________________
૨૭૩
કુમારપાળ નેય પિતાના રાજાની સેવામાં આવી હાજર થયા હતા, તેને તે દેશની માહિતગારી હતી એટલા માટે સેનાના નાયક તરીકે તેને પસંદ કરવામાં આવ્યો. તેણે બાબરા નગરને કિલ્લે લઈને તેને નાશ કરી દીધે, અને તે દેશમાં કુમારપાળની આણ વર્તાવી દીધી. તે પાછો આવ્યો ત્યારે રાજાએ
નામના ડુંગરની અદ્ધ ઉંચાઇયે વસેલા પાહડા નામના ગામમાં રહે છે. તે બાર ગામને ઠાકોર છે તેમાં એબેરા આવી જાય છે. અંબરામાં આજે સુમારે ૨૦૦ થી ૨૨૫ ઘરની વસ્તી છે, તેમાં આશરે ૧૫૦ ઘર કૈડવા કણબીનાં છે ત્યાંથી સુમારે તે ગાઉ ઉપર શિયાળિયું ગામ છે તેમાં ૨૫ ઘર છે. એ રીતે બેરા અને તેની આસપાસ બીજે ગામનાં થઈને ૪૦૦ ઘર કણબીનાં છે. આ ઉપરથી જણાય છે કે કુમારપાળના સમયમાં ત્યાં કડવા કણબીની વસ્તી વધારે હશે. એબેરા ગામની આસપાસ ઘરનાં ખંડેર જોવામાં આવે છે. ત્યાં બે નાની વાવે છે તે પડી ગઈ છે, પણ પાણીનો ઉપયોગ થાય છે, ચાર શિવાલય છે તેને ઘણે ભાગ પડી ગયેલો છે, પણ નિજગૃહ કાયમ હતાં તેમાં શિવલિંગ છે. એક માતાના મંદિરને એટલે હેટો છે તેના ઉપર નદી જુદી જાતની મૂર્તિ છે. એક માતાની મૂર્તિ છે. તેને ૨૦ ભુજ છે. બે ભૂતિયો વીરની છે. એક
હનુમાનની છે.
ચાહડે સવારમાં નગર જિતી લીધું. ત્યાંથી તેને સાત કરેડ સેનૈયા અને અગિયાર હજાર ઘડિયા મળી. આ હકીક્ત તેણે પાટણ લખી મેકલી. પછી ધરથી નગરના કિલ્લાને ચૂરે ઉડાવી દેશમાં સર્વત્ર કુમારપાળની આણ ફેરવી અને નવીન અધિકારિયાની યોજના કરી, ત્યાંથી ૭૦૦ કુશળ સાળવી લઈ પાટણ આવ્યા. કુમારપાળ તેના પરાક્રમથી રાજી થયો અને તેને રાજધરટ્ટનું વિરૂદ આપ્યું તથા તેના નાના ભાઈ સેલાકને સામંતમંત્રી સત્રાગારનું પદ આપ્યું.
આ લખાણમાં બાહડ અને ચાહડ એ નામને ગુંચવાડે થયો છે. અમારી પાસેની પ્રતિમાં નીચે પ્રમાણે છે –
सपादलक्ष प्रति सैन्यं सजीकृत्य श्रीबाहडां बडानुजन्मा श्रीबाहडनामा मंत्री दानशौंडतया भृशं दषितोपि बाढमशिष्यश्री कुमारपालदेवेन सेनापतिश्चक्रे.
આ લખાણમાં વાવટાનુગળ્યા તેમાં પ્રથમ વાર છે ત્યાં ગમે તે વાદક એમ જોઈયે, અથવા શ્રી રાહ જોઈયે. આગળ લખતાં ૩ વાર મંત્રી એમ લખ્યું છે, પણ ત્યાં વાર નામ નથી તેથી અમારા પુસ્તક પ્રમાણે વાર સિદ્ધ થાય છે. ગુજરાતી ભાષાતરમાં પૃ. ૧૯૦ માં જ્યાં જ્યાં ગ્રાહક નામ આપ્યું છે ત્યાં મૂળ સંસ્કૃતમાં તેમ નથી પણ સર્વનામ મૂક્યું છે.
કુમારપાળરાસામાં જણાવે છે કે –
અંધેરી નગરના રાજા પાસે કારૂં પટોળું લેવા દૂતને મેક તે તેણે ન આપ્યું તેથી તેના ઉપર બાહડને સૈન્ય સહિત મેકલ્યો. તેણે ત્યાં જિત કરી ત્યાંથી સાત હજાર સાળવી આણી પાટણમાં વસાવ્યા.
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com