________________
કુમારપાળ
૨૭૯
પ્રમાણે પેાતાના રાજવંશી શિષ્યને ઉપદેશ કરીને હેમચંદ્રે દેહ છેડ્યો. રાજા ભાવથી પગે લાગ્યા ને ખેદ પામી મહા આચાર્યની દહનક્રિયા કરી અને તેણે તથા તેના સામંતાએ ચિતાની અનુપમ પવિત્ર રાખ કપાળે ચેાપડી, ધણા દિવસ સુધી શાક પાળ્યા. રાજાએ લૌકિક કામકાજ છેડી દઈને ત્યારથી ધ્યાન કરવા માંડ્યું. છેવટે તેને આત્મ શરીરરમાંથી નીકળીને સ્વર્ગે ગયા.
વઢવાણના સાધુ (મેરૂતુંગ) આ પ્રમાણે વૃત્તાન્ત લખે છે, પણ મહા હેમચંદ્રના મરણ વિષે જૈન અથવા બ્રાહ્મણાની અદ્ભુત દંતકથાઓ ચાલે છે.
બ્રાહ્મણેાના વૃત્તાન્તમાં લખે છે કે કુમારપાળ મેવાડના રાજાની કુંવરી સિસેાદિણી વેરે પરણ્યા હતા. જ્યારે તેણે તેને પરણવાને ખાંડું માકહ્યું ત્યારે તે કુંવરીના જાણવામાં આવ્યું કે રાજાના એવા નિયમ છે કે રાણિયાએ પ્રથમ હેમાચાર્યને અપાસરે જઈને જૈન ધર્મની દીક્ષા લીધા પછી દરબારમાં પેસવું.
આ ઉપરથી રાણિયે પાટણ જવાની ના કહી, ને કહ્યું કે મને આચાર્યને અપાસરે મેાકલવામાં નહિ આવે એવી ખાતરી કરી આપે તે હું આવું. ત્યારે કુમારપાળને દસાંદી ભાટ જયદેવ કરીને હતા તે વચ્ચે જામીન થયેા. એટલે રાણિયે અણહિલપુર જવાની હા પાડી. તેને આવ્યાને કેટલાક દિવસ વીત્યા પછી હેમાચાર્યે રાજાને કહ્યું કે સિસેાદિણી રાણી કદિ મારી પાસે આવ્યાં જ નથી. તે ઉપરથી કુમારપાળે તેને ત્યાં જવાના આગ્રહ કહ્યો; પણ તેણે ના કહી. પછી રાણી માંદી પડી ત્યારે ભાટની સ્ત્રિયેા તેને જોવાને ગઈ. ત્યાં તેની વાત સાંભળીને તેઓએ પેાતાના જેવા તેને પાષાક હેરાવીને છાનીમાની પેાતાને ઘેર તેડી આણી. રાત્રે ગઢની ભીંત ભાટે કાચી ને ત્યાંથી રાણીને લઈ ચાલ્યેા. આ વાત જ્યારે કુમારપાળ રાજાના જાણવામાં આવી ત્યારે તે બે હજાર ધાડું લઈને તેના ઉપર ચડ્યો. ઈડર દશ ગાઉ રહ્યું ત્યાં આગળ પેલાં નાશી જનારાંને રાજાએ ઝાલી પાડ્યાં. ત્યારે ભાટે રાણીને કહ્યું: “જો “તમે ઈડરમાં જઈ પ્હોંચા એમ હાય તેા ઉગરાય. મારી પાસે બન્નેં ધાડું છે. “જ્યાં સુધી અમારામાંનું એક પણ માણસ રહેશે ત્યાં સુધી અમે કાઈ ના પણ
**
અજયપાળ કેવા હતા એ સર્વેના જાણવામાં હતું તેથી કુમારપાળ પછી ગાદિયે કાણ બેસશે એ ભાંજઘડના નિવેડા આણવાને આ એક સારા ઉપાય યાયા હતા. પણ આવું કૃત્ય છણું થઈ શકે નહિ. હેમચંદ્ર પ્રથમ જ દેવલાક પામ્યા અને ત્યાર પછી કુમારપાળ દેવ થયા. ઉપર વાગ્ભટ્ટનું નામ અમે આપ્યું છે તેને બદલે ઉડ્ડયન મંત્રીનું નામ કેટલાક આપે છે પણ અમે જે સંસ્કૃત પ્રતિ જોઈ છે તેમાં વાગ્ભટનું નામ છે. અને તે અમને ખરૂં લાગે છે, કેમકે આ સમયે તેા ઉડ્ડયન દેવલાક પામ્યા હતા અને તેની જગ્યાએ તેના પુત્ર વાગ્ભટ—વહિડ અથવા આહડફહેવાતા તે થયા હતા. ૨. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com