________________
ગાવા લાગ્ય
ગણે. અને આ
છે. પોતાને ચતુર
૨૫૨
રાસમાળા મન વડે પિતાના સર્વ શત્રુઓને દળી નાંખ્યા; જેની આજ્ઞા પૃથ્વી ઉપરના બીજા રાજાઓએ માથે ચડાવી; જેણે શાકશ્મરીના રાજાને પિતાને પગે પાડ્યો; જે પિતાનાં હથિયાર લઈને સેવાલક સુધી જાતે ચડ્યો અને “ગઢપતિની પાસે પિતાને નમન કરાવ્યું, સાલપુરા સરખા નગરમાં “પણ જેણે એમ જ કર્યું.”
મેરૂતુંગ લખે છે કે આ બનાવ બની રહ્યા પછી, કેટલેક દિવસે સેલંકી રાજ દરબારમાં બેઠા હતા, અને મુલાકાત લેતો હતો, તેવામાં, કેટલાક માગણ સભામાં આવી હાજર થયા, અને તેઓ કોંકણના રાજા મલિકાર્જુનને રાજપિતામહ કહી તેની કીર્તિ ગાવા લાગ્યા. તેથી કુમારપાળ ઘણે આકલિત થઈ ગયો, અને આ મલ્લિકાર્જુન જે ગર્વિષ્ટ થઈ ખોટી રીતે પિતાને ચતુરંગી રાજા કહેવડાવતે હતો તેને નાશ કરવા સારૂ કાઈ સામંત ખેળવા લાગ્યો. આમ્બડ અથવા આમૃભટ કરીને ઉદયન મંત્રીને શુરવીર પુત્ર હતોતેણે બીડું ઝડપ્યું અને સેના લઈને મેલાણ કર્યા વિના કોંકણ જઈ પહોંચ્યો. તે કલવિણ નદી ઘણી મહેનતે ઉતર્યો અને સામે કિનારે મેલાણ કર્યું, ત્યાં આગળ મલ્લિકાર્જુને તેના ઉપર હલ્લે કરી તેને હરાવી કુહાડ્યો. આ પ્રમાણે હાર પામેલા સામતે પાછા આવી રાજધાનીની પાસે પડાવ કર્યો, અને કાળો તંબુ ઠેકાવી, કાળો પોષાક પહેરીને કાળું છત્ર ધારણ કરવા લાગે. આવો કાળો દેખાવ જોઈ કુમારપાળે તપાસ કરાવી કે એવું કેનું લશ્કર છે. ત્યારે તેને સૂચવવામાં આવ્યું કે આમ્બડ કોંકણમાં હાર ખાઈને આવી રીતે આવ્યો છે. આખડનું માનભંગ થયું તે વિષે રાજાએ તેને દિલાસો આપીને તેને આદરસત્કાર કરો અને બળવાન યોદ્ધાઓની એક બીજી સેના તૈયાર કરાવીને મલ્લિકાર્જુન ઉપર મોકલ્યો.
આમ્બડે બીજી વેળાએ કલાવણુ નદી ઉપર સેના આવી પહોંચી એટલે પુલ અથવા સેતુ બંધાવ્યા, સાવધાનીથી બધી સેનાને પાર ઉતારી અને એ પ્રમાણે સામે હલ્લો કરવાને લાગ લીધો. આ બીજા યુદ્ધમાં ગુજરાતની સેના જય
૧ કેલ્હાપુરના મહામંડલેશ્વર વિષે પુષ્ટ ૨૩૧ ની ટીપ જુવે.
૨ સમુદ્રષ્ટિત શતાનંદના નગરમાં મહાનંદ રાજ્ય કરતા હતા તેને કુંવર મલકાર્જુન તે કેકણના શિલાહાર કુળને હતું. આ વંશનાં ત્રણ તામ્રપટ્ટમાં આ રાજાએનાં બીજા ૫દ સાથે રાજપિતામહ ૫૯ જડેલું જોવામાં આવે છે. (ઈ. આ. ભા. ૯ મે પૃ. ૩૫, ૩૮).
૩ ચીખલી અને વલસાડ તાલુકામાં છે તે કાવેરી નદી. દક્ષિણની કાવેરીથી જાદી સમજવી. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com