________________
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૨૯૩ પિતૃધર્મઘાતક અને નાસ્તિક કરીને વર્ણવે છે, પરંતુ જૂને ધર્મ પાળનારાએની વર્તણુંક ઉપર આવા પ્રકારનો દોષ આરેપિત કર્યો હોય એવી દંતકથા પણ ચાલતી આવેલી નથી, તે ઉપરથી લાગે છે કે, આવા રાજાના રાજ્યમાં તીર્થકરના ધર્મના અતિ પવિત્ર મતની સાથે વિવાદ ઉઠેલો ખરે. તથાપિ
આ ઠેકાણે માન્ય કરવું જોઈએ કે, અજયપાળે પણ ક્રૂર, ઉન્મત્ત, અને &ષીલી ચાલ ચલાવી છે ખરી. પ્રથમ કામ તે એણે એ જ કહ્યું કે, કુમારપાળને માનીતે મંત્રી ક્ષર્દિ હતું તેને પ્રધાનપણાનું કામ હાથમાં લેવાને સમજાવી દીધો; પણ આવું કરવાની તેની ધારણું ઘણું કરીને એવી જણાય છે કે એ જે દબાચંપાય રહે તે રાજાને ધિક્કાર કરે નહિ; કેમકે મંત્રીએ પોતાનું કામ પૂરેપૂરું હાથમાં લીધું નહિ એટલામાં તે તેના ઉપર અપવાદ મૂક્યો કે એ તે મારી બરાબરી કરવાને યત્ન કરે છે, ને પછી
૧ કુમારપાળ જૈન ધર્મ પાળતું હતું કે તેણે નહિ પાળતાં શૈવધર્મ પાળવા માંડ્યો, માટે જૈનેએ તેને પિતૃધર્મઘાતક કહ્યો છે.
૨ સુકૃત સંકીર્તનને કર્તા અરિસિંહ પણ કહે છે કે “કુમારપાળ પછી, દક્ષ (ડાહ્યો) અને અક્ષત બળવાળે અજયદેવ ગાદિયે બેઠે, જેના શત્રુ કારાગ્રહ (કેદખાના) અને જંગલમાં માઈ શકતા ન હતા. સપાદલક્ષના રાજાએ તેને સેનાની મંડપિકા ભેટ આપી હતી તે એની સભામાં એવી શેલી રહેતી હતી કે તેની સ્થિરતાથી જિતાયલો અને તેથી જ મંદપ્રતાપી થયેલો મેરૂ પર્વત જાણે અજયદેવની સેવા કરવાને આવ્યો ન હોય!
કીર્તિમુદીને કર્તા સોમેશ્વર દેવ જેણે સુત્સવ અને રામશતક આદિ ગ્રન્થ રચ્યા છે, તેને પિતા કુમાર નામે હતો તેને અજયપાળે સૂર્યગ્રહણને અવસરે બહુ રનના ઢગલા આપવા માંડ્યા અને તે લેવાને ઘણે આગ્રહ કર્યો પણ તેણે તે લીધા નહિ. તે કટકેશ્વર મહાદેવનું પૂજન કરતા હતા તેમને પ્રસન્ન કરીને, અજયપાળને લડાઈમાં પડેલા દારૂણ ક્ષતની વ્યથા થયેલી નિવારણ કરી હતી, એમ સુરત્સવમાં જણાવ્યું છે. તે સાથે વળી અજયપાળને કુમારપાળને સુત કરીને લખ્યો છે, તે તેને વારસ હોવાથી લખ્યું હશે.
કીર્તિકામુદીમાં કહ્યું છે કે-અજયપાળે સુવર્ણ આપીને લોકોને ધનવાન કરાયા હતા. જાંગલેશ (કુર દેશની સમીપને પ્રદેશ) પાસેથી, તેણે ગળે લાત દઈને, દંડમાં સેનાની મંડપિકા અને મોન્મત્ત હસ્તિ લીધા, જેના પરશુરામ જેવા ઉદ્દામ પ્રતાપ આગળ સૂર્ય પણુ ગ્રખે પડી જતા હત; જેણે ક્ષત્રિયોના રૂધિરથી ધોવાયેલી પૃથ્વી વેદપાઠી બ્રાહ્મણોને આપી દીધી હતી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થને પ્રતિદિન સમાન દૃષ્ટિથી સેવતો હતો એટલે તે નિત્યનિય દાન આપીને ધર્મ સાધતે હતા, રાજાઓને દંડીને અર્થ સાધતો હતો, અને નવીન સ્ત્રીઓ પરણીને કામ સાધતો હતે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com