________________
२१४
રાસમાળા
છે. એટલા માટે આ મહાદેવની સમક્ષ, જેનાથી મુક્તિ મળે એવો એક દેવ સાચેસાચી રીતે મને બતાવો.”
હેમાચાર્યે પ્રત્યુત્તર આપ્યું: “પુરાણમાં જે વાત છે તેની હવણ આ“પણને અગત્ય નથી. હવણ તો હું મહિમાવંત સોમેશ્વરને સાક્ષાતકાર અહિ “લાવું છું કે તેમને જ મહેડેથી તમે સત્યતા સાંભળો. નિસંશય આ જ“ગ્યાએ દેવ સંતાઈ રહ્યા છે. ધર્માચાર્યું જે રીતે બતાવ્યું છે તે પ્રમાણે
આપણે બે જે અચળ ધ્યાન ધરિયે તો દેવ એમની મેળે દેખા દે. એમ “હું ધ્યાન ધરું છું; તમે આ અગરનો ધૂપ કરે તે શિવ પ્રત્યક્ષ આવીને “ના કહે ત્યાં સુધી બંધ રહેશે નહિ.”
આ પ્રમાણે બન્ને જણ ધુનમાં મચ્યા અને મંડપ બધો ધૂપના ધૂમાડાથી ભરાઈ ગયો અને ત્રણે બાજુને ખૂણે અને બારણુંની આસપાસ દીવા શૃંગાયા હતા તે ઝાંખા થઈ ગયા. પછી એકાએક સૂર્યના તેજ સરખું ભભકદાર તેજ પ્રકાશી ઉઠયું. રાજા ચમકી ઉઠયો, અને તેજથી આંખે ઝાંઝવાં વળી ગયાં; તથા આંખે હાથ દઈને હળવે હળવે જેવા પ્રયત્ન કરવા લાગ્યું. તે અવસરે જળાધારીમાં જ્યાં પવિત્ર શિવલિંગ હતું ત્યાં યોગીને આકાર તેના જેવામાં આવ્યો. તેને માથે જટા ગુંથેલી હતી ! તેની શોભા અનુપમ હતી, ઉચા સોનાના જેવો ચળકાટ હતો, તેની કાન્તિ મૃત્યુલેકના માનવીથી જોઈ શકાય નહિ એવી હતી. રાજાએ પોતાને હાથ અડકાડીને તપાસી જોયું તે તેની ખાતરી થઈ કે દેહ ધારણ કરીને સાક્ષાત દેવ બિરાજમાન થયા છે. પછી અત્યંત ભક્તિ સહિત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તે આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગે “હે જગતપતિ ! આ પ્રમાણે તમારી આરાધના કરતાં, મારી આંખને ઈમ્બેલી “વસ્તુ મળી; એટલા માટે હવે કૃપા કરીને કાંઈ આજ્ઞા કરી મારા મનની “ઈચ્છા પૂર્ણ કરે.”
ઘનઘેર રાત્રિ વીત્યા પછી સવાર જેમ પ્રકાશ પામે તેમ દેવની મુખમુદ્રા પ્રકાશ પામી અને તેના મોંમાંથી નીચે પ્રમાણે ઈશ્વરી શબ્દ નીકળ્યા:“એ! રાજા! આ સાધુ સર્વ દેવતાઓનો અવતાર છે; એ કપટ વિનાને “છે; જેમ એ પિતાના હાથમાં મોતી જોઈ શકે તેમ દેવત્વ જોવાનું એને જ “સ્વાધીને કર્યું છે; એ ભૂત, ભવિષ્ય, ને વર્તમાન જાણે છે. એ જે માર્ગ બતાવે તે નિ:સંશય તારે મુક્તિને માર્ગ જાણવો.”
આ પ્રમાણે કહીને દેવ અલોપ થઈ ગયા. પણ તેથી રાજાને શેક થયે, અને હેમચંદ્ર ધ્યાનમુક્ત થઈ શ્વાસ લેવા લાગ્યા. ઈષ્ટ દેવે કહ્યું હતું તે લક્ષમાં રાખીને, કુમારપાળે પછી રાજાપણાનું અભિમાન મૂકી દઈને, ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com