________________
કુમારપાળ
૨૬૫ ગુરૂને ચરણે મસ્તક મૂકીને, જે કરવાનું ઘટિત હોય તે કહેવા વિષે પ્રાર્થના કરી. એટલે તે જ ઠેકાણે હેમચંદ્ર તેને નિયમ લેવરાવ્યું કે, આજથી તે મરતાં સુધી માંસાહાર કરવો નહિ અને દારૂ પીવે નહિ.
બન્ને ઈતિહાસ લખનારા કહે છે, અને લેખમાં પણ લખ્યું છે કે બૃહસ્પતિ બ્રાહ્મણને સ્વાધીન સોમેશ્વરનું દેવળ કરવું હતું; પણ આગળ જતાં જ્યારે હેમાચાર્યની સત્તા કુમારપાળ ઉપર પૂરેપૂરી ચાલવા લાગી ત્યારે તે જૈનધર્મની નિંદા કરતું હતું એટલા માટે કેટલાક દિવસ સુધી તેને તેની જગ્યા ઉપરથી દૂર કર્યો હતો, અને જ્યારે તે આચાર્યને બહુ જ નમી પડ્યો ત્યારે તેણે કુમારપાળ સાથે તેનું સમાધાન કરાવી આપીને તેની જગ્યા પાછી અપાવી.
- કુમારપાળ અને આચાર્ય અણહિલપુર પાછા આવ્યા ત્યાં હેમચંદ્ર કુમારપાળને જિનદેવના મુખમાંથી જે પવિત્ર વાણી નીકળી હતી તેનું જ્ઞાન કરાયું અને અહંત માર્ગિમાં તેને મહાન ઠરાવ્યો. આચાર્યની આજ્ઞા પ્રમાણે, ચૌદ વર્ષ સુધી, ગૂજરાતના અરાડે દેશમાં જ્યાં જ્યાં તેની આણ વર્તાતી હતી ત્યાં ત્યાં તેણે જીવહિંસા કરવાની મના કરી. દ્વયાશ્રયને કર્તા કહે છે કે બ્રાહ્મણે
૧ દ્વયાશ્રયના વશમાં સર્ગમા કહ્યું છે: “કુમારપાળે એક દિવસ માર્ગમાં એક માણસને પાંચ છ બકરાં ખેંચી જ જોયે. તેને પૂછયું કે આ મુવેલાં જેવાં બકરાં ક્યાં લઈ જાય છે? તે તેણે કહ્યું કે કસાઈને ઘેર વેચી છેડા પૈસા આવશે તે લાવી મારું દારિદ્રય ટાળીશ. આ ઉપરથી કુમારપાળે માંસાહારની બહુ નિંદા કરી, અને પિતાની જાતને પણ ઠ૫કે આપ્યો, કે મારા દુર્વિવેકથી જ લોકો આવી હિંસામાં પ્રવૃત્ત થાય છે. પછી પેલા માણસને જવા દઈ પોતે તરત અધિકારિયાને આજ્ઞા કરી કે જે નઠી પ્રતિજ્ઞા કરે તેને તમારે શિક્ષા કરવી, જે પદારાગમન કરે તેને તેથી અધિક શિક્ષા કરવી, અને જે જંતુહિંસા કરે તેને તેથી પણ અધિક શિક્ષા કરવી. આવી અમારી આજ્ઞા આખા રાજ્યમાં છેક વિટાચલ જે લંકામાં છે ત્યાં સુધી કરાવી, ને એને લીધે જેને નુકશાન થયું તેમને ત્રણ ત્રણ વર્ષ ચાલે એટલું પતે અન્ન આપ્યું. દારૂ પીવાને ચાલ પણ એણે બંધ પાડ્યો અને યજ્ઞયાગમાં પણ બકરાંને બદલે જવ હોમાતા થઈ ગયા. એક દિવસ રાત્રિયે પોતે સૂતો હતે, તેવામાં કઈ સાંભળ્યું તેથી એકલો જ તે સ્થાનમાં ગયા. તે ત્યાં એક સુંદર સ્ત્રીને રાતી જોઈ. તેને પૂછતાં જણાયું કે તે એક ધનાઢય ગૃહસ્થની સ્ત્રી છે. તેને પતિ અને પુત્ર મરી ગયા છે ને તેથી તે એવા કારણથી રૂએ છે કે પુત્ર વિના તેની નવારસી મિલક્ત રાજા લઈ લે છે, એટલે મારે જીવીને શું કામ છે ? રાજાએ તેની આશ્વાસના કરી. તેની મિત રાજ્ય તરફથી નહિ લેવાય તેવું વચન આપ્યું, અને ધર્મકૃત્ય કરવાની તેને સલાહ આપી. પછી આખા રાજ્યમાં એ જ કાયદે જાહેર કર્યો જેથી પ્રજા બહુ ખુશી થઈ. પછી એક તે ખબર કહી કે કેદારપ્રાસાદ, ખસ રાજાએ ખંડેર થઈ જવા દીધું છે. તેથી તેણે ખાસ રાજાને ઠપકો દઈ તેની, તેમ દેવપત્તનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com