________________
કુમારપાળ
૨૮૩ વાનો યત્ન કરવા સારૂ કર્ણાટકમાંથી આવ્યા. તે આ અણહિલવાડ નગરમાં કેટલાક દિવસ સુધી રહ્યો, અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવાને ઘણું ઉપાય કર્યા, પણ કશાથી વળ્યું નહિ. હેમાચાર્યને બે મુખ્ય શિષ્ય હતા, એક રામચંદ્ર ને બીજે બાળચંદ્ર; તેમાં બાળચંદ્ર તેને ઓછે ગમતા હતા. આ સમયે હેમાચાર્યની સુચનાથી કુમારપાળ રાજા પારસનાથનું દેરાસર બંધાવતા હતા. દેરાસર તૈયાર થાય ત્યારે બાળકે વચમાં અડચણ નાંખવાને મનસુબે કરી રાખ્યું. પારસનાથની પ્રતિષ્ઠા કરવાનું મુહૂર્ત હેમાચાર્ય નક્કી કરી રાખ્યું ને બાળચંદ્રને કહ્યું કે ઘડી માંડીને વેળા થાય એટલે
૧ કુમારપાળ પ્રબંધ અને ચતુર્વિશતિ પ્રબંધ ઉપરથી જણાય છે કે, હેમચંદ્રના ગચ્છમાં વિરોધ પેઠે હતો. રામચંદ્ર મુનિ ઘણે વિદ્વાન હતા, તેણે પ્રબંધશત, નિર્ભય ભીમભાગ આદિ પુસ્તકે રચેલાં છે. તે હેમસૂરિન શિષ્ય હતે. ગુણચંદ્ર મુનિ જે દેવસૂરિને શિષ્ય હતું અને જેણે તત્વપ્રકાશિકા તથા હેમવિશ્વમસૂત્ર ટીકા ગ્રન્થ રચેલા છે, એ આદિને એક પક્ષ હ; તેમ જ બાળચંદ્ર સામા પક્ષમાં હતા. તેણે કુમારપાળના ભત્રિજા અજયપાળ સાથે મૈત્રી કરી હતી. એક સમયે કુમારપાળ, હેમચંદ્ર, અને આહડ રાત્રિની વેળાએ ગુપ્ત વિચાર કરવા લાગ્યા કે, પછવાડે ગાદીને વારસ ને કરે? હેમચંદ્રે કહ્યું કે પ્રતાપમાં તમારે ભાણેજ છે (ઘણું કરીને તેની કુમારી લીલને પુત્ર) તેને ગાદીપતિ કરશે તે તે ધર્મનું રક્ષણ કરશે. અજયપાળ દુરાશયી, અસત્યવાદી, અને અધમી છે. રાજનીતિમાં કહ્યું છે કે, ધર્મશીલ, ન્યાયી, પાત્રદાતા, ગુણાનુરાગી, અને પ્રજાવત્સલ રાજા હોય તે રૂડી રીતે રાજ્ય કરી શકે. અજયપાળ તમારાં કરાવેલાં ધર્મસ્થાનકને નાશ કરાવે એવે છે. આ વાત બાળચંદ્રના સાંભળવામાં આવી, એટલે તેણે અજયપાળને કહી દીધી, અને કુમારપાળે પ્રતાપમાને ગાદિયે બેસાડવાની તજવીજ ચલાવી તે ઉપરથી રાજ્યમાં ખટપટ ઉઠી. અજયપાળે કોઈ દુષ્ટના હાથે રાજાને ઝેર દેવરાવ્યું, તેથી તેને કંપ થયો. રાજા સમજી ગયે કે મને ઝેર દીધું, તેથી વિષ ઉતારનારી છીપ જે મલ્લિકાર્જુનના ભંડારમાંથી રાહડ લઈ આવ્યું હતું તેનું સ્મરણ થયું અને તપાસ કરાવ્યું તે જણાયું કે અજયપાળે તે છીપ પણ ચોરી લીધી છે. પ્રબંધચિન્તામણિમાં તે એમ છે કે, હેમાચા પિતાનું આયખું ૮૪ વર્ષનું વર્યું હતું તે પ્રમાણે અવસર આવ્યો, એટલે અનશન કરી અંતકાલ સમયે કરવાની આરાધના ક્રિયા કરવા માંડી. તે જોઈ કુમારપાળને ઘણો ખેદ થયો. ત્યારે હેમાચાર્ય બોલ્યા-”હે રાજન ! તમે કલેશ શું કરવા કરો છો? તમારું આયખું પણ
છ માસ પછી પૂરું થવાનું છે માટે તમે પણ જીવતાં ઉત્તરક્રિયા કરી લ્યો.” એમ બધ કરતા તે મરણ પામ્યા. કુમારપાળે પછવાડે ઘણે શેક કરો, અને જ્યારે પિતાને અવધિ આવ્યો ત્યારે, હેમચંદ્દે સમજાવેલા વિધિ પ્રમાણે તે સમાધિસ્થ થઈ, દેવલોક પામ્યો. આ ઉપરથી તે એમ જણાય છે કે બેમાંથી એકેયને કઈયે ઝેર દેઈ મારી નાંખ્યા નથી; પણ સ્વાભાવિક રીતે તેમને દેહાન્ત થયો છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com