________________
२८१
રાસમાળા
કુમારપાળના રાજ્યના વિસ્તાર વિષે દૂર દેશાવરમાં જે શિલાલેખ છે તે સાક્ષી પૂરે છે.
ચારભટ અથવા જેનું પ્રસિદ્ધ નામ ચાહક હતું અને જે કુમારપાળને એક અમાત્ય હતો તેણે રંગાદિક તાબાના સગવાડ ગામને અર્ધભાગ દાનમાં આપ્યો હતો. એ લેખ લીલસાની પાસે ઉદયપુરના એક દેવલમાં છે તે શ્રીકુમારપાળના નામનો છે, તે સંવત ૧૨૨૨(ઈ. સ. ૧૧૬૬)ને અક્ષય તૃતિયા, સેમવારને એટલે વૈશાખ શુદિ ૩ સેમવારનો છે. બીજો લેખ ઉપરના લેખની નીચે છે, તે ઉપરને નોંધેલો સંવત જ રહ્યો છે પણ પૌષ શુદિ ૧૫ ગુરૂવારે જ્યારે ચંદ્રગ્રહણ હતું ત્યારે ઉદયપુરમાં કુમારપાળનિવૃત્ત મામાત્ય શ્રી નવર તે વિભાગને સુ હતાં કારણુદે સમસ્તમુદ્રાવ્યાપાર (સહિ સિક્કો કરવાનું કામ) ચલાવતા હતા તેવામાં તેણે દેવશ્રી પ્રીત્યર્થે કાંઈક ધર્મનું કાર્ય કરાવ્યું છે. આ લેખના કેટલાક અક્ષરે જતા રહ્યા છે, તેમ જ છેવટની લીટિ પણ જતી રહી છે, તેથી યથાસ્થિત વિગત આપી શકાતી નથી. પણ ભાવાર્થ એટલો જ છે કે, કુમારપાળનું તે સ્થાનમાં પણ રાજ્ય હતું. (પ્રાચીન ગૂજરાત.)
મારવાડમાં જોધપુરની પેટા જાગીર રતનપુરની છે, ત્યાં શહેરની બહાર પશ્ચિમમાં શિવનું જૂનું દેરું છે, તેના ઘુમટમાં એક શિલાલેખ છે; તે ઉપર સંવત નથી પણ તે સંવત ૧૧૯૮ થી ૧૨૦૦ સુધીની ગમે તે સાલને હેવો જોઈએ. આ લેખમાં નીચે પ્રમાણે કથન છે –
સમસ્ત રાજાવલીવિરાજિત મહારાજાધિરાજ પરમ ભટ્ટારક પરમેશ્વર નિજભુતવિક્રમરણંગણ વિનિર્જિત.......... પાર્વતીપતિવરલબ્ધ પ્રૌઢ પ્રતાપ શ્રીકુમારપાળદેવ કલ્યાણુવિજયરાયે...... ત્નપુર રાશીના મહારાજ ભૂપાળ શ્રીરાયપાળદેવ થકી પ્રાપ્ત થયેલું છે મહા આસન (ગાદી) એવા શ્રીપૂનપાક્ષદેવ તેમની મહારાણુ શ્રીગિરિજાવિયે અમાસ પર્વણને દિવસે તથા શ્રેષ્ઠ તિથિએ પ્રાણહિંસા કરવી નહિ એવું અભયદાન (અમારિદાન-પ્રાણી નામ અભયદાન આપ્યું. એટલે પ્રતિપક્ષની અગિયારશ, ચૌદશ, અને અમાવાસ્યા અને બીજી એક તિથિ હોય તે વેળાએ જીવહિંસા ન થવા, સંસાર અસાર છે એમ જાણું ઠરાવ કર્યો. તે સાથે વળી ઉપર જણાવેલી તિથિએએ જીવ છોડાવવાને માટે ઉપજ થવા માટે ભૂમિદાન કર્યું, તથા એમ પણ કરાવ્યું કે એ તિથિઓએ જે જીવહિંસા કરશે તેને ૪ કમ દંડ કરવામાં આવશે. નડૂલપુર(નાડોલપુર)વાસી પ્રાગવાટ વંશને શુભંકર નામે જે સુશ્રાવક સાધુ ધાર્મિક હતિ તેના બે પુત્ર નામે પતિગ અને સાલિગ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com