________________
૨૮૯
કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન ૨ પૂર્વે ઉદરનું દ્રવ્યહરણ કર્યું હતું (જુ પૃ. ૨૪૭) તેના પ્રાયશ્ચિત્ત માટે ઉદરવાહિકા બંધાવી.
૩ માર્ગે ચાલતાં પૂર્વે દેવશ્રી નામની સ્ત્રિયે કરબો (એક જાતને સાથ જવને શેકેલો લેટ દહિમાં નાંખેલો) આપ્યો હતો તેના સ્મરણાર્થે તે સ્થાને તેણે કરબવાહિકા કરાવી.
૪ માંસભક્ષણ નહિ કરવાનો નિયમ લેતાં પહેલાં એ પ્રસંગમાં થયેલા પાપની શુદ્ધિ કરવા માટે એક વેદીમાં સામસામા સોળ એવા ૩૨ પ્રાસાદ બંધાવી તે પ્રત્યેકમાં ૨૪ વર્તમાન તીર્થકર, ૪ વિહરમાન તીર્થકર, તથા રહિણી, સમવસરણ, અશોક વૃક્ષ, અને ગુરૂપાદુકાની સ્થાપના કરી.
૬ ખેરાળાથી સુમારે પાંચ છ ગાઉ ઉપર ટીંબા ગામ છે, તેની સમીપમાં તારણ નામે પર્વત છે તેને મહિમા શ્રી શત્રુંજય પર્વતના જેવો જાણી તે પર્વત ઉપર શ્રી અજિતનાથપ્રાસાદ ૨૪ હાથ ઉંચાઈન બંધાવ્યો અને તેમાં પ્રતિમા ૧૦૧ આંગળની ઉંચાઈની સ્થાપી.
તંભતીર્થ અથવા હવણું જે ખંભાતને નામે પ્રસિદ્ધ છે ત્યાં હેમાચાર્યની દીક્ષાની જગ્યાએ માટીગ નામની વસતિ (વસી) બંધાવીને તેમાં શ્રી મહાવીર સ્વામીની રત્નમય મૂર્તિ અને હેમાચાર્યની સુવર્ણમય પાદુકા પધરાવી.
૭ વાક્ષટ–વાહડ–બાહડ જે તેને મંત્રી હતા તેણે એક પ્રાસાદ બંધાવા માંડ્યો હતો તે જેવા કુમારપાળ ગયે; તેવામાં નેપાળના રાજા ભણથી ૨૧ આંગળના માપની શ્રી પાર્શ્વનાથની ચંદ્રકાન્ત મણિની પ્રતિમા ભેટ આવી, તે જોઈ કુમારપાળે વાડ્મટને કહ્યું કે, તમે મને આ ચૈત્ય આપે, એટલે તેમાં હું આ પ્રતિમા પધરાવું. મંત્રિયે પ્રસન્ન થઈ નમ્ર વચનથી કહ્યું કે, આ મહાપ્રાસાદનું નામ કુમારવિહાર થાઓ. પછી આ પ્રાસાદને ૨૪ જિનાલયથી યુક્ત અષ્ટાપદ જેવો કરાવ્યો.
આ સર્વ ચિત્યમાં મોટા ઉત્સવપૂર્વક, શ્રી હેમાચાર્યો પિતાને હાથે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. પૂજાને માટે કુલઝાડથી સુશોભિત બાગ અર્પણ કરયા. પછી પિતાની આજ્ઞા પાળનારા રાજાઓ ઉપર મંત્રીની સહિથી આજ્ઞાપત્ર લખાવ્યાં કે, અમને આપવાની ખંડણમાંથી તમારા દેશમાં હિમાલયના શિખર જેવા બહુ વિહારે કરાવો. ગૂજરાત, લાટ, સૌરાષ્ટ્ર, ભંભેરી, કચ્છ, સેંધવ, ઉચ્ચ, જાલંધર, કાશી, સપાદલક્ષ, અત્તરદિ (ગંગાયમુના વચ્ચેને પ્રદેશ), મારવાડ (મરૂ), મેવાડ (મેદપાટ), માળવા, આભીર, મહારાષ્ટ્ર, કર્ણાટક, અને કોકણ (કુંકણ)એ અઢાર દેશમાં કુમારપાળે કરાવેલા વિહાર શેભે છે.
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com