________________
કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત
૨૯૧ ચિંતાતુર હુવા જન લેક, પાટણમાંહિ રહ્યા સહિ ફેક; એક કહિ નર ખંડી જહિ, એક કહિ નર મંડી રહિ. એક કહિ કાંઈ થાઈસેં, એક કહિ એ ભાગી જસે; એક કહિ એ નિસન્તરાય, એક કહિ નૃપ ચઢી ન જાય;
એક કહિ નૃપ નાસિ આજ, એક કહિ ક્ષત્રીની લાજ. મુસલમાન લશ્કરથી ત્રાસી લોક ઉદયન મંત્રી કને ગયા. તેણે ધીરજ આપી અને તે હેમાચાર્યની પાસે ગયો એટલે તેણે ચકેશ્વરી દેવીને મોકલ્યાં.
ગુરૂ વચન દેવી સજા થઈ, નિશ ભરી મુગલ દલમાં ગઈ આવી જહાં સૂતો સુલ્તાન, નિદ્રા દેઈ કીધું વિજ્ઞાન. પ્રહિ ઊગમતી જાગે જસિ, પસિ કોઈ ન દેખી તસિ; પખઈ ક્ષત્રીને પરિવાર, અસુર તવ હઈડિ કરી વિચાર.
આમ થવાથી પાદશાહને પશ્ચાત્તાપ થશે. પરંતુ કુમારપાળે જણાવ્યું કે હું ચૌલુક્યવંશી રાજા બાંધ્યાને મારવાવાળો નથી માટે તને મારીશ નહિ. એમ કહી માન રાખ્યું, તેથી બાદશાહ ખુશી થયો. અને કુમારપાળ સાથે મૈત્રી કરી પિતાનું લશ્કર પાછું લેઈ ગયે. આ બિના કુમારપાળે લીધેલા દશમા વ્રતમાં બન્યાનું જણાવ્યું છે.
આ ગ્રન્થકારે વિશેષ નામ ભાગ્યે જ લખે છે, પણ તેની પદવી કે ઈલ્કાબ લખીને જ ચલાવે છે. આ ગજનીનો ખાન કો તેનું નામ આપ્યું નથી, તેથી ગુંચવારે થઈ પડ્યો છે, કેમકે મુસલમાની ઈતિહાસકેમાંથી, કેઈએ કુમારપાળના સમયમાં ગિજનીથી હલ્લે કર્યાનું લખ્યું નથી. કહાડી મૂકેલા કુંવર જલાલુદ્દીને સિંધ ઉપર ચડાઈ કરીને ઉમરકેટના રાજાને સપડાવ્યો હતો. એ વિષે હિન્દુઓનાં અને મુસલમાની લખાણમાં સૂચન આપેલું નીકળે છે. તે સાથે ગિજનીન ખાનને કુમારપાળના ઉપર હુમલે થયાનું ગયું હોય તે કોણ જાણે. કર્નલ ટાંડ કહે છે કે મંત્રશાસ્ત્રના બળની જે વાત ઉપર લખવામાં આવી છે તે પાટણ લેવામાં આવ્યું હતું એવું બતાવવાને માટે માત્ર જોડી કહાડેલી છે. વળી આ વાતની સમાપ્તિને વૃત્તાન્ત વિશેષ ચમત્કારી છે. કહે છે કે કુમારપાળની મુસલમાન સાથેની મિત્રાઈ એટલી હદમાં વધી પડી કે મુસલમાની ધર્મનાં મૂળતત્વો ઉપર તેને પ્રેમ વો. તેમાં હેમાચાર્યે પહેલ કરી, અને તેના રાજના ૩૭ મા વર્ષમાં ઝેર દેવાથી તે મરણ પામ્યા હતા નહિ તે હેમાચાર્યની પેઠે એ પણ મુસલમાની ધર્મમાં વટલી ગયો હેત. વિશેષમાં એમ પણ જણાવે છે કે હેમાચાર્ય આગલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com