________________
પ૭
મૂળરાજ સોલંકી કરી તેને મારી નાંખે, અને જે ગાદી ઉપર તેને ઘણી ભયંકર રમત કરવામાં બેસાર્યો હતો તે ગાદી ઉપર તે પિતાને હાથે ચડી બેઠે. આ વિષે કુમારપાળ ચરિતને કર્તા કહે છે કે, “સાત વસ્તુ નિર્ગુણ છે-૧ જમાઈ ૨ વીંછી, ૩ વાઘ, ૪ મદિરા, ૫ મૂર્ખ, ૬ ભાણેજ, અને ૭ રાજા. એમાંના દરેક જણને ગુણની પરીક્ષા નથી.” નિષ્કટક રાજ્ય ભોગવવાને માટે એક બ્રાહ્મણના વચન ઉપરથી મૂળરાજે વળી મોસાલ પક્ષનાં સર્વેને મારી નાખ્યાં. આ ઘાતકી કર્મ વિષે, તેના ઇતિહાસ લખનારાએ, મરનારાઓને કલંક દઈ તેઓનું દુઃખ ઓછું કરી બતાવવા છાવરી નાંખ્યું છે કે, તેઓ પાપી, ગર્વિષ્ટ, મદિરાપાન કરનારા, લેકને દુ:ખ દેનારા, બ્રાહ્મણ, અને દેવનો તિરસ્કાર કરનારા હતા; તે પણ મૂળરાજને આ પાપકર્મને પસ્તાવો થયા વિના રહ્યો નથી.
૧ આ વિષે ભાટની કથા એવી છે કેમૂળરાજ મહેાટે થયા પછી તેને લઈને રાજ તથા બીજ દ્વારકા ભણી ગયા હતા. રસ્તામાં તેને બાપ રાજ, લાખા ફલાણથી મરાયો હતો તેવામાં મૂળરાજ અગિયાર વર્ષને થયું હતું તેને તેના કાકા બીજે કહ્યું કે “તારા મામાએ અર્ધ રાજ્ય આપવાનું કહ્યું છે માટે તેની પાસે જઈને તે પ્રમાણે “માગી લે”. મૂળરાજે તે પ્રમાણે મામાને કહ્યું ત્યારે તે બોલ્યો, “મેં તારા બાપને લીંબુ ઉછાળ એટલે લીબું ઉછાળિયે ને પાછું ભોંય પડે એટલી વાર સુધી રાજ્ય આપવાનું કહ્યું હતું. તે પ્રમાણે હું તને આપવાને રાજી છું.” મૂળરાજે આ વૃત્તાન્ત પોતાના કાકાને કહ્યો ત્યારે તેણે સલાહ આપી કે, “લીંબુ ઉછાળ રાજ્ય આપે એટલી વારમાં તારે સામંત “અને પટાવતને શિરપાવ અને ગ્રાસ આપવા, એટલે તેઓ તારી પક્ષમાં થઈ જશે” મૂળરાજે નિત્ય લીબુ ઉછાળ ગાદી મળે તેટલી વારમાં સર્વે કારભારિયોને શિરપાવ અને ગ્રાસ આપવા માંડ્યા તેથી તેઓ સર્વે એવી કલ્પના કરવા લાગ્યા કે સામંતસિંહની ગાદી મૂળરાજને મળે તે બહુ સારું થાય. એક વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું. એટલે રાજાએ જાણ્યું કે આ તે રાજકેશ ખાલી કરી નાંખશે. મૂળરાજને તેના કાકાએ વળી એક બીજી સલાહ એવી આપી હતી કે, “માંસના કડકા નાંખી ગરધાને તારે સાધવી, “તે હળી જશે એટલે તારા માથા ઉપર ભમ્યાં કરશે, પછી લીંબુને લેહીવાળું કરીને “ઊછાળજે એટલે તેને માંસરૂપ જાણી ગરધવ લઈ ઉડી જશે તેથી સદા ગાદી તારા સ્વાધીનમાં રહેશે. છ મહિનામાં તેણે કાકાની સલાહ પ્રમાણે ગરધ સાધી લીધી હતી. તે દરબારમાં ગમે ત્યારે એક દિવસ લોહીવાળું લીબું ઊછાળ્યું તે ગરધવ લઈને ઊડી એટલે પાછું ભોંય પડયું નહિ. મામાએ તેને ગાદી ઉપરથી ઊઠવાનું કહ્યું પણ તે ઉઠયો નહિ ને કહ્યું કે, લીબું પડેલું દેખાડે તે હું ઊઠું. આ ઉપરથી મામા ભાણેજને ટટા થયો. દરબારી લેકે મૂળરાજને મળી ગયા, ને મૂળરાજે તે વેળાએ સામંતસિંહને ઠેર કરો.
મેરૂતુંગના લખવા પ્રમાણે સંવત ૯૯૮ માં ૨૧ વર્ષને વયે તે સ્વતંત્ર રીતે ગાદિપતિ થયો.
૨. ઉ. ૨ શેકસપિયર કવિ, પિતાના જેન રાજાના નાટકના ત્રીજા અંકના ચોથા પ્રવેશમાં એવા જ પ્રકારને વિચાર લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com