________________
૨૫૮
રાસમાળા
એક લેખ આવ્યો હતો તેમાં પણ લખેલું છે. આ લેખ પ્રથમ સેમેશ્વરના દેરામાં હતું. તેના ઉપર વલભી સંવત ૮૫૦ (એટલે વિક્રમ સંવત ૧૨૨૫ અથવા ઈ. સ. ૧૧૬૪,) છે અને તેમાં નીચે પ્રમાણે લખેલું છે –
કાજને બ્રાહ્મણ ભાવ બૃહસ્પતિ યાત્રા કરવા સારૂ કાશીથી નીકળ્યો “તે અવન્તી અને ધારાનગરીમાં આવી પહોંચ્યો, તે સમયે ત્યાં જયસિંહ
येनानियंत बहुशो ब्राह्मणानां महागृहाः ॥ विष्णुपूजनवृत्तीनां यःप्रोद्धारमचीकरत् ॥ २९॥ नवीननगरस्यांत: सोमनाथस्य चाध्वनि । निर्मिते वापिके द्वे च तत्रैवापरचंडिका ॥ ३० ॥ युग्मं गंडेना कृतवापिकेयममला स्फारप्रमाणामृतप्रख्या स्वादुजला सहेलविलसद्युत्कारकोलाहलैः ॥ भ्राम्यद्भरितरारघवटिका मुक्तांबुधाराशतैयापीतं घटयोनिनापि हसतीवांभोनिधि लक्ष्यते ॥ ३१ ॥ शशिभूषणदेवस्य चंडिकां सन्निधिस्थितां । यो नवीनां पुनश्चके स्वश्रेयोराशिलिप्सया ॥ ३२ ॥
ભાવાર્થ-ગૌરી, ભીમેશ્વર, દેવપનિ, સિદ્ધેશ્વર, આદિ બીજા દેવનાં દેવાલયે ઉપર હેમકળશ સ્થાપ્યા. ૨૫
નૃપશાળા તથા સરસ્વતીશાળા બાંધી અને પાકશાળા તથા સ્થાનાલયને પાણી પૂરું પાડવા માટે કુવા ખેદાવ્યા. ૨૬
કપર્દિનના મંદિરના આગલા ભાગમાં સારા સ્તંભેવાળ રંગમંડપ કર, અને દેવની રૂપાની જળાધારી અને મંડુકાન બનાવ્યું. ૨૭
પાપાચન દેવના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરો, અને ત્યાં ત્રણ પુરૂષની મૂર્તિ સ્થાપી અને નદીમાં પગથિયાં બાંધ્યાં. ૨૮
ઘણા બ્રાહ્મણને બ્રહ્મપુરી કરાવી આપી, અને વૈષ્ણવ ધર્મવાળાઓને નવીન નગરમાં ઉદ્ધાર કર્યો, એટલે ઉત્તેજન આપ્યું. અને સોમનાથની વાટમાં બે વાવ કરી અને ત્યાં અ૫રચંડિકાનું સ્થાપન કર્યું. ૨૯-૩૦
ગંડ પૃહસ્પતિયે જે વાવો કરાવી તે ઘણી વિસ્તારવાળી હતી અને તેનું પાણું સ્વચ્છ, સ્વાદિષ્ટ, અને અમૃતની ઉપમા અપાય એવું હતું તથા તેના ઉપર ઘણા રે ચાલતા હતા અને જેમાં વિવિધ પ્રકારનાં જળ જંતુઓના શબ્દ વડે અગત્ય મુનિયે જેનું પાન કરેલું છે એવા સમુદ્રને જાણે હસતી ન હોય એવી હતી. ૩૧
પોતાનું શ્રેય થવાને અર્થે મહાદેવની સમીપમાં રહેલાં ચંડિકા(પાર્વતી)ને જીર્ણોદ્ધાર કરો. ૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com