________________
૨૫૬
રાસમાળા
સામા પક્ષને માનતા નથી. કયા અભણ હતા એ જ ઉપર આ
તથા કોલ આપ્યો હતો તે સાંભરી આવ્યું અને તેમને આદરસત્કાર કરી તેમની સાથે ખુલ્લા મનથી વાતો કરવા લાગ્યો. હેમચંદ્રને રાજા ઉપર આ પ્રમાણે સત્તા મેળવતા જોઈને આસપાસ જે બ્રાહ્મણે હતા તેઓને ડર લાગ્યો, અને તેમના ઉપર કેટલાક અપવાદ મૂક્યા; તેમાં એક ભારે એ હતો કે, હેમચંદ્ર સૂર્યને માનતા નથી. હેમચંદ્ર રાજનીતિ જાણતા હતા, અને પિતાના સામા પક્ષવાળાઓના ધર્મની ઉપર ઉતરી પડવા કરતાં પોતાના ધર્મની છૂટ મેળવવાને ઘણું દિવસથી ઈચ્છતા હતા, તેથી તેમણે એવું પ્રત્યુત્તર આપ્યું કે જેથી ક્ષત્રિયના મહાન દેવ ઉપર તેમની આસ્થા છે એવું રાજાના સમજવામાં આવી ગયું. તેઓ વદ્યા કે,–“આ મહિમાવંત તેજના આલયને હું નિરંતર મારા “હૃદયમાં રાખું છું; અને તેમના અસ્ત પામવાથી હું ખાવાનું તાજું છું.” તેમની આવી જ રાજનીતિને અનુસરીને તેમણે પોતાના સ્થાનને હિન્દુ શાસ્ત્રમાંથી તેમ જ જૈન શાસ્ત્રમાંથી પ્રમાણ આપ્યાં. એક સમયે કુમારપાળે તેમને પૂછ્યું કે તમે પસંદ કરીને મને ધર્મનું કોઈ એવું કામ બતાવો કે તે ઉપર હું ધન ખર્ચ; ત્યારે દેવપટ્ટણના સોમેશ્વરનું દેવળ દરિયાનાં મોજાંના જોરથી ટૂટી ગયું હતું તેને જીર્ણોદ્ધાર કરવાની આચાર્યું તેને સલાહ આપી.
૧ પૃષ્ઠ ૧૦, ૧૧, ની ટીપમાં સૌરપંથની હકીક્ત જુઓ. ૨ આ વ્રત અણાથમી કહેવાય છે. ૨. ઉ.
૩ અસલ લેખમાં નીચે પ્રમાણે છે:-જીઓ ભાવનગરનું પ્રાકૃત અને સંસ્કૃત લેખનું અંગ્રેજી પુસ્તક પૃ. ૧૮૬
भस्ति श्रीमती कान्यकुब्जविषये वाराणसी विश्रुता। पुर्यस्यामधिदेवता कुलगृहं धर्मस्य मोक्षस्य च ॥ तस्यामीश्वरशासनाद् द्विजपतेगेंहे स्वजन्मग्रहम् ॥
चक्रे पाशुपतब्रत च विदधे, नंदीश्वरः सर्ववित् ॥ ५ ॥ ભાવાર્થ-કાન્યકુબ્સ દેશમાં વારાણસી (કાશી) નામે વિખ્યાત પુરી છે. તે અધિદેવતા(વિશ્વનાથ)નું નિવાસસ્થાન, અને ધર્મ તથા મેક્ષનું ધામ છે. તેમાં શંભુની આજ્ઞાથી નંદીશ્વરે ભાવ બહસ્પતિ રૂપે, એક ઉત્તમ બ્રાહ્મણને ઘેર અવતાર ધારણ કરયો, કેમકે જીણોદ્ધાર કરવાની આજ્ઞા શિવે નંદીશ્વરને આપી હતી, અને તે વિદ્વાને મહાદેવની દીક્ષા ધારણ કરી. અને તે તપેનિધિ તીર્થયાત્રા કરવાને માટે અને રાજાઓને (શેવી) દીક્ષા આપવા માટે અને ધર્મસ્થલનું રક્ષણ કરવા માટે કાશીથી નીકળ્યો. તે ફરતે ફરતા ધારાપુરીમાં આવી પહોંચ્યો. (૫)
यद्यन्मालवकान्यकुब्जविषयेऽवत्यां सुतप्तं तपो। नीताः शिष्यपदं प्रमारपतयः सम्यङ्मठाः पालिताः॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com