________________
કુમારપાળ
૨૭૧ ડરાવ્યો. ઉદયને હાર ખાધી ને તેને કારી ઘા વાગ્યો. તેણે શત્રુંજય અને ભરૂચમાં દેરાસર બાંધવાનું પણ લીધું હતું તે પૂર્ણ કરવાનું કામ તેણે પિતાના પુત્ર, વાગભટ્ટ, વાહડ, અને આમ્રભટ્ટને સોંપ્યું. શત્રુંજયનું કામ વાહડે ઈ સ. ૧૧૫૫(સં. ૧૨૧૧)માં પૂરું કરવું, તેણે શત્રુંજયની પાસે એક શહર વસાવ્યું અને તેને પિતાના નામથી વાહડપુર નામ આપ્યું. ભરૂચનાં શકુએવી છે કે ૧ આંબડ (આમ્રભટ) દંડનાયક થાય, ૨ શ્રી શત્રુંજય ઉપર પાષાણમય ચય થાય, ૩ શ્રી ગિરિનારપર નવાં પગથિયાં બંધાય, અને ચોથું શલ્ય (સાલ) મારા મનમાં એ છે કે આ વેળાએ મારે કોઈ નિર્યામક (તારનાર) ગુરૂ વિના મરવું પડે છે. સામંતાએ કહ્યું કે પ્રથમનાં ત્રણ વાનાં તે તમારે પુત્ર બાહાડ (વાલ્મટ, વાહડ) પરિપૂર્ણ કરશે. માટે એ વિષેની ચિંતા દૂર કરે અને આરાધન સારૂ કોઈ ગુરૂને અમે હવાણાં લઈ આવિયે છિયે. એમ કહી તત્કાલ કેાઈ વંઠને સાધુનો વેષ આપી રજુ કરી દીધો. મંત્રિએ તેને શ્રી ગૌતમસ્વામીની પેઠે વંદન કરી, સર્વ જેને ક્ષમાવી, પાપની નિદા અને અગ્રગણ્ય પુણ્યની અનુમોદના કરી અને સમ્યકત્વને તેમાં લાગેલા દેષને વિશુદ્ધ કરનાર પશ્ચાત્તાપ રૂપ જળવડે અજવાળી ભાવના ભાવતાં (આત્મધ્યાન કરતાં) સ્વર્ગરહણ કર્યું. (કુ. પ્ર. ગુ. ભા. પૃ. ૧૭૯)
પૃષ્ટ ૧૫૪ ની ટીપમાં જેને પૂર્વ વૃત્તાન્ત આપે છે તે ઉદે પીઠે ઘીનાં કુલને ભાર વહન કરી મહાકણે પોતાના કુટુંબનું પોષણ કરી શકતો હતો તે ઉદ્યોગમાં લાગુ રહ્યો અને તેના ભાવીને ખીલાવનાર સાધન આવી મળ્યાં તો વિસ્તાર પામેલી આખી ગુજરાતને પ્રધાન થયા અને રણસંગ્રામના પ્રસંગોમાં એક શરીરની પેઠે ભીડ્યો રહ્યો તથા પોતાને મળેલા પદને બધી રીતે યોગ્ય હતું એમ કહેવાયું. ૨. ઉ.
૧ બાહડે પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે પિતાના ઓરમાઈ ભાઈ અંબડ(આપ્રભટ, આંબડ)ને દંડનાયક(સેનાપતિ)ની પદવિ અપાવી અને પોતે કુમારપાળની આજ્ઞા લઈને ગિરિનાર ઉપર ગયા. ત્યાં અંબિકાએ નાખેલા અક્ષતને માર્ગે ત્રેસઠ લાખ નાણાં ખર્ચે નવીન સુગમ પગરસ્તો બંધાવ્યું. પછી કપર્દિ મંત્રીને પોતાનું કામ સોંપી શત્રુજયની તળેટીમાં ચાર હજાર સ્વાર સહિત સૈન્ય સાથે પડાવ નાંખી પડ્યો અને ત્યાં અનેક સૂત્રધારે (સૂતાર) એકઠા કયા. બીજા શાહુકારે પણ તીર્થના ઉદ્ધાર માટે લક્ષમાં વાપરી પુણ્યમાં ભાગ લેવા આવ્યા અને વાગભટ મંત્રી પ્રતિ કહેવા લાગ્યા કે આપ એકલા તીર્થને ઉદ્ધાર કરવા સમર્થ છે તો પણ અમને મહા પુણ્યમાં ભેગા રાખવા અમારું ધન તીર્થમાં વાપરી અમને કૃતાર્થ કરે. એમ કહી નૈયાને ઢગલો કરો. શુભ મુહૂર્ત જોઈ મંત્રીએ જીર્ણ કાષ્ટમય ચૈત્યને ઉતરાવી નાંખી પાયામાં વિધિપૂર્વક વસ્તુમૂર્તિ પધરાવી તેના ઉપર શિલા ઢાંકી બે વર્ષે પાષાણત્ય તૈયાર થયું પણ દેવપ્રાસાદમાં ફાટ પડી તેનું કારણ
ધી હાડીને પ્રદિક્ષણા ફરવાની જે ભમતી (ભ્રમ) તેની અને ભીંતની વચ્ચે જે ભ્રમ વિનાનો પ્રાસાદ કરાવે તે નિર્વશ થાય એમ જાણતાં છતાં પથરા ઘલાવી દીધા. એટલે એકંદરે ત્રણ વર્ષ તીર્થોદ્ધારનું કામ પૂરું થયું. આ કામમાં બાહડે બે કરોડ સત્તાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com