________________
કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત.
સામેશ્વરકૃત કાર્તિકૌમુદીમાં નીચે પ્રમાણે લખે છેઃ—મહીમંડળમાં માર્તંડ જેવા સિદ્ધરાજની પછી કુમારપાળ ગાદિયે બેઠા. તે પ્રજારંજિતવાન એટલે પ્રજાને પેાતાના પ્રતિ જેણે અનુરાગી કરી હતી. વળી પૃથુ આદિ પૂર્વે થયેલા રાજાએ પેાતાના ગુણની સ્થાપના તેનામાં કરી હતી. તેણે રાજાઓને જેમ ખાથી જિયા હતા તેમ જ વળી લેાકપ્રિય એવા પેાતાના ગુણ વડે પણ જિત્યા હતા. તેમ પોતાના પૂર્વજોને પણ ગુણ વડે જિત્યા હતા. તેને વીતરાગ ઉપર પ્રીતિ હતી. તે ઇન્દ્રની પેઠે અમૃતાર્થી હતા, એટલે મૃતના પૈસામાં તમા રાખતા નહતા. તરવારના પાણીથી ન્હાયેલી વીરેાની લક્ષ્મીનું તે ગ્રહણ કરતા હતા; પણ બાપજળધાર વડે ધેાવાયલી કાયરની લક્ષ્મી લેતે નહિ. યુદ્ધપ્રસંગમાં શૂની સામે પગલાં ભરતા તા પણ તેમની અિયેાને પીઠ બતાવતા હતા, એટલે કે તેમના ભણી કુષ્ટિ કરતા ન હતા. જાંગલ પતિના હૃદયમાં કુમારપાળનું ખાણુ ભોંકાયલું હતું તેથી તે શીશકારા ભણી ગયા હતા. કાકણ દેશના રાજાનું, (મલ્લિકાર્જુન) ચૂડારત્નની પ્રભાથી ચકચકિત થતું, અને ગર્વથી કાઈને નમેલું નહિ એવું માથું તેણે બાણુવતી ટૂકડે ટૂકડા કરી નાંખ્યું હતું, અને અલ્લાલની પણ તેવી સ્થિતિ કરી હતી. દક્ષિણના રાજાને જિતીને બે હાથી લીધા હતા. દાંતે તરણાં લીધેલા રાજા અને માંમાં તરણાં લીધેલાં પશુઓની જાણે પ્રાર્થનાથી અહિંસાવ્રત્ત ધારણ કર્યું હતું.
૨૮૫
કુમારપાળ પ્રબંધમાં કુમારપાળના દિગ્વિજય સંબંધી લખતાં ક્હે છે કે,— પૂર્વમાં—કુરૂ, સૂરસેન (મથુરા), કુશાર્દ, પાંચાલ, વિદેહ, દશાર્ણ અને મગધ આદિ દેશ.
ઉત્તરમાં—કાશ્મીર, ડ્ડિયા, જાલંધર, સપાદલક્ષ, અને પર્વત પર્યંતના દેશેા. દક્ષિણમાં—લાટ, મહારાષ્ટ્ર, અને તિલંગ આદિ દેશ. પશ્ચિમમાં—સુરાષ્ટ્ર, બ્રાહ્મણ વાહક, પંચનદ, સિન્ધુ અને સેાવીર આદિ દેશ.
એ સર્વે સાધ્ય કરી લઈને અનેક કાટી દ્રવ્ય લઈ આવ્યેા. તે સાથે ૧૧ લાખ ઘેાડા, ૧૧૦૦ હાથી, પાંચ હજાર રથ, ૭ર સામંત અને અઢાર લાખ પાયદલ સહિત તે અણુહિલવાડ આવ્યા.
આ દિગ્વિજયના પ્રમાણુ વિષે શ્રીવીર ચરિત્રમાં લખ્યું છે કે,आगंगमैंद्रीमाविंध्यं याम्यामासिन्धु पश्चिमाम् ।
आतुरष्कं च कौबेरी चौलुक्यः साधयिष्यति ॥
પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિંધ્યાચળ, પશ્ચિમમાં સિન્ધુ નદી અને ઉત્તરમાં તુર્કસ્થાન સુધીના દેશ કુમારપાળ સાધી લેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com