________________
२७७
કુમારપાળ તેની અસર થવાને પ્રારંભ થવા માંડ્યો, અને રાજાને કઢને દુષ્ટ રેગ થવા લાગ્યો. આ વેળાએ હેમચંદ્રનું ચોરાશી વર્ષનું વય થયું એટલે
નાથ મહાદેવના દેવલને જીર્ણોદ્ધાર કરાવ્યો. હેમચંદ્ર પણ દ્વયાશ્રયના છેલા સર્ગના ૧૦૧ મા શ્લોકમાં કહે છે કે, શંભુએ કુમારપાલને સ્વમમાં દેખા દઈને કહ્યું કે હું તારા પુરમાં આવીને વસવા ઈચ્છું . તેથી તેણે કુમારપાળેશ્વર નામનું દેવાલય બંધાવ્યું. વળી એ જ સગેના મલેક ૯૦, ૯૧ ૯૨ આદિથી જણાય છે કે, બસના રાજાએ કેદારેશ્વરને પ્રાસાદ ભાગી નાંખ્યાની વાત જાણવાથી તેણે પિતાના અમાત્ય વાલ્મટને કહ્યું કે તારી ભક્તિ જેમ મારા પ્રતિ છે તેમ મારી ભક્તિ પણ અતિ ઉત્તમ એવા શ્રી શંભુ ઉપર છે, તે ખંડિત મંદિરમાં પડ્યા છે, ને હું મારી મેહેલાતમાં બેઠે છું તેનું મારે પ્રાયશ્ચિત કરવું પડશે, માટે સૂતાર, મજુર સહિત એક નેતાને ધન આપીને મોકલે અને સત્વર દેવાલય બંધાવી લો. આવા શ્રદાલુ રાજાને દેવી ઉપર પણ આસ્થા હોય એ સ્વાભાવિક છે. રાજાએ ધર્મના વિષય માટે તટસ્થ રહેવાની અગત્ય છે, પોતાની પ્રજામાં નદા જૂદા ધર્મના મત ચાલતા હોય તે સર્વેને માન આપવાની તેને અગત્ય રહે છે. પોતાની શ્રદ્ધા જે મત માનવા ઉપર વિશેષ હોય તે ઉપર તે ભલે વિશેષ શ્રદ્ધા રાખે પણ તેથી બીજા મતવાળાને તેણે તોડી પડાય નહિ. વળી જુદા જુદા મતના ધર્મનિયમ ઘણાખરા તે સામાન્ય હોય છે. જીવહિંસા કરવી એ આર્યધર્મ માનનારા સર્વને કમકમાટભરેલું લાગે છે, ધર્મને નિમિત્તે જીવહિંસા થતી હોય તે પણ તેમને સારી લાગતી નથી. તેમાં વળી જિનધર્મ ઉપર શ્રદ્ધા બેઠેલી એવા કુમારપાળને તે અપ્રિય હોય એ તો દેખીતું જ છે. એક સમયે નવરાત્રના દિવસમાં કટેશ્વરી આદિ દેવિયાના મંદિરમાં સાતમ, આઠમ અને નવમીને દિવસે પશુનું બલિદાન આપવાને પૂજારિયો કહેવા લાગ્યા; પણ તેમ કરવાને રાજાને અભિપ્રાય થયો નથી. આ વિષેનું વિસ્તારથી વિવેચન કુમારપાળપ્રબંધ તેમ જ ચતુર્વિશતિપ્રબંધમાં આપેલું છે, તેથી જણાય છે કે, જેટલાં પ્રાણુનું બલિદાન આપવાનું હતું તેટલાં પ્રાણી માતાનાં સ્થાનમાં બંધાવ્યાં અને જણાવ્યું કે જે દેવીને તેમને ભાગ લેવાને હશે તો પિતાની મેળે લેશે. પણ તેમ તે થયું નહિ, એટલે જીવતાં રહેલાં સર્વે પશુને વેચી નાંખતાં તેનાં નાણાં આવ્યાં તેમાંથી કર્પરાદિનું નૈવેધ માતાને કરાવ્યું. આમ છતાં પણ આ શ્રદ્ધાલુ રાજાના મનમાં ઘભાંગ થયેલી જણાય છે. તેના મનમાં અજંપો રહેલો હોવાથી દશમને દિવસે ઉપવાસ કરી ધ્યાનમાં બેઠે હતું, તેવામાં કેટેશ્વરી દેવિયે આવીને તેને પ્રત્યક્ષ દર્શન દીધાં અને તે ત્રિશલધારી દેવી બોલ્યા: “હે ચૌલુક્ય! હું તારી કુલદેવી ટિશ્વરી છું. તારા પૂર્વજો પરા“પૂર્વથી મને બલિ આપતા આવ્યા છે તેમ છતાં તે તેમ કેમ કરતું નથી ? તારે તે
જીવ જતાં સુધી પણ કુલદેવીનું અને કુલકમાચારનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ.” આવું સાંભળી રાજા બોલ્યાઃ “હે કુલદેવતે! વિશ્વવત્સલે! હું જીવહિંસા કરતો નથી, આપે -“પણ તેમ કરવું ના જોયે; કેમકે દેવતા પણ દયાથી પ્રસન્ન થાય છે! આપે મને જીવ“દયાના કામમાં સાહાધ્ય થવું જોઈએ. મેં આપને કર્પરાદિ ભેગ આપે છે તેથી જ “આપે સંતુષ્ટ રહેવું જોઈયે.” તેના આવા વચનથી દેવીને કપ ચડ્યો અને મસ્તકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com