં શોભવા લાગ્યાં. પિતાના સામતને તેણે ધન, હાથી, રથ, અને ઘોડા આપ્યા. દરબારી લેકેએ પણ રાજાને ભેટ કરી. કહ ચૌહાણે હાથી આપો; પૃથ્વીરાજને તેણે પ્રથમ રાજતિલક કર્યું પછી નિર્ડર રાઠોડે કર્યું, અને ત્યાર પછી સર્વ સામંતોએ કર્યું. ચન્દ્રની પછવાડે સૂર્યનાં કિરણ પ્રકાશે છે તેમ મહાવીર, અને જેણે સુલતાનને પકડીને છૂટો મૂક્યો હતો એવા પૃથ્વીરાજના ઉપર ચંમર થવા લાગ્યું. તેના માથા ઉપર સેનાના દાંડાનું છત્ર ધારણ થયું. હોમહવનથી નડતા ગ્રહની શાતિ થઈ. સર્વ પ્રજાએ માન આપ્યું, અને મહત્સવ થઈ રહ્યો.
પૃથ્વીરાજના હૃદયમાં ભીમ નિરંતર સાલવા લાગે; સગુના મરણ વિના તેને અગ્નિ સર કોપ શાન્ત પડ્યો નહિ. તે પોતાના સામેની વચ્ચે વારે વારે કહ્યાં કરતઃ-“ભીમે સેમેશ્વરને મારો, હરિ! હરિ!” પરમારે તેને બહુ સમજાવીને કહ્યું -“તમે તમારા પિતાને વાસ્તુ શોક કરશે નહિ, જેનું શરીર તરવારની ધારથી કપાય છે તેની કીર્તિ પ્રસરીને “સુર લોકમાં જાય છે—ક્ષત્રિયને એ જ ખરો ધર્મ છે.” સિંધ પરમાર બે -“મારું કહ્યું માને તે ગૂજરાત ઉજજડ કરો, કે જેથી સેમેશ
સ્વર્ગમાં રહ્યા રહ્યા રાજી થાય છે. સુલતાન સર તમારા નામથી ધ્રુજી “જાય છે તે ચાલુક્યના શા ભાર છે.” પૃથ્વીરાજ બોલ્ય:-“સ્નાન કરીને મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com