________________
૩૧૨
રાસમાળા
નાશ કરનાર! દેવતાઓની રક્ષણહાર! દૈત્યોની દમનાર! તેઓને હતા “ન હતા કરી દે! અને તારો જયજયકાર થાઓ !” રાત્રિની વેળાએ ગૂજરાતના લશ્કર ઉપર ચંદ બારોટે જાતે ચઢાઈ કરી, તેમાં ચાલુક્યની સેના કાટની પેઠે ઉભી રહી હતી, હાથિયે ચોમેર રાખ્યા હતા, અને જે ઝાલાઓએ જાડેજાને હરાવીને કચ્છ અને પંચાળ લૂંટી લીધા હતા તે ઘોડે ચઢી રક્ષક થયા હતા એટલું છતાં પણ દુર્ગાના પ્રતાપથી ચંદની ઘણું જિત થઈ રાત્રિના ગડબડાટમાં ભીમના દ્ધા મહેમાહે કાપાકાપી કરવા લાગ્યા;
અને અગર જે ભીમ પડે યુદ્ધમાં આગળ પડ્યો, અને તેને હાથી મરાયો, તથા તરવાર ટટી પડી ગઈ ત્યારે કટારવતે ગાડેતૂર બનીને લડ્યો, તે પણ ભારે નુકશાન વેઠીને છેવટે તેને પાછા હઠવાની અગત્ય પડી. * પછી ભીમની હિલચાલ ઉપર નજર રાખવા ચૌહાણની થેડી ફેજ રહી ને બીજી બેટીસેના સુલતાનની સામે લડવાને ચાલી, અને તેને પણ હરાવ્યો.
ભીમદેવને કાકે સારંગદેવ મરણ પામ્યો ત્યારે તેને સાત કુંવર હતા–પ્રતાપસિંહ, અરિસિંહ, ગોકુલદાસ, ગેવિંદ, હરિસિંહ, શ્યામ, અને ભગવાન. તેઓ પરાક્રમી શૂરવીર હતા, અને રાણ (અથવા રાણુક) કરીને સત્તાવાન્ ઝાલે હતું તેને ઠેર કર્યો હતો. તેઓ ભીમદેવના ઉપર બહારવટે નીકળ્યા હતા, પણ તેનું કારણ શું હશે તે જાણવામાં આવ્યું નથી. તેઓ યાદવને દેશ લુંટતા અને સોરઠના ડુંગરમાં રહેતા. છેવટે તેઓ એટલા બધા બળિયા થઈ પડ્યા, કે ભીમને આપોઆપ તેમના ઉપર ચઢવાની અગત્ય પડી. ભીમે એક નદીને કિનારે પડાવ નાંખ્યો હતો, ત્યાં એને હાથી નદીમાં નહાતો હતો તેને મારી નાંખ્યો, અને તેના સ્વાવતને પણુ પ્રતાપસિંહે અને અરિસિહે ઠેર કર્યો. આ પ્રમાણે ભીમદેવનું અપમાન કર્યું તેથી તેને હાડેહાડ લાગી ગઈ અને આગળ તે માત્ર તેઓને ઝાલી લેવાને જ વિચાર કર્યો હતો, પણ હવે તે તેમને મારી નાંખવામાં દોષ ગણવા લાગે નહિ. ભીમને આ મનસુબે સર્વે ભાઈના જાણવામાં આવ્યો, ત્યારે ગુજરાત છોડી જવાની તેમને અગત્ય જણાઈ અને તે પ્રમાણે તેઓ યુવાન પૃથ્વીરાજને આશ્રયે જઈ રહ્યા. પૃથ્વીરાજે તેઓને આદરસત્કાર કરી શિરપાવ કર્યા; તથા પટા કરી આપ્યા. એક સમયે પૃથ્વીરાજ ગાદિયે બિરાજમાન થયો હતો, અને નવા ચંદ્રની આસપાસ તારા ચકચકે તેમ તેના સામંત બિરાજેલા હતા, તેવામાં પ્રતાપ સેલંકી અને તેના ભાઈયાએ આવીને તેને નમન કર્યું. તે વેળાએ મહાભારત ઉપર વાત ચાલતી હતી, તથા ચૌહાણનાં પરાક્રમ ગવાતાં હતાં, તેવામાં, કહે છે કે, પ્રતાપસિંહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com