________________
૩૧૪
રાસમાળા રેલાડોને ઘટે એવાં બીજાં કેટલાંક પરાક્રમ એણે કેવી રીતે કર્યાં એ વિષે વર્ણવ્યું છે. ત્યાર પછી છેવટે તે ભીમદેવની ખબર લે છે, અને ચૌહાણ, રાજાઓ સાથે કજિયાનાં કેટલાંક કારણું કેમ ઉત્પન્ન થયાં તે વિષે લખે છે; માટે અહિથી ચંદના લખાણની ઢબ જાણવામાં આવે એવા હેતુથી આગળના કરતાં તેના લખાણને વધારે અનુસરીને અમે લખિયે છિયે.
ગૂજરાતી ચાલુક્ય, ભીમના સરખો બળવાન ભીમ, જેની સીમા કઈ દબાવી શકે નહિ એવો, જેની કીર્તિ ઘણી ભારે, એવાના હદયમાં સામ્બરને સોમેશ્વર ખટક્યાં કરતો હત; અને દિલ્હીપતિ પૃથ્વીરાજ તેના હદયમાં અંગારા જેવો હતો. તેણે પિતાના પ્રધાનને એકઠા કરીને તેઓને સલાહ પૂછી; પછી તેણે ચતુરંગી સેના તૈયાર કરાવી. તે કહેવા લાગ્યો કે, “હવે હું શત્રુને કચરી નાંખીને તેનું રાજ્ય લઈ લઈશ, અને “એક છત્ર નીચે સર્વ રાજ્ય આણી મૂકીશ.” ચાલુક્ય રાજાએ રાણિકદેવ ઝાલાને તેડાવ્યો, અને અગ્નિથી તપી ગયું હોય તેમ ઘણે તપી જઈ આવેશમાં આવીને તેણે પોતાનું મન તેના આગળ ઉઘાડું કર્યું. સર્વ કુશળ યોદ્ધાઓને તેણે બોલાવ્યા. અને તે બોલ્યો -“આપણે ત્વરાથી ચઢવાની તૈયારી કરિયે, અને બળિષ્ટ, “હાથી જેમ પિતાની સૂંઢ વતે ધરતી ઉપરથી ધૂળ ઉછાળી નાંખે છે તેમ ચૌહા
ણુના દેશને આપણે નાશ કરિયે; ભીલ લેકે ઊંદરના દરની જેમ વલે કરે છે “તેમ સામ્મર દેશની તેવી વલે આપણે કરિયે.” તેણે કનકકુમારને તેડાવ્યો; તેણે રેણિક રાજને તેડાવ્ય; ચૌરસિમ જયસિંહ, વીરધવલાંગદેવને તેડાવ્યા, સારંગ મકવાણને તેડાવ્યા. આગળના કજિયાથી ઉકળીને ચાલુક્ય મુખથી બે -“ભીલ અને કાઠી રણસંગ્રામમાં ઘણું શૂરવીર છે; નિઃસંશય જય “અને કીર્તિ આપણને મળશે; ચાલો આપણે શુરવીરની પેઠે આપણું વૈર લઈયે. “યુદ્ધના શેષ મારા હૃદયને આનંદદાયક લાગે છે. જ્યાં મધમાખિયો ભમતી
૧ રેલેડે અથવા રેલાડ–આઠમા સૈકામાં થઈ ગયેલા ન્સના પ્રખ્યાત રાળ સાલમનને પ્રખ્યાત સામંત હતા, તે સાથે તે વળી શાર્લામનને ભત્રીજો પણ થતો હતું. તે ઘણે શર, નેકી ને નિમકહલાલ હ. તેણે કરેલાં પરાક્રમનું વર્ણન “શાસન
ઑફ રેલાડ” એવા નામની, આખા યુરોપમાં પ્રસિદ્ધ થયેલી વીરરસ કથામાં કરેલું છે. એન દેશની જિત કરવા શાર્લામના ગયો ત્યારે રેલાડ તેની સાથે હ; ત્યાંથી પાછા વળતાં તે અને સાર્લામનના પસંદ કરેલા સામં૫ર સારસન (સલમાન) લકાએ એકાએક હલ્લો કરો, તેમાં રેલાજી મારો ગ. (સન ૭૭૮) ૨ છે.
૨ ડેપાર, પાયલ, હાથી અને રથ એવા ચાર અંગની સેના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com