________________
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૦૯ આ સમયે આબુ ઉપર જેતસી પરમાર રાજ્ય કરતું હતું. તેને સલખ કરીને એક કુંવર હતું, અને ઈચછનકુમારી નામે પુત્રી હતી, તે ઘણું રૂપવંતી હતી તેથી સર્વ તેનાં વખાણ કરતાં હતાં. તેને પરણવાની ઈચ્છા ભીમદેવને થઈ આબુ વિષે અને પરમારકન્યા વિષે જે કઈ કાંઈ કહેતું તે, પછી સાચું કે જૂઠ ગમે તેવું હોય પણ, ભીમદેવ આનંદથી સાંભળતે હતે; એને સ્વમ આવતાં તે ઈચ્છની વિષેનાં જ આવતાં. તેણે અમરસિંહને આબુ મોકલીને પરમારકુમારીનું માથું કર્યું, પણ તેને વિવાહ ચૌહાણપુત્ર વેરે ક્યારેય કરી મૂક્યો હતો. તે સમાચાર લીમદેવના પ્રતિનિધિને સૂચવવામાં આવ્યા ત્યારે તે બોલ્યોઃ “અહે! પર્વતપતિ, ભોળા વિર ચાલુકયે ઇચ્છની વિષે જ્યારથી સાંભળ્યું છે ત્યારથી તેને તે વીસરતી નથી; માટે તેની વેરે તમારી કન્યાનું માગું કરે છે; જે તમે ચૈહાણને પરણાવશે તો આબુગઢના કાંઠા ઉપરથી તમને ગબડાવી નાંખશે; પરમારની સાથે તેને લડાઈ કરવી, તે અર્જુનને જેમ કોઈ ગરીબડાં સાથે લડાઈ કરવી હોય તે પ્રમાણે તેને મન છે.” પ્રધાનનું કહેવું જેતસિયે માન સહિત સાંભળ્યું; પાંચ દિવસ સુધી તેને માનભરેલી રીતે દરબારમાં રાખ્યો, અને પોતાના પ્રધાન સાથે વિચાર કર્યો કે, હવે શો ઉત્તર આપો ? છેવટે જેતસીને પુત્ર હાથમાં તરવાર ગ્રહીને બેલી ઉઠયોઃ “જે મારી ધરતી માગી હતી તે હું તે આપત; પણ ભેળે ભીમ જૈન “ધમ થઈ ગયો છે, તે દગોફટકાને ભરેલો છે, વશીકરણ કરે છે અને “ભૂરકી નાંખે છે. આટલે બધે દેશ તેણે એ જ સાધનથી સ્વાધીન કરી લીધે છે; તે ઉત્તર ભણીના શત્રુને ઓળખતે નથી.” જેતસી વળી બોલ્યાઃ
મરૂ ધરતીમાં નેવું લાખ યોદ્ધા પડેલા છે, અને આબુગઢને તાબે અરાડ “ગાદિયો છે. સામંતપતિ મારી એથે આવશે. એમાંથી કોઈ પણ જે મારું “રક્ષણ નહિ કરી શકે તે જેણે પરિક્ષિતને તેની માના ઉદરમાં રાખે “બળતા જંગલમાંથી જેણે છોકરાઓને ઉગાડ્યાં, જેણે પોતાનાં માબાપનું “રક્ષણ કરી મામાને માર્યો, જેણે ગોવર્ધન તળીને વ્રજનું રેલમાંથી રક્ષણ “કર્યું, તે ગોકુળનાથ શ્રીકૃષ્ણ મારું રક્ષણ કરશે. મારે મારું રાજપદ રાખવું કે પછી મરવું.” આ ઉત્તર આપીને તેણે ભીમના પ્રધાનને વિદાય કર્યો.
જેતસિ, પિતાના પાંચ સગા હતા તેમના સ્વાધીનમાં આબુ કરો. તેણે પિતાના પુત્રને કહ્યું: “આપણે ચૈહાણને આપણું એથે બોલાવવા જોઈએ.પછી સોમેશ્વરના પુત્ર વેરે ઇચ્છનીને સત્વર પરણાવી દેવા વિષેને
૧ સાભરપતિ પૃથ્વીરાજ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com