________________
२७०
રાસમાળા
કરીને તે સત્યયુગને રઘુ, નહુષ, અથવા ભરત કરતાં પણ વધ્યો એવું પોતાની પ્રજા પાસે કહેવરાવ્યું.
ત્યાર પછી સોરઠના રાજા સમરશી અથવા સાઉચરને શિક્ષા કરવા સારૂ કુમારપાળે વઢવાણમાં સેના એકઠી કરીને તેને નાયક ઉદયન મંત્રિને
૧ બનિયરે ઔરંગજેબને તેના બાપ ઉપરને કાગળ નેધી રાખ્યો છે તેમાં તે લખે છે કે, “મારી ચાકરીમાંને પ્રત્યેક માણસ મરી જાય તેને હું વારસ છું એમ પ્રસિદ્ધ કરી માટે ની રીતિને બરાબર વળગી રહેવું જોઈએ એવી તમારી ઈચ્છા છે. આપણે એ ચાલ છે કે, હરકેાઈ ઉમરાવ અથવા ધનવાન વ્યાપારી જેવો દેહ છોડે કે તુરત અથવા-કઈ વાર તો તેને જીવ ગયો હોય નહિ તેની અગાઉ તેના કુટુંબના કારભારી અથવા ચાકરે જ્યાં સુધી સર્વ માલમિલ્કતની યથાસ્થિત નેધ, ઘણુ જ હલકી જાતનાં ઘરેણાં સુધાંતની પણ લાવી રજુ કરે નહિ ત્યાં સુધી તેની માલમતા જપ્ત કરવામાં આવે છે અને તેઓને કેદ કરવામાં આવે છે અથવા મારવામાં આવે છે. આ રીતિ આપણને લાભદાયી છે. પણ આ ઘાતકી કામ છે અને ન્યાયથી ઉલટું છે એ આપણાથી ના કહી શકાય એમ નથી; અને પ્રત્યેક ઉમરાવ, નેકનામખાનની રીત પ્રમાણે વત્તે અને હિન્દુ વ્યાપારીની સ્ત્રીની પેઠે પ્રત્યેક સ્ત્રી પોતાની માલમતા સંતાડી દે તે આપણી ઘટે તેવી સેવા બજાવી એમ કહેવાય નહિ.” આ બે વાતે બર્નિયરે બીજી જગ્યાએ લખી છે.
૨ સૌરાષ્ટ્રના સમર રાજાને પકડવા કુમારપાળે પિતાના મંત્રી ઉદયનને સેનાપતિ ઠિરાવીને મેકલ્યો. પ્રબંધચિંતામણિમાં આ રાજાનું નામ પુંવર (કુંવર) છે. એક પ્રતિમાં રાણી છે. વળી કેટલેક ઠેકાણે સંકર અથવા સારા છે અને તે મેર જાતિનાં નામ વિર–છીછર સાથે મળતું આવે છે એમ પ્રાચીન ગુજરાતમાં જણાવે છે. આજ્ઞા પ્રમાણે ઉદયન સેનાપતિ ચડ્યો તે વઢવાણુ આવ્યો ને સર્વે સામને પૂછીને પોતે આગળ પ્રયાણ કરીને પાલીતાણે ગયો. ત્યાં તેણે બહષભ દેવની ભાવપૂર્વક પૂજા કરી અને વિધિપૂર્વક ચૈત્યવંદન કરે છે, એટલામાં નક્ષત્રમાળા(દીપમાળ)થી એક ઉંદર બળતી દીવટ લઈને કાષ્ટમય પ્રાસાદમાંના એક દરમાં પેઠે. તે જોઈને ઉદયનને એમ લાગ્યું કે, આવા જીર્ણ કાણમય પ્રાસાદથી કોઈ વાર જોખમ ભરેલું છે. એટલે તેણે તે ચેય પાષાણનું કરાવ્યું હોય તો સારું એમ ધારણ કરી અને તે કરાવાય નહિ ત્યાં સુધી બ્રહ્મચર્ય, એકભક્ત, ભૂશયન અને તાંબુલત્યાગ એવા ચાર પ્રકારને અભિગ્રહ લીધે. પછી શત્રુ સાથે લડતાં તેના સૈનિકે નાશી ગયા તે પણ સંગ્રામરસિક ઉદયને શત્રુનું સન્યા વિદાયું અને પોતે રિપુના પ્રહારથી જર્જરિત થયો છતાં પણ પોતાના બાણથી સમરને મારી તેના પુત્રને ગાદી ઉપર બેસાડ્યો. સમરની સમૃદ્ધિ લઈ તે પાછા વળો હતો, તેવામાં પોતાને થયેલા પ્રહારની વેદનાથી તેની આંખ મિંચાઈ ગઈ, અને મૂછ ખાઈ પડ્યો. પવનાદિ ઉપચારેથી
જ્યારે ભાન આવ્યું ત્યારે કરૂણા ઉપજે એવા સ્વરે રૂદન કરવા લાગ્યો. તેનું કારણ પૂછતાં તેણે સામતાને કહ્યું કે, મારા મનમાં ચાર શલ્યો રહી જાય છે તે એ કે, મારી ઇચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com