________________
અજયપાળ-બાળ મૂળરાજ-બીજો ભીમદેવ રહ્યા મેરૂતુંગ લખે છે કે, પછી સર્વ સામંતો આમ્રભટની ચડતી સહન કરી શક્યા નહિ, એટલે નવા રાજાને નમન કરવાને મિષે તેને રજુ કરી દેવાને લાગ મેળવી શક્યા. તે જૈનધર્મી હતું તેથી તેના ઉપર અજયપાળને કોપ થયે, તો પણ તે બેધડક બલવા લાગ્યો કે, “મારે ધર્મ તે વીતરાગ છે, ગુરૂ હમાચાર્ય છે, અને રાજા તો કુમારપાળ છે.” અજયદેવે કપાયમાન થઈને કહ્યું કે, “તું રાજદ્રોહી છે, આમ્રભટ ખરેખર શુરવીર હતો તેથી યુદ્ધ મચાવ્યા વિના એકાએક ઘાતકને શિકાર થઈ પડે એ ન હતા, તેણે જીનેશ્વરની મૂર્તિની પૂજા કરીને પિતાનાં માણસોને હથિયાર સજાવ્યાં, અને પોતાને ઘેરથી ધશી નીકળીને રાજમહેલ ઉપર હલ્લો કર્યો, તથા વાવાઝોડાનાં તોફાનથી ઉતરીને ઢગલો જેમ ઘસડાઈ જાય છે તેમ મહેલને ઘટિકાગ્રહને ભાગ ઘસડી પાડ્યો, અને તે ઘાતકીના સંસદેશનું પાપ તેણે ધારાતીર્થમાં ધોઈ નાંખ્યું, કે તરત અપ્સરાઓ જે કૌતુક જેવાને ત્યાં આવી હતી તે કહેવા લાગી કે “હું એને વરીશ, હું એને વરીશ.” એવી રીતે ઉદયનને પરાક્રમી પુત્ર દેવલોક પામ્યા. લેક તેના પડવાથી શોક કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “બીજા દ્ધાઓ તે થશે ત્યારે થશે પણ
જ્યારથી “ઉદયનને પુત્ર સ્વર્ગવાસ પામ્યો છે ત્યારથી તે પૃથ્વી ઉપર પંડિત થતા બંધ પડી ગયા છે.”
૧ શ્રીમાન આમૃભટ જેને રાજપિતામહનું વિરૂદ કુમારપાળે આપ્યું હતું, તેને પ્રતાપ ન સહન કરી શકનારા સામાએ, અજયપાળને નમન કરવાનો સમય સાધ્યો. તે વેળાએ તે બોલ્યો કે, આ જન્મને વિષે મારું મસ્તક દેવબુદ્ધિથી શ્રી વીતરાગને, ગુરૂબુદ્ધિથી શ્રી હેમચંદ્રને, અને સ્વામિબુદ્ધિથી શ્રી કુમારપાળને નમે છે. ૨ આમભટનાં વખાણની કવિતા નીચે પ્રમાણે છે
वरं भट्टै व्यं वरमपि च खिङ्गैर्धनकृते वरं वेश्याचायवरमपि महाकूटनिपुणः । दिवं याते दैवादुदयनसुते दानजलधौ
न विद्दगिर्भाव्यं कथमपि बुधैर्भूमिवलये ॥ આ ભૂમિળને વિષે ભટ્ટ થઈને ભીખ માગી ખાવી એ ઉત્તમ છે; ધનને માટે કુકમી થવું ઉત્તમ છે. દ્રવ્યપ્રાપ્તિ માટે વેશ્યાના આચાર્ય થવું પણ ઉત્તમ છે; તેમ જ કડાં કર્મ કરવામાં નિપુણ થઈને નિર્વાહ ચલાવ એ ઉત્તમ છે; પણ ઉદયનને પુત્ર, જે દાનરૂપી સમુદ્ર જેવ, સવર્ગ ગયાથી બુદ્ધિશાળિયે વિદ્યાવાન થવામાં કાંઈ માલ નથી, કેમકે વિદ્વત્તાની બુજ કરનાર એના જે હવે કેઈ રહ્યો નથી.
જૈન મતના કારભારિયાને આ પ્રમાણે દર કરયા પછી અજયપાળે સેમેશ્વરને પિતાને મહામાત્ય ઠરાવેલો હતો,એમ ઉદયપુરના લેખ ઉપરથી નીકળે છે. તેમાં નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com