________________
કુમારપાળ
૨૭૫
કદિયે કહ્યું કે વિગ્રહરાજ એ નામના અર્થ “નાક વિનાના શિવ અને બ્રહ્મા (વિ=વિના, શ્ર=નાક, હર=શિવ, અજ=બ્રહ્મા). એવા થાય છે.” પછીથી તે રાજાને લાગ્યું કે, મારા નામની કંપ↑ વળી ચેષ્ટા કરશે માટે તેણે “કવિઆંધવ” એવું નામ ધારણ કર્યું.
ત્યાર પછી એક વેળાએ કુમારપાળ શત્રુંજયની યાત્રાને સંધ ક્ઠાડવા સારૂ અણુહિલવાડના ગઢની મ્હાર, એક દેવાલયની પાસે મેલાણ કરીને પડ્યો હતા, તેવામાં, તેને સમાચાર મળ્યા કે દાહલ દેશથી કર્ણ રાજા ચડીને આવે છે, તેથી તેને ડર લાગ્યા. રાજાએ વાગ્ભટ અને હેમાચાર્યની સલાહ લીધી, તેમાં હેમાચાર્યે વચન આપીને કહ્યું કે, સારા સમાચાર હવણાં આવી હોંચશે. પછીથી તરત જ ખીજા કાસદા આવ્યા તે સમાચાર લાવ્યા કે, રાત્રની વેળાએ કર્ણરાજાર હાથી ઉપર ખેશીને આવતેા હતેા, તેવામાં, તેને ધનું કું આવ્યું તે સમયે એક વડના ઝાડ નીચે થઈ તે હાથી ઝડપથી ચાલ્યેા એટલે તે ડાળમાં ભરાઈ ગયે! (આખ સેલેામની પેઠે) ને મુંઝાઈને મરણ પામ્યા. કુમારપાળ ચડાઈના ડરથી મેાકળા થયે એટલે તેને યાત્રા કરવા સારૂ નીકળવાને બની આવ્યું. તે ધંધુકે આવી ુાંચ્યા, અને હેમાચાર્ય જે જગ્યાએ જન્મ્યા હતા તે જગ્યાએ ાલિકા વિહાર એવા નામનું ચૈત્ય આંધ્યું. પછી ત્યાંથી શત્રુંજય ગયા, ત્યાં શ્રોવાગ્
૧ ચેદી, જબલપુરની આસપાસના પ્રદેશ. ત્યાંના રાજાને કલચુરી, અથવા હૈહય. ૨ ક્લચૂરી વંશના ગયાકણું હાવા જોઇયે. એના એક લેખ ચેદી સંવત્ ૯૦૨(ઇ. સ. ૧૧૫૨)ના છે અને એના કુંવર નરસિંહદેવને લેખ ચેદી સંવત્ ૯૦૭ અથવા ઇ. સ. ૧૧૫૭ ના છે. ગયાકર્ણનું મૃત્યુ ઇ. સ. ૧૧૫૨-૫૭ સુધીમાં થયું છે.
૩ કુમારપાળ પ્રબંધમાં લખે છે કે માર્ગમાં રાત પડી, અને તે નિદ્રાવશ થયેા. એવામાં કાઈ ઝાડની ડાળિયે તેના ગળાની સાંકળી પાથબંધની માફક ભરાઈ ગઈ. અને નીચેથી હાથી ચાલ્યા ગયા, તેથી તેનું શરીર અબ્દુર લટકર્યું અને શ્વાસ રૂંધાવાથી તેનું મરણ થયું.
પ્રબંધચિન્તામણિમાં—તીથૈયાત્રા પ્રબંધ છે તેમાં લખે છે કે, કર્ણ ઝોકાં ખાતે હાથી ઉપર બેઠા હતા તેની સુવર્ણ શૃંખલા (હુમેલ) વડની ડાળમાં ભરાવાથી હાથી નીકળી જતાં લટયેા અને મરણ પામ્યા. ર. ઉ.
૪ તે સત્તર હાથ ઉંચા હતા ત્યાં સ્નાત્ર તથા ધ્વારાપણ કર્યાં. ત્યાંથી વલભીપુરની સીમમાં આવી તેની પાસે સ્થાપ અને ઇર્ષ્યાળુ નામની બે ટેકિયેા હતી તે ઉપર બે મંરિ બંધાવ્યાં, અને તેમાં અનુક્રમે શ્રી ઋષભદેવ અને મહાવીર સ્વામીની પ્રતિમા મૂળ સ્થાને પધરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com