________________
૩૦૨
રાસમાળા
પ્રખ્યાત ભીમે રાજ્ય પિતાને હસ્તગત કર્યું ન હતું, પણ તેની ભાભીની વતી અને તેને રાજપુત્રની વતી, એક શૂરવીર તરીકે, રાજભક્ત થઈ રાજકારભાર ચલાવતા હતા. આવી પહોંચ્યો ત્યારે તેને કસ કઝુરાન અને ઈસ્તિયા(હિરાત અને ગજનીની વચ્ચેના ડુંગરમાં ગેરનું એક શહર છે.)ના મુદ્દો સોંપી દીધા. ગ્યાસુદ્દીને જ્યારે ગર્મશીર ઉપર પિતાની સત્તા સ્થાપી ત્યારે પોતાના ભાઈને તકીનાબાદ શહર, જે ગર્મશીરમાં હેટામાં મોટું હતું તે, સ્વાધીન કર્યું, એટલે ગજનીનું લશ્કર અને તેના આગેવાને ગજની ભણું નાશી ગયા ત્યાં તેઓ બાર વર્ષ રહ્યા. અને ખુશરૂ શાહ અને ખુશરૂ મલેકના હાથમાંથી દેશ છીનવી લીધે. સુલતાન શાહીદીને પણ તકીનાબાદથી તેમના ઉપર હુમલો કરવાનું અને દેશને હેરાન કરવાનું જારી રાખ્યું.
છેવટે ઈ. સ. ૧૧૭૩(હિ. સ. ૫. ૬૯)માં સુલતાન ગ્યાસુદીને ગજની જિતી લીધું. અને પોતાના ભાઈ શાહબુદ્દીનને ત્યાં ગાદિયે બેસાડી ગર પાછો આવ્યો. આ શાહજાદાએ ગજનીને મુક સ્વાધીન કરી લીધો, અને બે વર્ષ પછી ગુર્રઝ જિતી લીધું. ત્રીજા વર્ષમાં (હિ. સ. ૧૭૧ ઈ. સ. ૧૧૭૫) પોતાની જ તેણે મુસ્તાન ભણું લઈ જઈને કર્મોતિયન (કરામના લોકો) પાસેથી તે જગ્યા હાથ કરી લીધી; તેમ જ ભાટિયા લેક પાસેથી (ઉ) લઈ પિતાને સ્વાધીન કરી લીધું, અને ત્યાં તથા સુલ્તાનને માટે અલીકરમાજને પિતાને નાયબ ઠરાવીને પોતે ગજની પાછો વળી આવ્યો. આ બનાવને સમય, સરીતા હિ. સ. ૫૭૨ ને આપે છે અને કહે છે કે, ઉચ્ચને રાજા કિલ્લામાં જઈને રહ્યો. એટલે સુલ્તાન તેને ઘેરીને તંબુ લગાવી પડ્યો. પણ તેના સમજવામાં આવી ગયું કે રાજાને સ્વાધીન લેવાનું કામ ઘણું કઠિણ છે, ત્યારે તેણે તેની રાણીને ફટાડવાની યુક્તિ કરી, કેમકે તેના જાણવામાં આવ્યું કે રાણુને કબજે રાજા ઉપર ઘણે છે. આ પ્રસંગ જોઈને તેણે પિતાને માણસ મોકલ્યો અને ઠગાઈભરેલી રીતે કહેવરાવ્યું કે જે તમારી મદદથી આ શહર મારા સ્વાધીનમાં આવશે તે તમને હું રાજ્યપાણી કરીશ. રાણિયે શાહબુદ્દીનનો દબદબો જોઈને વિચાર્યું કે, આ જિત કરી લીધા વિના જાય એવું નથી, એટલે તેણે તેના સંદેશાના ઉત્તરમાં કરાવ્યું કે હું તે તમારા યોગ્ય નથી પણ મારી દીકરી રૂપવાન છે, તેને જે તમે માન્ય રાખે તથા મારી સર્વે માલમતામાં તમે હાથ નાંખે નહિ તો હું રાજાને મારવાનો ઉપાય કરૂં. સુલતાને આ કરાર કબૂલ કો; એટલે રાણિયે થોડા દિવસમાં રાજાને મારી નાંખીને ઉચ્ચ શહર તેને સ્વાધીન કરી દીધું, અને પોતાના કેલ પ્રમાણે તે રાણની કુંવરીને મુસલમાની ધર્મમાં લઈને તેની સાથે નિકાહ કરી, પછી માદીકરી બંનેને ગજનીમાં મોકલી દીધાં. ત્યાં મા તુરત જ મરણ પામી અને તેના વિરહથી તેની દીકરી પણ બે વર્ષ પછી મરી ગઈ અને પાદશાહની મુલાકાતથી તે કાંઈ ફળ પામી નહિ.
એ જ વર્ષમાં સંકરાન(શંકરાન, સેનફરાન)ના લોકોએ દગો કરીને માટે ગડબડાટ કરી મૂકે તેથી તે તેમના ઉપર ચડી ગયો અને તેમાંના ઘણાખરાને તરવારની ધારે ચડાવી દીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com