________________
૨૬૨
રાસમાળા
આચાર્યને કહ્યું કે મારી બાધા મૂકા. હેમચંદ્ર બોલ્યાઃ “જુવો! તમે આવું વ્રત પાળ્યું છે તેથી મહાદેવની સન્મુખ ઉભા રહેવાને તમે યોગ્ય થયા છે. તમે ત્યાં યાત્રાયે જશે ત્યારે બાધા મૂકવાને અવસર આવશે.” બ્રાહ્મ
એ રાજાને સમજાવ્યો કે સોમનાથને સૂરિ માનતા નથી, માટે રાજસંઘની સાથે યાત્રા કરવા સારૂં તેમને સાથે લેવા, એટલે સર્વે વાત જણાઈ આવશે. કુમારપાળે આ સલાહ પ્રમાણે કર્યું, ત્યારે હેમચંદ્ર તત્કાળ બેલી ઉઠયા - “ભૂખ્યાને ભોજન ઉપર બેસવાને બલાત્કાર કરવાની શી અગત્ય છે? યાત્રા “એ તે સાધુનું જીવતર છે; તે રાજા ભણથી આજ્ઞા કરવાની શી અગત્ય
છે?” પછીથી ઠરાવ થયો કે જતાં ધીમે ધીમે પગે ચાલીને સૂરિયે શત્રુજય અને ગિરનારનાં પવિત્ર સ્થાનનાં દર્શન કરતાં કરતાં કુમારપાળને દેવપટ્ટણમાં આવી મળવું. રાજા પોતાના સંઘ સહિત વાધતાં, સેમેશ્વરના નગર પાસે આવી પહોંચશે. શ્રી બહસ્પતિ જેને કામની દેખરેખ ઉપર મૂક્યો હતે તે રાજાને સારૂ તૈયાર કરી રાખેલી જગ્યામાં લઈ જવાને આ ઠેકાણે આવી પહોંચે. હેમચંદ્ર પણ સંઘને આવી મળ્યા, અને કુમારપાળે પણ મહટા આનંદથી, રાજશ્રીના દબદબા સાથે વાદિત્રના નાદ સહિત નગરમાં પ્રવેશ કર્યો. પછી સેમેશ્વરના દેવળને પગથિયે ચહડીને મહાદેવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કયા. હેમચંદ્ર પણ બહસ્પતિની સાથે દેવળના બારણું આગળ ઉભો રહીને બોલ્યો:-આ ભવ્ય દેવળમાં કૈલાસવાસી મહાદેવ નિ:સંશય બિરાજે છે.” પછી અંદર પેશીને પવિત્ર લિંગનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી, તે બેલ્યો “તું ગમે
૧ કુમારપાળ પ્રબંધમાં આ સ્તુતિના લેક નીચે પ્રમાણે છે – आर्या-भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ॥
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ १ ॥ रथोद्धतावृत्तम्-यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया ॥
वीतदोषकलुषः सचद्भवा नेक एव भगवन्नमोऽस्तु ते ॥ २ ॥ કાવ્યમાળા ગુચ્છક સાતમામાં મહાવીરસ્વામી ઑત્ર છે તેને ૩૧ મો શ્લોક આ છેशार्दूलविक्रीडितं वृत्तम्-त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितम् ।
साक्षाद्यने यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषभयाभयांतकजरालोलत्वलोभादयो।
नालं यत्पदलंघनाय स महादेवो मया वंद्यते ॥३॥ स्रग्धरावृत्तम्-यो विश्वं वेदवेद्यं जननजलनिधेर्भगिनः पारदृश्वा ।
पौर्वापर्याविरुद्ध वचनमनुपम निष्कलंकं यदीयं ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com